________________
પ્રિયંકર નૃ૫ કથા.
૧૫૩
યાર કરેલા તે નવીન મહેલને ચિત્રકળામાં નિપુણ એવા ચિત્રકારો સુંદર વિવિધ જાતિના ચિત્રોથી ચીતરવા લાગ્યા છે તથા સુવર્ણકારે– નીઓ રત્ન અને સુવર્ણના વિવિધ આભૂષણે ઘડે છે. આ વખતે જ દેવતાનું વરદાન પામેલા એવા સુવર્ણકાર-સોનીએ પાટલીપુત્ર નગરથી ત્યાં આવ્યા અને રાજાને મલ્યા, પ્રધાનેએ તેઓને) સુખ સમાચાર પૂછડ્યા. રાજાએ તેઓને કળાનું સ્વરૂપ પુછ્યું. તેઓ બોલ્યા કે “હે રાજન ! દેવતાના વરદાનવાળા એવા અમારાં ઘડેલાં આભૂષણે ધારણ કરે છે, તે જે રાજ્યને લાયક હોય તો તેને રાજ્ય મળે છે. (અને) બીજા સામાન્ય મનુધ્યાને તેથી મહત્વ પ્રાપ્ત થાય છે. તે પહેલાં રાજા હોય તો રાજાધિરાજ થાય છે.”
તેઓના વચનથી સંતુષ્ટ–હર્ષિત થએલ રાજાએ તેઓને એક અપૂર્વ હાર બનાવવાને હુકમ કર્યો. એનું, મોતી, ઉત્તમ જાતિના હીરા તથા રત્નો વગેરે જે કાંઈ જોઈએ તે આપવા માટે રાજાએ ખજાનચીને હકમ કરી દીધું. પછી ત્યાં દેખરેખ રાખવા માટે પોતાના વિશ્વાસુ માણસેની નિમણુક કરી. કારણકે કોઈને પણ વિશ્વાસ ન કરવો જોઈએ. કહ્યું છે કે –
“તાઈ તેલી તેરમ, તંબલી તલાર;
ઠગ ઠકુર અહિ દુજણહ, જે વીસરાઈ તે ગમાર.” અર્થા-વણકર, ઘાંચી, મોચી, તબેલી, કોટવાળ, ઠગ, ઠાકોર, સર્પ અને દુજનને જે વિશ્વાસ કરે તે મૂર્ખ સમજવો.
ત્યાર પછી તેઓએ છ મહિનામાં હાર ઘડીને તૈયાર કર્યો. રાજાને (હાર તૈયાર થયાની) વધામણી આપી. પ્રાતઃકાળે રાજસભામાં હાર મંગા, રાજા તે હાર જઈને હર્ષિત થયે, (અને) બધા લોકો પણ હર્ષિત થયા-વિસ્મય પામ્યા. રિાજાએ તે હારનું દેવવલ્લભ એવું નામ આપ્યું-પાડયું, અને સુવર્ણકારોને વસ્ત્ર ધન આદિક આપીને વિસર્જન કર્યા-રવાના કર્યા. મુહર્ત જોવામાં નિપુણ એવા નિમિત્તિયાઓને રાજાએ પૂછવાથી મુહૂર્ત જેવા લાગ્યા. તેઓએ જોઈને ઉત્તમ મુહૂર્ત જણાવ્યું. તેઓએ કહેલ શુભ મુહૂર્તે તે હાર મંગાવીને, હાર પિતાના હાથમાં લઈ જેટલામાં રાજા પિતાના ગળામાં પહેરવા ગયે, તેટલામાં જ એકમાત્ સભામાં નિત્ય ખુણામાં છીંક થઈ.
રાજાએ પૂછયું-“આ (છીંક) કેવી છે?” નિમિત્તશાસ્ત્રના જાણકારે કહ્યું કે“હે રાજન ! (આ છીંક) સામાન્ય છે. કારણ કે કહ્યું છે કે –