________________
૧૫૨
મહામાભાવિક અવસ્મરણ
ઘી, મંદિરમાં શ્રી આદિનાથની મૂર્તિ, વાદવિવાદમાં આળસ, રાજકુલમાં આડંબર હતો અને ભોગી (સર્પ)ને ઉપદ્રવ નકુલ (નેળીયા)ને જ હતો, બીજે કોઈ ઠેકાણે નહિ. (અર્થાત્ કુળવાન ન હોય તેને જ ભોગની ખામી હતી, અથવા તે તેવા નીચ કુળવાળાને જ તેના નીચ કૃત્ય પરત્વે ભેગી પુરૂષને ઉપદ્રવ હતો એટલે નકુળને ઉપદ્રવ ભોગી (સર્પ) ને હોય તેના કરતાં અહીં ઉલટું હતું ).
તે નગરમાં પ્રતાપી, પરાક્રમી, [ અને ] ન્યાયી અશોકચંદ્ર રાજા રાજ્ય કરતો હતે. (તેને) ફૂલની માળા જેવી વિવેક, વિનય, શીયલ, ક્ષમા વગેરે ગુણેની સુવાસયુક્ત અશોકમાલા (નામની) પટ્ટરાણી હતી. તે દંપતિને અરિસૂર, રણુસૂર અને દાનસૂર એ નામના દેવ, ગુરૂ, પિતા અને માતાના ભક્ત એવા ત્રણ પુત્રો હતા. રાજ્યને સાર પણ એજ છે. કહ્યું છે કે –
“चित्तानुवर्तिनी भार्या, पुत्रा विनयतत्पराः ।
वैरिमुक्तं च यद् राज्यं, सफल तस्य जीवितम् ॥ ચિત્તને અનુસરવાવાળી એવી સ્ત્રી, વિનયમાં તત્પર એવા પુત્ર, અને શત્રુ વગરનું જેને રાજ્ય હોય, તેવા પુરૂષનું જીવન સફળ જાણવું.”
વાવ, કિલ્લે, દેવમંદિર, વિવિધ વર્ણના લેકે, સુંદર સ્ત્રીઓ, બોલાવવામાં નિપુણ માણસો, વન, બગીચે, વૈદ્યો, બ્રાહ્મણ, જળ, વાદી, વિદ્વાને, વેશ્યાઓ, વાણીયાઓ, નદી, વિદ્યા, વીર, વિવેક, ધન, વિનય, સાધુએ, કારીગરે, વસ્ત્ર, હાથી, ઘેડ અને ઉત્તમ ખચ્ચર, આ (સંસ્કૃત ભાષામાં થી શરૂ થતા સાધ) થી રાજ્ય શોભે છે.
એક વખતે રાજાએ પોતાના અરિસૂર નામના પુત્રના લગ્ન મહોત્સવ શરૂ કર્યો, અને તેને માટે એક નવો મહેલ બનાવવા રાજાએ શિલ્પશાસ્ત્રમાં નિપુણ એવા માણસને બોલાવ્યા. (તેઓની સલાહ પ્રમાણે) અને વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે સુતાર નો મહેલ કરવા લાગ્યા. કહ્યું છે કે –
વૈશાખ, શ્રાવણ, માગશર અને ફાગણ તથા પિષ માસમાં ઘર કરવું, પણ બાકીના મહિનાઓમાં ન કરવું એ વારાહ મુનિને મત છે. તેમ જ ઘરમાં પૂર્વ દિશાએ લક્ષ્મીને ભંડાર–ખજાને, અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ દિશામાં શયનગૃહ, મૈત્ય ખુણામાં શસ્ત્રાગાર-હથિઆરે મૂકવાનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભોજન કરવાનું સ્થાન, વાયવ્ય ખુણામાં અનાજના કોઠાર-ધાન્ય સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તરદિશામાં સ્ત્રાનાગાર–સ્રાન કરવાનું સ્થાન તથા ઇશાન ખુણામાં દેવગૃહ-ઘર દહેરાસર અથવા ધાર્મિક ક્રિયા કરવાનું સ્થાન રાખવું.”