________________
૫૪
મહામાભાવિક નવસ્મરણ. પિતાના સ્થાને બેઠેલા અને પ્રથમ (કામની શરૂઆત કર્યા પહેલાં) કાંઈપણ સ્વકાર્ય કરવાની ઈચ્છાવાળાને છીંક થાય તે, દિશા અને વિદિશાના-ખૂણાના ભેદથી શુભ અને અશુભસૂચક થાય છે. છીંક પૂર્વદિશામાં થાય તો તે અવશ્ય લાભને સૂચવે છે, અગ્નિખુણામાં થાય તો હાનિ કરનારી, દક્ષિણ દિશામાં થાય તો મરણ કરનારી, નૈત્રય ખુણામાં ખેદ કરનારી, પશ્ચિમ દિશામાં પરમ સંપત્તિને દેનારી, વાયવ્ય ખુણામાં શુભ સમાચાર આપનારી, ઉત્તર દિશામાં ધનને લાભ કરનારી, ઈશાન ખુણામાં લક્ષ્મી અને વિજયને દેનારી અને ઉંચે (બ્રહ્મ સ્થાનમાં) થએલી છીંક રાજ્યને આપનારી થાય છે. રસ્તે ચાલતાં સન્મુખ થએલી છીંક મરણનું સૂચન કરે છે, જમણી તરફ છીંક થઈ હોય તો પ્રયાણ નહી કરતાં પાછા ઘેર આવવું અને ડાબી તરફ છીંક થાય તો પૈર્ય અને સિદ્ધિની કરનારી સમજવી.”
તેથી રાજાએ હારને પિતાના ખજાનામાં રખાવ્યો. ફરી બીજા મુહૂર્તને વેગ આવે છતે રાજાએ ખજાનામાંથી હાર મંગાવ્યા. ખજાનચી ત્યાં (ખજાનામાં) તપાસ કરીને, રાજાની આગળ વિજ્ઞપ્તિ કરવા લાગ્યો કે –“ રાજન ! ત્યાંથી હાર અદશ્ય થઈ ગએલો છે, કોઈએ તે લઈ લીધે લાગે છે.”
રાજાએ કહ્યું-“મરવાની ઈચ્છાવાળો એવો બીજે કયો માણસ અહીં આવી શકે–પ્રવેશ કરી શકે ? ( અર્થાત્ તારા વિના બીજે કણ લઈ શકે ?).”
ખજાનચીએ કહ્યું કે –“(હે રાજન !) આ વિષયમાં હું કાંઈ પણ જાણતો નથી. છતાં પણ આપને મારા કથનનો વિશ્વાસ ન આવતો હોય, તો હું સોગન પૂર્વક આપ કહો તે પ્રકારનું દિવ્ય કરવા તયાર છું.”
(તે વખતે) મંત્રીએ કહ્યું કે:-“(રાજન્ !) કેઈ પણ વાતનો નિશ્ચય કર્યા વિને કેઈના ઉપર બેટું કલંક આપવું તે યંગ્ય નથી.” કહ્યું પણ છે કે –
"अविमृश्य कृतं काय, पश्चात्तापाय जायते।
न पतत्यापदम्भोधी, विमृश्य कार्यकारकः ॥१॥ વગર વિચારે કરેલું કાર્ય પશ્ચાતાપને માટે થાય છે અને વિચાર પૂર્વક કાર્ય કરનારને આપત્તિરૂપ સમુદ્રમાં પડવાને વખત આવતો નથી.”
તેથી મંત્રિના કહેવાથી રાજાએ સમસ્ત નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે –
“જે માણસ દેવવલ્લભ હારને પત્તે જણાવશે તેને, પ્રસન્ન થએલો રાજા પાંચ ગામ ઈનામમાં આપશે.”