________________
પ્રિયંકર નુ કથા
૧૮૧
सुकर्तव्यं तु कर्तव्यं, प्राणैः कण्ठगतैरपि ॥१२२॥ કંઠે પ્રાણ આવી જાય તો પણ ન કરવા યોગ્ય કાર્યનું આચરણ ન કરવું, [અને] કરવા જેવું હોય તે, કંઠે પ્રાણ આવી જાય તે પણ કરવું જ.”—૧૨૨
(વળી) રાજાની વિરૂદ્ધ કાર્યનું આચરણ કરવાથી જીવિતને પણ નાશ થાય. કેમકે –“(જે લેકો) દેશવિરૂદ્ધ, ગામવિરૂદ્ધ અથવા રાજાની વિરૂદ્ધ કામ કરે છે, તેઓ અહીંયાંજ બંધન, કલેશ અને મરણને પ્રાપ્ત કરે છે.”—૧૨૩
(આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થએલા રાજાએ સેવકોને હુકમ કર્યો કે – આને લાકડાની બેડીમાં નાખો. તેથી તેઓએ તેને લાકડાની એડીમાં નાખે. ( અને તેની આસપાસ પહેરેગીરો રહેવા લાગ્યા. (પછી) કુમાર વિચાર કરવા લાગે કે-ગુરૂએ કહ્યું છે કે વિષમ સંકટ ઉપસ્થિત થયે છતે વિશેષે કરીને ઉપસર્ગહર સ્તોત્રનું સ્મરણ કરવું. તેથી તેને ‘વરાજ પારંગથી શરૂ થતું ઉપસર્ગહરસ્તોત્ર એક ચિત્ત ૧૨૦૦૦ બાર હજાર વાર ગણ્યું. તે વખતે દુશ્મન રાજાના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે-આ બિચારાને છોડી મૂકવા દે. એને રાખી મૂકવાથી શો લાભ? તે અવસરે તેની સભામાં વિદ્યા સિદ્ધ એ કોઈ જ્ઞાની પુરુષ આવીને રાજાને આશીર્વાદ આપીને ત્યાં બેઠે. રાજાએ (પણ) કુશળ સમાચાર પૂછવાથી તે ઓ કે –
“રાજાઓની સૌમ્યદષ્ટિથી, પ્રજાજનોના હિતકારી વાથી અને સંબંધીજનના અંતઃકરણના વાત્સલ્યથી હું નિરંતર સુખી છું.”—૧૨૪
રાજાએ ફરી પૂછ્યું કે-“(હે જ્ઞાની પુરૂષ!] તમે શું શું જાણે છે ?”
તણે કહ્યું કે –“જીવિત-મરણ, ગમનાગમન, રોગ, ગ, ધન, કલેશ, સુખ દુઃખ અને (માણસનું) શુભાશુભ (બધું) જાણું છું.”—૧૨૫
પલિપતિએ કહ્યું કે “તો તું કહે કે-અમારા દુશ્મન એવા અશોકચંદ્ર રાજાનું મરણ ક્યારે થશે, કે જેણે અમારે બધો મુલક લઈ લીધે છે?”
સિદ્ધ પુરુષ બે કે –“હું એકાંતમાં કહીશ.” રાજાએ કહ્યું કે “અહીંયાં બધા મારા પિતાના માણસે જ છે, માટે તું કહે.” સિદ્ધ કહ્યું કે –
"षट्कर्णो भिद्यते मन्त्रः, चतुष्कर्णो न भिद्यते । द्विकर्णस्य तु मन्त्रस्य, ब्रह्माऽप्यन्तं न गच्छति ॥ ॥१२६॥