________________
મહામાભાવિક નવસ્મરણ. કાર્યને નાશ કરનારો થાય. જે પ્રવેશ કરતી વખતે ગધેડો જમણી બાજુ ભૂકો હોય તો કાર્યની સિદ્ધિ અખંડ કરે. જો આ પ્રમાણે ખચ્ચર પણ કાર્ય કરતા હોય તો આ પ્રમાણે જ ફળ આપનાર જાણો,
- શેઠ સારા શુકને પુત્ર સહિત પિતાના ઘેર જઈને સુખે ધર્મકાર્ય કરવા લાગ્યા. પ્રિયંકર પુત્ર દિવસે દિવસે માતા પિતાના મરોની સાથે વૃદ્ધિ પામવા લાગ્યો.
આ વખતે પ્રિયશ્રીના પિયરમાં પિતાના ભાઈને લગ્ન મહોત્સવ શરૂ થયે હતો, તેથી તેણીને બોલાવવાને તેને ભાઈ આવ્યું. તેણી (પ્રિયશ્રી) પણ હર્ષ પૂર્વક પોતાના ભાઈની સાથે પિતાના માતાપિતાને ઘેર આવી. કારણ કે –
માતા, પિતા, પતિ, પુત્ર અને પિયર એ પાંચ સ્ત્રીઓને વહાલા હેવાથી હર્ષનાં કારણ છે.”
તે વખતે તેની બીજી બહેને પણ પોતપોતાના ઘેરથી આવી. [તે બધી] ધનવાન હેવાથી, માન પૂર્વક, વાહન સહિત, પિત પિતાના પરિવાર તથા નોકર ચાકરો અને પુત્ર સહિત, ઉત્તમ વસ્ત્રો ધારણ કરીને, તાંબૂલની સુગંધથી મુખને શોભાયમાન કરતી, હીરાથી જડેલા સુવર્ણના આભરણથી તથા રાખડી અને તિલકથી શોભાયમાન હતી. કસ્તુરી (ના રસ)થી (ચીતરેલી) વેલડીઓથી શોભાયમાન એવી, જાઈ વગેરે સુગંધી ફૂલોથી (વેણીઓથી) મઘમઘાયમાન મસ્તકને વાળવાળી, દેશ (વિદેશ)માં પ્રખ્યાત એવા ધનવાન પતિઓવાળી, હાથીના જેવી ચાલવાળી, કાનમાં (પહેરેલા) સુવર્ણન કુંડલેથી શેભતી, કંઠમાં (પહેરેલા) મોતીના તથા સોનામહોરાના હારથી વિભૂષિત, આંગળીઓમાં રત્નજડિત સુવર્ણ મુદ્રિકાઓથી ભૂષિત અને સુવર્ણના કંકણાથી ભાયમાન હાથ વાળી, સર્વ કાર્યોની કળામાં પ્રવીણ એવી, અને સેનાના ત્રણ સરના તથા ચાર સરના હાર ધારણ કરેલા છે એવી, તથા સર્વ અંગે આભૂષણ ધારણ કરેલા હેવાથી, દેવાંગનાઓ જેવી સુંદર શોભાયમાન લાગતી હતી.
જ્યારે પાસદત્તની પત્નિ (પ્રિયશ્રી)તે સામાન્ય વસ્ત્રવાળી, જીર્ણ કાંચળી અને જીણું કસુંબી રંગના ઉત્તરીય વસ્ત્ર-સાડી વાળી, કાનમાં સીસાના કુડલવાળી, તાંબૂલા રહિત મુખકમલવાળી, મલીન છે મસ્તકના સમસ્ત વાળ જેના એવી, કંકણ, વીંટી તથા ઝાંઝર વગરના હાથ પગ વાળી, ગરીબાઈને લીધે કામ કરવાથી બરછટ થઈ ગયા છે હાથ જેણના એવી, પિતાના સગાઓ પણ જેને આદર કરતા નથી એવી, અત્યંત નિધન તે બિચારી ઘરના એક ખુણામાં બેસીને શરમની મારી મનમાં વિચારવા લાગી કે–જગતમાં કઈ કઈને વલ્લભ નથી. કારણ કે –