________________
૧૪૨
મહામાભાવિક નવસ્મરણ. વિજયા લખીને, તેને ફરતી (૩૪) તુહ સમ્મત્તે લદ્ધ, ચિન્તામણિ કપુપાયવહિએ; પાવંતિ અવિઘૃણ, જીવા અયરામરંઠાણું સ્વાહા. આ પ્રમાણે જેથી ગાથા સંપૂર્ણ વીંટીને, તેને ફરતાં ૩ઝ વન્નાવ ! સપુત્તિ! વાહ ! વારિવારિ! તવરામનાभूषिते! अत्र मण्डले आगच्छ आगच्छ स्वस्थाने तिष्ठ तिष्ठ स्वाहा समान. (तेने ફરતી (8) ઈય સંશુઓ મહાયસ ! ભત્તિબ્બરનિબ્બરેણુ હિયએણ; તા દેવ દિજ બહિ, ભવે ભવે પાસ ! જિણચંદ! આ પ્રમાણે પાંચમી ગાથા સંપૂર્ણ વટીને, તેને ફરતા ફ્રીંકારના ત્રણ આંટા મારીને, આ ચકની પ્રથમના યંત્રમાં બતાવી ગયા છીએ તે પ્રમાણે સ્થાપના કરવી. આ પ્રમાણે ચિન્તામણિ ચક (યંત્ર)ની સ્થાપના વિધિ જાણવી. (આકૃતિ માટે જુઓ ૩૨૦ યંત્ર ૧૦ ચિત્ર નં. ૩૫)
કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી તાંબાના ભાજનમાંપતરા ઉપર, અથવા ભેજપત્ર પર આ યંત્ર લખીને, વેત વસ્ત્ર, ત આભૂષણ, વેત પુષ્પની માળા, ચંદનનું વિલેપન વગેરે કરીને, એકાંત શુચિપ્રદેશે સાધકે નાસિકા પર ચક્ષુઓ. સ્થાપન કરીને, ત્રિકાળ (સવાર, બપોર અને સાંજ) ૧૦૮ એકસો આઠ વખત મૂલમન્ચનું ધ્યાન કરીને, ઉત્તમ સુગંધીવાળા અને કરમાયાં વગરનાં ત ૧૦૮ એકસો આઠ ફૂલોથી પૂજન કરવું. આ પ્રમાણે વિધિ પૂર્વક પૂજન તથા ધ્યાન કરવાથી સાધકને સર્વ સંપદાની પ્રાપ્તિ થાય છે, દરેક જાતના રોગોનો નાશ, સર્વ જાતનાં દુષ્ટ ભયેનું નિવારણ, કીતિ, યશ તથા સારા ભાગ્યની પ્રાપ્તિ અને ઈચ્છિતફલની પ્રાપ્તિ નિશ્ચય કરીને થાય છે. વળી કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી ભોજપત્ર પર લખીને, ગળામાં ધારણ કરવાથી તથા સુગંધીદાર [સફેદ) ૧૦૦૦ એક હજાર ફૂલેથી જાપ કરવાથી રાજા, અગ્નિ, ચેર, શાકિની વગેરે તરફથી ઉપસ્થિત થતા સર્વ પ્રકારના શુદ્રોપદ્રવોમાં રક્ષણ થાય છે. અહીં પણ નવમા યંત્રમાં કહી ગએલે પૂજામ જાણ.
આ પ્રમાણે ચિંતામણિ ચક (યંત્ર)ની સ્થાપના વિધિ તથા પૂજા વિધિ જાણવી.
બીજી ગાથાના મન્ટો તથા યન્ત્ર સમાપ્ત.