________________
પ્રિયંકર ૫ કથા
અહો ! આજે પ્રિય પુત્ર વિના ઘર સૂનું સૂનું દેખાય છે, કહ્યું છે કે –
"अपुत्रस्य गृह शून्य, दिशः शून्या अबान्धवाः।
मूर्खस्य हृदयं शून्यं, सर्वशून्यं दरिद्रता ॥११७॥ અપુત્રીયાનું-પુત્ર વગરનાનું ઘર સૂનું છે, ભાઈ વગરની દિશાઓ સૂની છે, મૂખ માણસનું હૃદય શૂન્ય હોય છે, (અ) ગરીબાઈમાં બધું સૂનું છે.”
એટલામાં કેઈએ કહ્યું કે-“હે શેઠ! તમારા પુત્રને ભિન્ન લેકો બાંધીને શ્રીપર્વતે લઈ ગયા છે.” આ ખબર સાંભળીને તે દંપતિ દુઃખી થયા. [અને] વિશેષે કરીને નમસ્કાર મગ્ન તથા ઉપસર્ગહર સ્તોત્રનો પાઠ કરવામાં તથા પૂજા વગેરે ધર્મકાર્યો કરીને પુણ્ય ઉપાર્જન કરવા લાગ્યા. કેમકે –
વને જે પુરસ્કાન્નિશે, મા તમસ્ત વા
सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि ॥११८॥ વનમાં, યુદ્ધમાં, શત્રુ, જલ કે અગ્નિમાં, મોટા સમુદ્રમાં, પર્વતના શિખર પર, સુતેલી પરિસ્થિતિમાં, પ્રમત્ત અથવા વિષમ પરિસ્થિતિમાં પણ પૂર્વકૃત પુણ્ય [ મનુષ્યનું ] રક્ષણ કરે છે.”
તે વખતે પાસદત્ત શેઠને દેવતાએ કહેલું વચન યાદ આવ્યું. તેથી અગુરૂ, કપૂર, કસ્તૂરિ વગેરે સુગધીવાળા પદાર્થો લઈને રાજવાડીમાં દેવથી અધિષ્ઠિત આંબાના ઝાડની જગ્યાએ ધૂપ ઉખેવીને, તે કહેવા લાગ્યો કે –“હે દેવ! મારા પ્રિયંકર પુત્રને રાજ્યને લાભ થશે, એમ તમે કહ્યું હતું, પરંતુ આ તો ઉલટો નાશ થયો અર્થાત તેના વિરહનું દુઃખ અમારા પર આવી પડયું છે. [અને] દેવો અસત્ય બોલવાવાળા હતા જ નથી. કેમકે –
મહાપુરુષોના વચને યુગના અંત સુધી પણ અન્યથા થતા નથી. અગત્ય પિના વચને બંધાએલે વિંધ્યાચલ(પર્વત) અદ્યાપિ વૃદ્ધિ પામતો નથી.”—૧૧૯
આપત્તિ વખતે (હે દેવ!) તું જ એક અમારો આધાર છે. (આ પ્રમાણેની શેઠની પ્રાર્થના સાંભળીને) દેવ બોલ્યો કે:-“હે શેઠ! ચિંતા ન કરે.” (પછી) દેવી વાણી થઈ કે –
“સુણરે પાસ! મુઝ વચનવિલાસા,
મતિ મુકિસિ તું મુખિ નીસાસા; દેવ દૂયા પ્રિયંકર દાસા,
આવસિ પરણી પંચમી વાસા. ૧રો