________________
૧૨૬
મહામાભાવિક નવસ્મરણ ચંદ્રની કલાના આકારે સૂક્ષ્મ અને સૂર્યની માફક દેદીપ્યમાન અનાહત નામના દેવ [દ વણ) ને પુરાયમાન થતું ચિંતવવો. તે જ અનાહતને અનુક્રમે વાળના અગ્રભાગ સરખે સૂક્ષ્મ ધ્યાવ. પછી ક્ષણ વાર સારૂં જગત અવ્યક્ત (નિરાકાર) તિમય છે તેમ જેવું.-૨૬, ૨૭
प्रच्याव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरं । ज्योतिरक्षयमत्यक्षमन्तरुन्मीलति क्रमात ॥२८॥ इति लक्ष्यं समालम्ब्य लक्ष्याभावः प्रकाशितः।
निषण्णमनसस्तत्र सिध्यत्यभिमतं मुनेः ॥२९॥ પછી તે લક્ષ્યમાંથી મનને ધીમે ધીમે ખસેડીને, અલક્ષ્યમાં સ્થીર કરતાં, ક્ષય ન થાય તેવી અને ઇંદ્રિયને અગોચર, તિ અનુક્રમે પ્રગટ થાય છે. આ પ્રમાણે લક્ષ્યનું આલંબન લઈ નિરાલંબનતારૂપ લક્ષ્યાભાવને પ્રકાશીત કરાય છે. તેથી અલક્ષ્યમાં નિશ્ચલ મનવાળા મુનિઓનાં મનવાંછિત સિદ્ધ થાય છે.–૨૮, ૨૯
પ્રણવનું ધ્યાન, तथा हृत्पद्ममध्यस्थं शब्दब्रह्मैककारणम् । स्वरव्यंजनसंवीतं वाचकं परमेष्ठिनः
+ રૂમ मूर्द्धसंस्थितशीतांशुकलामृतरसप्लुतम् ।
कुम्भकेन महामन्त्रं प्रणवं परिचिंतयेत् ॥३२॥ તથા હદય કમળમાં રહેલા સમગ્ર શબ્દબ્રહ્મની ઉત્પત્તિનું એક કારણ, સ્વર તથા વ્યંજન સહિત પંચપરમેષ્ઠિ પદ વાચક, તથા મસ્તકમાં રહેલ ચંદ્રકલામાંથી ઝરતા, અમૃતના રસે કરી ભિંજાતા મહામંત્ર પ્રણવ (૩૩ કાર)ને કુંભક કરીને ચિતવ.૩૦, ૩૧.
पीतं स्तम्भेऽरुणं वश्ये क्षोभेण विद्रुमप्रभम् ।
कृष्णं विद्वेषणे ध्यायेत् कर्मघाते शशिप्रभम् ॥३२॥ સ્તંભન કરવામાં પીળા કારનું ધ્યાન, વશીકરણમાં ઉગતા સૂર્ય જેવું લાલ, ક્ષોભમાં પરવાળાના જેવું રાતું, વિદ્વેષણ કર્મમાં કાળું અને કમને નાશ કરવામાં ચંદ્રની કાંતિ જેવા ઉજ્વળ ૩ૐકારનું ધ્યાન કરવું.-૩૨
પંચપરમેષ્ઠિ મંત્રનું ધ્યાન तथा पुण्यतमं मंत्रं जगत्रितयपावनम ।
योगी पंचपरमेष्ठिनमस्कारं विचिंतयेत् ॥३३॥ તથા ત્રણ જગતને પવિત્ર કરનાર એવા મહા પવિત્ર પંચપરમેષ્ટિ નમસ્કાર મંત્રનું યેગીઓએ વિશેષ પ્રકારે ચિંતવન કરવું–૩૩