________________
૧૧૬
' મહામાભાવિક નવસ્મરણ.
જાતિ, વિદ્યા અને રૂપ-એ ત્રણે ભલે ખાડમાં પડે, પણ કેવળ ધનને જ વધારો કરે કે જેનાથી ગુણે પ્રગટ થાય છે.”—૬૭
[ અહા ] અભાગણી, અકમી અને પુણ્યવગરની એવી હું વિવાહમાં બહેનની હસીને પાત્ર થઈ છું, તે પૂર્વભવમાં ખંડિત કરેલા તપનું ફલ છે. કારણ કે –
અો ખમ્હા તપ કીયા, છતઈ ન દીધાં દાન;
તે કિમ પામઈ જીવડા; પરભાવિ ધન બહુમાન–૬૮ અડધેથી તપનું ખંડન કર્યું હોય અને છતી શક્તિએ દાન ન દીધું હોય, છે પરભવમાં ધન કે બહુ માનને કેમ કરી પામી શકે. ?”
પછી લગ્નમહોત્સવ વીતી ગયા બાદ તે ધનવાન બહેને ભાઈએ ઉત્તમ વસ્ત્રો અને બહુ મૂલ્ય આભૂષણ આપીને ગૌરવ સહિત સત્કાર કર્યો અને સાથે આવેલા દાસ દાસી પરિવારને સસરાના ઘરનાં વસ્ત્રોનું દાન કરીને-બક્ષિસ આપીને સંતુષ્ટ કરીને (એ)ભાગ્યશાળી બહેનને બહુ માનપૂર્વક પિતપોતાને સાસરે વિદાય કરી. [અને] નિર્ધન તથા અકમી એવી (પ્રિયશ્રીને) બહેનને ભાઈએ રંગવગરની, ટૂંકી અને જાડી એવી સાડી વગેરે આપીને પિતાના સાસરે વિદાય કરી. રસ્તે ચાલતાં મનમાં આર્તધ્યાન કરતી તેણે પોતાના આત્માને કહેવા લાગી કે -
“અરિ મન અપઉ ખંચ કરિ, ચિતાજલિ મ પાડિ;
ફલ તેનું પણ પામી, જેનું લિખિ નિલાડઈ-૬૯ હે મન ! સ્વસ્થ થા! ચિંતાની જાળમાં ન ફસાઈ જા ! [કારણ કે જેટલું ભાગ્યમાં લખ્યું હશે તેટલું જ ફલ મલશે.”
ભાઈએ પણ કેટલું બધું અંતર રાખ્યું-જુદાઈ રાખી? વળી પાછું મન વાળવા લાગીઃ
“હે મન ! તેટલું મ માગિ, જે તું દેખ પરણિ;
લહીયાં લેખિ લાભિ, અણહીઉં લાભઈ નહી.-૭૦ હે મન! પારકા પાસે જેટલું તું દેખે, તેટલાની ઈચ્છા કરીશ નહિ. (કારણકે) ભાગ્યમાં જે લેખ લખાયા હશે, તેનાથી વધારે કાંઈ પણ મલશે નહિ.” આ માટે મારે હવે તે ભાવથી આદરેલો ધર્મરૂપી ભાઈ જ નેહના કારણભૂત (અને મારા આધારરૂપ હો ! કારણ કે -
"विघटन्ते सुताः प्रायो, विघटन्ते च बान्धवाः। सर्व विघटते विश्वे, धर्मात्मानौ तु निश्चलौ ॥७॥