________________
ઉવસગ્ગહર સ્તોત્ર
चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्खदोहगं ॥३॥ [तिष्ठतु दूरे मन्त्रः तव प्रणामोऽपि बहुफलो भवति ।
नरतिर्यक्ष्वपि जीवाः प्राप्नुवन्ति न दुःखदौर्गत्यम् ॥] અર્થ – પ્રભુ ! વિષધર કુલિંગ નામનો મગ્ન તો દૂર રહો, પરંતુ તમને કરેલ પ્રણામ માત્ર પણ બહુ ફલને આપવા વાળા થાય છે, કારણકે તમને પ્રણામ માત્ર પણ કરનારા જેવો છે નર એટલે મનુષ્યને વિષે ઉત્પન્ન થએલા હોય, તો રેગાદિકે રહિત અને સારી સમૃદ્ધિવાળા થાય અને જે તિદિકુ વિ એટલે તિયચમાં પણ ઉત્પન્ન થએલા હોય, તે પણ કનક, રત્ન, ચિંતામણિ, કદુમ, પટ્ટ તુરંગમ અથવા જયકુંજરાદિ પણે ઉત્પન્ન થાય અને ત્યાં પણ પૂજા પામે. વળી તમોને પ્રણામ માત્ર પણ કરનારા છ દુઃખ અને દારિદ્રયપણાને તે પ્રાપ્ત થતા જ નથી. આ ગાથામાં લઘુ તેત્રીશ અને ગુરુ ચાર મળી કુલ સાડત્રીશ અક્ષરે છે.
ચન્દ્રા ટીકા-મત્રાસ્નાય:-હકારની મધ્યમાં [સાધક] નું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં દકાર લખીને, ઉપર દકારના ત્રણ આંટા ફરતા કરવા (આકૃતિ માટે જુઓ ૩૨૦ યંત્ર ૧૧ ચિત્ર ન. ૩૬)
આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને, ૩ હૈં ન અરિહંતા હૂં નમઃ' આ મન્નથી ૧૦૦૮ એક હજાર આઠ સફેદ (સુગંધીદાર). પુપે મન્દીને પૂજન કરીને, પંચરત્નની પિટકી તથા આ યંત્ર કુમારીએ કાંતેલા સુતરથી સ્ત્રીના કંઠે અથવા ડાબી ભુજાએ ધારણ કરાવવાથી વધ્યાપણાને નાશ થાય છે.
વળી દકારની અંદર [સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીએમાં ૩ૐ હ્રીં શ્રીં આ ત્રણ અક્ષરે દરેક પાંખડીમાં સ્થાપીને-લખીને, ફ્રકારના ફરતા ત્રણ આંટા મારીને, ઉપરના (અગિયારમા યંત્રમાં બતાવેલા) મન્નથી પૂજન કરવાથી મૃતવત્સા દેષનો નાશ થાય છે. (આકૃતિ માટે જુઓ ૩૦૦ ચંદ્ર ૧૨ ચિત્ર નં. ૩૭) જે સ્ત્રીને મરેલાં કરાં અવતરતાં હોય અથવા જન્મીને તરત જ મરી જતાં હોય તેને મૃતવત્સા દેષ કહે છે.]
૧ “ાર' એવો પણ કેટલીક પ્રતોમાં પાઠ છે.
૨ હીરો માણેક, પાનું, મોતી તથા પ્રવાલ તેના અભાવે તાંબુ, પ્રવાલ, મેતી, માણેક અને સોનાનો હાલમાં ઉપયોગ કરવામાં આવે છે.