________________
- પ્રિયંક૨ ૫ કથા “वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसाः पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा भ्रष्टं नृपं सेवकाः । निद्रव्य पुरुषं त्यजन्ति गणिका दग्धं वनान्तं मृगाः
सर्वः स्वार्थवशाजनोऽभिरमते नो कस्य को वल्लभः ॥६॥ પક્ષીઓ ફળ રહિત વૃક્ષોને, સારસ (પક્ષીઓ) સુકાઈ ગએલા સરોવરને, ભમરાઓ ગંધ રહિત પુષ્પન, નોકરો ભ્રષ્ટ થએલા રાજાને, ગણિકાઓ નિધન પુરૂષને અને મૃગલાઓ બળી ગએલા વનનો ત્યાગ કરે છે. સર્વ કોઈ પોતપોતાના જ સ્વાર્થ માં રમણતા કરે છે, બાકી કઈ કઈને વલ્લભ નથી.” તેનું ગૌરવ કઈ પણ કરતું નથી. કારણ કે –
ગરવ કીજઇ અલવડી, નવિ કે કીયા ને રામ;
ગરથ વિહૂણા માણસહ, ગાદહ ચૂચા નામ.-૬૩ જેવી રીતે રામનું વનવાસમાં કોઈ માન કરતું ન હતું, તેવી જ રીતે ધન વગરના માણસનું કોઈ આદર સન્માન કરતું નથી, કારણકે ચાડીઆ માણસની ( ખેતરમાં ઊભા કરવામાં આવતા કપડાના માણસની) કેઈ ખબર લેતું નથી.”
ગુરૂએ પણ કહ્યું છે કે –
“જેમ કાફએ ધન ઉપાર્જન કર્યું, તેમ તું ધન મેળવ. આ જગત પૈસાદારોનું જ છે. કારણ કે નિર્ધન મનુષ્યમાં અને મરણ પામેલા માણસમાં હું આ જગતમાં કાંઈ જ અંતર નથી જોતો.”—૬૫
વેપારીની સ્ત્રીઓ અને બહેન પણ તેણીની હાંસી કરતી હતી. લગ્ન માટે ભેગા થએલા બીજા લોકો પણ કહેવા લાગ્યા કે –“અહો ! ભગિનીપણું સમાન હોવા છતાં પણ પુણ્ય અને પાપમાં કેટલું બધું અંતર છે? આ બિચારી રઈ વગેરેનું કામકાજ કરે છે, જ્યારે બીજી (બહેનો) રાણીની માફક (તેણીને ) આજ્ઞા કરે છે.” કારણ કે --
જેઓ તપ અથવા સંયમ આચરતાં નથી, તેઓ હાથ, પગથી બીજા મનુષ્યોની સમાન હોવા છતાં પણ પુણ્યભાવથી અવશ્ય હીનત્ત્વને પામે છે–નોકરપણાનું કામ કરે છે.”-૬૬
આ પ્રમાણે બહેનએ કરેલી હાંસીને જોઈને, મનમાં અતિ ખેદ પામેલી અને દુભાએલી એવી પાસદત્તની સ્ત્રી (પ્રિયશ્રી) વિચારવા લાગી કે –“લોકો કુલને કે ગુણને જોતા નથી, પરંતુ કેવળ ધનને જ માત્ર જુએ છે.” કારણ કે --