________________
સહાપ્રાભાવિક નવસ્મરણ
હે પાસદત્ત! તુ મારૂં વચન સાંભળ, તું મુખેથી નિસાસા ન મૂક ! દેવતાએ પ્રિયકરના સેવક બન્યા છે. (અને ) તે પાંચમે દિવસે પરણીને આવશે.”
આ પ્રમાણે દેવની વાણી સાંભળીને શેઠ ષિત થયા થકા ઘેર આવ્યેા. દેવતાએ કહેલી હકીકત પેાતાની પત્ની પ્રિયશ્રી)ને કહી.. સાંભળીને તેણી પણ આનંદિત થઇ.
4°
હવે શ્રીપર્વત પર પ્રિયકરનું શું થયું તે સાંભળેા પછી સીમાડાના રાજા પદ્મિપત્તિએ સવારમાં પ્રિયકરને બોલાવીને પૂછ્યું કે શુ તુ શ્રાવક છે?”” તેણે કહ્યું કે:--“અશાક નગરમાં રહેતા નિન વાણિયા એવા હું પાસેના ગામામાં કોથળા કરીને (ફેરી કરીને ) મારા નિર્વાહ કરૂં છું, મારા પિતા વૃદ્ધ છે; મારી માતાને હું એકના એક પુત્ર છું, કે જાણે શા કારણથી તમારા માણસે મને બાંધીને અહીંયાં લાવ્યા છે.”
રાજા ખેલ્યો કે:-અશાકનગરના અરોચક નામના રાજા અમારા દુશ્મન છે, તેથી તે નગરમાં રહેનારા બધા (અમારા) દુશ્મન જ છે. પરંતુ મારા સેવકાએ તે બહારગામ જતાં તે રાન્તના મંત્રિપુત્રને પકડવાને માટે માગ રાયેા હતેા. પણ તે હાથમાં આવ્યેા નહિ; તેના બદલે તુ બંધાઇ ગયા.”
પ્રિયકર મેલ્યું કે: “હે સ્વામિન્! તેા મારા જેવા ગરીબને બંધનમાં રાખવાથી આપને શુ ફાયદો થવાના છે? મને આખા નગરમાં કોઈપણ આળખતુ નથી. [ આ તે એવું થયું કે-] રાગ-વ્યાધિ આન્તને થયેા હાય અને શેક ત્રીજાને કરવા, આંખા દુ:ખથી હોય ત્યારે કાન આંધવા, દુશ્મનાવટ રાજાની સાથે અને નિરપરાધી મારા જેવા વાણિયાને આંધ્યા ( એ ક્યાંને ન્યાય ?). કહ્યું છે કેઃ~~
“અપરાધ બીજાએ કર્યા હાય અને બીજાના માથે [ આફતે ] પડે છે. જેમકે અપરાધ રાવણે કર્યો અને વાનરાએ બાંધ્યા સમુદ્રને.”-૧૨૧
તેની વચન ચાતુરીથી પલ્લિપતિ આશ્ચય પામીને કહેવા લાગ્યું કે: “હું કુમાર ! જો તુ મારા કહ્યા પ્રમાણે કરે તેા, હું તને મુક્ત કરૂ.”
કુમારે કહ્યું કે-તે શુ ?”
રાન્ત મેલ્યા કેઃ–“મારા સેવકોને ગુપ્ત રીતે તારા મકાનમાં સાત દિવસ સુધી છુપાવીને રાખ કે જેથી તેએ ત્યાં રહીને રાજપુત્રને અથવા મત્રિપુત્રને આંધીને અહીં લાવે, [ અને ] હું મારા વેરનો બદલો વાળુ.”
કુમારે કહ્યું કેઃ-“એવું અકાર્ય હું કોઇપણ રીતે નહિ કરૂં. ભલે જે થવાનું હાય તે થાય.” કેમકે: