________________
૫૦
પ્રિયંકર નુ૫ કથા ધન વગર કોઈ મિત્ર પણ ન થાય. કહ્યું છે કે --
"जिणि दिणि वित्त न अप्पणइ, तिणि दिणि मित्त न कोइ । . कमलह सूरिज मित्त पुण, जल विण वयरी सोइ ॥४३॥
જે દિવસે આપણી પાસે ધન નહિ હોય, તે દિવસે કેઈપણ મિત્ર નહિ થાય. જેવી રીતે) સૂર્ય કમળને મિત્ર હોવા છતાં પણ પાણી ન હોય ત્યારે તે (સૂર્ય જ) દુશ્મન થાય છે.”
(પાસદત્ત શ્રેષ્ઠિના આ પ્રમાણેના વચન સાંભળીને) પ્રિયશ્રીએ શ્રેષિ પ્રત્યે કહા કે- હે સ્વામિન્ !) મેટે ભાગે પુરુષ સુંદર પરિણામવાળી બુદ્ધિવાળા હોય છે, છતાં મારું વચન સાંભળે-આ જગ્યાએ રંક શ્રેષ્ઠિની માફક આપણને કાંઈ પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. કહ્યું છે કે –
'पुत्रः १ पशुः २, पदाति ३ श्च, पृथिवी ४ प्रमदाऽपि ५ च ।
कुलश्रीवृद्धिदाः पञ्च, कुलश्रीक्षयदा अपि ॥४४॥ પુત્ર ૧, પશુ ૨, પદાતિ (પગે ચાલવાવાળા) ૩, જમીન ૪, અને સ્ત્રી ૫; આ પાંચ વસ્તુઓ કુળની લક્ષમીની વૃદ્ધિ કરનારા પણ છે અને કુળની લક્ષ્મીને નાશ કરનારા પણ છે.”
તેથી (હે સ્વામિન્ !) અહીં હવે એક ક્ષણવાર પણ રહેવું ઉચિત નથી. (પિતાની) સ્ત્રીના કદ્દાગ્રહથી શ્રેષ્ટિએ નગરમાં જવાનું માન્ય રાખ્યું કારણ કે –
“જ્ઞાં સ્ત્રીf a મૂળાં, વાઢાનાં ચૈવ રા.
अन्धानां रोगीणां चापि, बलवांश्च कदाग्रहः ॥४५॥ રાજાઓ, સ્ત્રીઓ, મૂર્ખાઓ, બાળકે તેમજ આંધળાઓ અને રેગીઓને કદાગ્રહ બહુ જ બળવાન હોય છે.”
તેથી શ્રેષ્ઠિ જેવા શહેરમાં રહેવા માટે શુભ મુહૂર્ત ચાલ્યો, તેવો જ બારણાની આગળ તેના પગમાં કાંટો વાગ્યો. (આ પ્રમાણે) સારા શુકનના અભાવે શેઠ ફરી તેજ ગામમાં રહ્યા. કહ્યું છે કે --
"छीए वत्थविलग्गे कह कह भणिए झत्ति कंटए भग्गे।
दिढे बिलाडसप्पे न हु गमणं सुंदरं होइ ॥४६॥ છીંક થાય, બાળક વળગી પડે, લોકો ક્યાં ક્યાં એવા શબ્દોથી પ્રશ્ન કરે, કંટક ભાંગે-વાગે, અને બિલાડો તથા સાપ જોવામાં આવે તે બહાર જવું સારું નહિ.”