________________
૧૨૫
પદધ્યાનનું સ્વરૂપ. नियांत तालुरंध्रेण स्रवन्तं च सुधारसं । स्पर्धमानं शशांकेन स्फुरतं ज्योतिरंतरे રા संचरन्तं नभोभागे योजयन्तं शिवश्रिया।
सर्वावयवसंपूर्ण कुंभकेन विचिंतयेत् ॥२२॥ અથવા ઉપર અને નીચે રેફ સહિત તથા કલા અને બિંદુથી દબાએલ અનાહત સહિત મંત્રાધિરાજ (ગર્દે) ને સુવર્ણ કમલમાં રહેલો, ગાઢ ચંદ્રના કિરણોની માફક નિર્મલ, આકાશમાં સંચરતો અને દિશાઓમાં વ્યાપ્ત થતું ચિંતવ. ત્યાર પછી મુખકમળમાં પ્રવેશ કરતા, થ્રલતાની અંદર ભમતા, નેત્ર રૂપી પત્રમાં સ્કુરાયમાન થતા, ભાલમંડળમાં રહેતા (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૪) તાળુના રંધ્રથી બહાર નીકળતા, અમૃતરસને ઝરતા, ઉજવળતામાં ચંદ્રની સાથે સ્પર્ધા કરતા, જ્યોતિષ મંડલમાં પુરતા, આકાશના ભાગમાં સંચરતા અને મોક્ષલક્ષ્મી સાથે જોડતો સર્વ અવયથી સંપૂર્ણ [મંત્રાધિરાજને ] બુદ્ધિમાન યોગીઓએ કુંભક કરીને ચિતવ.-૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨.
अकारादि हकारांतं रेफमध्यं सबिंदकं।
तदेव परमं तत्वं यो जानाति स तत्ववित् ॥२३॥
કાર જેની આદિમાં તથા હું કાર જેના અંતમાં છે અને મધ્યમાં બિંદુ સહિત રેફ છે, તે જ [] પરમતત્ત્વ છે. તેને જે જાણે છે તે તત્ત્વને જાણ છે.-૨૩
महातत्त्वमिदं योगी यदैव ध्यायति स्थिरः ।
तदेवानन्दसंपद्भर्मुक्तिश्रीरुपतिष्ठते ॥२४॥ મનને સ્થિર કરી સ્થિર થઈ, યેગી જ્યારે આ [1] મહાતત્ત્વનું ધ્યાન કરે છે, તે જ વખતે તેને, આનંદ સંપદાની ભૂમિ સમાન મોક્ષ લક્ષમી સમીપ આવી ઊભી રહે છે.-૨૪
रेफबिंदुकलाहीन शुभ्रं ध्यायेत्ततोऽक्षरम् ।।
ततोऽनक्षरतां प्राप्तमनुच्चार्य विचिंतयेत् ॥२५॥ રેફ, બિંદુ અને કલા રહિત એવા ઉજ્વળ [g) વર્ણનું ધ્યાન કરવું, પછી તે જ અક્ષર, અનક્ષરતા ( અર્ધ કલાના આકારને પામેલે) અને મુખે ઉચ્ચાર કર્યા વિના મનમાં ચિંતવ.-૨૫
निशाकरकलाकारं सूक्ष्म भास्करभास्वरं । अनाहताभिधं देवं विस्फुरंतं विचिंतयेत् તેરા तदेव च मात्सूक्ष्मं ध्यायेद्वालाग्रसंनिभं । क्षणमव्यक्तमोक्षेत जगज्ज्योतिर्मयं ततः ૨ણા