________________
૧૭
ઉવસગ્ગહર સ્તોત્ર तुह सम्मत्ते लढे , चिंतामणिकप्पपायकब्भहिए। पार्वति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ [ तव सम्यक्त्वे लब्धे चिन्तामणिकल्पपादपाभ्यधिके।
प्राप्नुवन्त्यविघ्नेन जीवा अजरामरं स्थानम् ] અર્થ –હે પ્રભુ ! ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળું તમારું સમ્યકત્વ પામે છતે જીવો કેઈ પણ પ્રકારના વિશ્વ વિના અજરામર સ્થાન એટલે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. આ ગાથામાં લઘુ ઓગણત્રીશ અને ગુરૂ છ મળી કુલ પાંત્રીશ અક્ષરે છે.
ચન્દ્રા, ટીકા-મન્ત્રાસ્નાયઃ
પ્રથમ પાર્શ્વનાથ પ્રભુની કલ્પના કરીને, જમણી બાજુ ધરણેન્દ્ર તથા ડાબી બાજુએ પદ્માવતી અને ઉપર બ્રહ્માણું તથા નીચે નાગના નામની કલ્પના કરીને વલય દઈને, તેના ઉપર આઠ પાંખડીઓમાં દરેકમાં નમાજ ૧ પર ૨ વિ. ૩ વરદ્ ૪ ાિ ૫ સ્ટંગ ૭ નમ: ૮ લખીને, બહાર ફરતી સેળ પાંખડીએમાં સેળ વિદ્યાદેવીનાં નામ અને એકેક સ્વર લખીને, ઉપર ચોવીશ પાંખડીઓ વાળા કમળની દરેક પાંખડીઓમાં ચોવીશ તીર્થકરની ચોવીશ માતાઓનાં નામમાંથી એકેક નામ આલેખીને, કારથી વીંટીને, ગ્રહ તથા દિગપાલનાં નામે કપીને, સુગંધી દ્રવ્યથી આલેખીને, સુગંધવાળાં ફૂલેથી નિરંતર વખતસર આ લઘુદેવકુલની પૂજા કરવાથી સર્વાર્થની સિદ્ધિ થાય છે. (આકૃતિ માટે જુઓ ૩૦ યંત્ર ૨૬ ચિત્ર નં. ૫૧) પૂજા મગ્ન પૂર્વોક્ત જ ગુરૂના મુખકમલથી જાણ. ગુરૂના ચરણ કમલની પૂજા બહુજ ધામધૂમ અને ભક્તિથી કરવી.
ચોથી ગાથાના મન્ચ તથા યન્ત્ર સમાપ્ત.
૧ “ઉત્તે’ એવો પાઠ પણ કેટલીક પ્રતમાં છે.