________________
૧૫૫
પ્રિયંકર નુ૫ કથા. આ પ્રમાણે મોટા અવાજે સાત દિવસ સુધી સેવકે એ ઢંઢરે પીટયો, પરંતુ તે ઢઢેરાન કોઈએ પણ સ્વીકાર ન કર્યો (અર્થાત એ ઢઢેરાનો સ્પર્શ કરીને હારની શધ કરવાનું કોઈએ પણ માથે ન લીધું). [એટલે] પછી રાજાએ જ્યોતિષિઓને પૂછ્યું. તેઓએ કહ્યું કે –“હે રાજન્ ! હાર નહિ મળે.”
વળી ત્યાં એક ભૂમિદેવ નામને તિથી રહેતું હતું તેને બોલાવીને હારની પ્રાપ્તિ સંબંધી રાજાએ પૂછ્યું. તેણે કહ્યું કે “હે રાજેન્દ્ર ! આજ રાત્રે તપાસ કરીને-જોઈને કહીશ.”
તે દિવસ આપીને સવારે તેને બોલાવ્યો. તેણે કહ્યું કે –“ રાજેન્દ્ર ! (આ બાબત) ન પૂછશે, (કારણકે) નહિ કહેવાથી ડુંક દુઃખ છે, અને કહેવાથી મહાદુઃખ છે.” ( આ પ્રમાણે કહેવાથી) રાજાએ વિશેષ કરીને પૂછવાથી તેણે કહ્યું કે – “(હે રાજન !) લક્ષ મૂલ્યવાળો એ (દેવવલ્લભ) હાર જેની પાસેથી તમને મળી આવશે, તે તમારી પછી તમારી જ ગાદીએ રાજા થશે. આ બાબતમાં સંશય નથી; (કારણકે) આ દેવતાનું વચન છે–દેવતાએ કહેલું છે, પરંતુ ઘણું વર્ષ પછી [ આ પ્રમાણે બનશે ]. આ સંબંધમાં પુરા એ છે કે–આજથી ત્રીજે દિવસે તમારો હાથી મરી જશે.”
આ પ્રમાણે કાનમાં રેડેલા ગરમ સીસા જેવું તે (જ્યોતિષી) નું વચન સાંભળીને રાજા ક્ષણભર માટે મૂર્ણિત જેવો થઈ ગયે. મંત્રિએ કહ્યું કે –“ [હે સ્વામિન્ !] ચિંતા કરવાની કોઈ જરૂર નથી; ભવિતવ્યતાને કઈ ટાળી શકતું નથી.” કારણ કે –
"भवितव्यं भवत्येव, नारिकेलफलाम्बुवत् ।
गन्तव्यं गमयत्येव, गजभुक्तकपित्थवत् ॥१॥ નાળિયેરના ફળમાં જળપ્રાપ્તિની માફક જે થવાનું હોય તે થાય છે જ અને હાથીએ ખાધેલાં કેઠાંની માફક જે જવાનું હોય તે અવશ્ય જાય જ છે.”
ત્રીજે દિવસે હાથીનું મરણ થયું (અને) જ્યોતિષીનું કહેવું સાચું પડ્યું.
"अवश्यं भाविभावानां, प्रतीकारो न विद्यते। तदा दुःखैन बाध्यन्ते, नलरामयुधिष्ठिराः॥१॥ उदयति यदि भानुः पश्चिमायां दिशायां
विकसति यदि पन पर्वताये शिलायाम् । प्रचलति यदि मेरुः शीततां याति वह्निः तदपि न चलतीयं भाविनी कर्मरेखा ॥२॥