________________
પ્રસ્તાવના.
॥श्री वीतरागाय नमः॥ આ ચરાચર સૃષ્ટિના દરેકે દરેક સંપ્રદાયના મહાપુરૂષોએ પિતપોતાના ઈષ્ટદેવોના ગુણાનુવાદ ગાવા માટે પ્રાતઃસ્તુતિઓ વગેરેની રચના કરેલી છે. તેવી જ રીતે પ્રાતઃસ્મરણીય પંડિત પ્રવર જનાચાર્યોએ પણ દરેક સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરીને સ્તુતિ-સ્તેત્રાદિક સાહિત્યની રચના વિશાળ પ્રમાણમાં કરીને, જનસાહિત્યને વધુને વધુ પ્રમાણમાં નવપલ્લવિત કરવામાં પિતપતાનો ફાળો આપ્યો છે.
જેન સાહિત્યરૂપી વિશાળ મહાસાગરના ઉદરમાં છુપાએલાં એવાં ૧૧૦ અપૂર્વ સ્તોત્રમૌક્તિકોને સંગ્રહ કરી, દક્ષિણવિહારી સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રી અમરવિન્યજીના શિષ્ય શ્રી ચતુરવિજ્યજી ના હાથે સંશોધન કરાવી ઈ. સ. ૧૯૩૨ માં મારા તરફથી જનસ્તોત્રસદેહના પ્રથમ વિભાગ (કિમત, રૂ!. ૫-૦-૦) તરીકે અને ઇ. સ. ૧૯૩૬ માં તેઓશ્રીને જ શુભહસ્તે સંશોધન કરાવી જૈનસ્તોત્ર દેહના બીજા ભાગ (મંત્રાધિરાજ ચિંતામણિ કિંમત, રૂા. ૭-૮-૦) તરીકે, પુરૂષાદાની શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતાં મંત્રમંત્રાદિ તેમ જ યમકશ્લેષાદિથી અલંકૃત ૬૪ ચોસઠ સ્તોત્રો અને તેને લગતા ૬૫ પાંસઠ યંત્રોના આર્ટ પેપર ઉપલ છાપેલાં ચિત્રો સહિત તથા ઈ. સ. ૧૯૩૭ માં ગુજરાત કોલેજના સંસ્કૃત તથા અર્ધ માગધી ભાષાના અધ્યાપક પ્રોફેસર. કે. વી. અત્યંકર પાસે સંશોધન કરાવી ભૈરવપદ્માવતીકા” નામે જેન મંત્રશાસ્ત્રનો મહાન ગ્રન્થ (કિંમત.રૂ. ૧૫-૦-૦) તેને લગતા પ્રાચીન યંત્રોના ચિત્રો સહિત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે ગ્રન્થને એતદેશીય તેમજ પાશ્ચાત્ય વિદ્વાનોએ સાભાર સ્વીકાર કરી મારા ઉત્સાહમાં વધારો કર્યો છે અને મને આ ગ્રન્થ બહાર લાવવા ઉત્સુક કર્યો છે.
જનાચાર્યોએ રચેલા સેંકડો સ્તુતિ-સ્તોત્રો પૈકી જુદા જુદા સમયે અને જુદા જુદા મહાપુરૂએ રચેલાં પ્રસ્તુત ગ્રન્થમાં છપાએલાં “નવ સ્મરણે” જૈન સમાજમાં તેની પ્રાભાવિક્તાને લીધે વધારે માન્ય અને પ્રચલિત હોવાથી જ પ્રસ્તુત ગ્રન્થ પ્રસિદ્ધિમાં મૂકવા હું ઉત્સુક થયો છું. પ્રસ્તુત ગ્રન્થનું નામ જે “મહામાભાવિક નવસ્મરણ” રાખવામાં આવ્યું છે, તે ખરેખર વાસ્તવિક જ છે અને તેની વાસ્તવિકતાની ખાત્રી વાંચકોને પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવેલી છે તે મરણના પ્રભાવને લગતી કથાઓ સ્વયં આપશે અને વાંચક પોતે પણ તે ન સ્મરણોનો નિત્ય પાઠ કરીને તેને લાભ મેળવીને સ્વયં ખાત્રી કરી લેશે એટલે તેને તે બાબતમાં સંદેહ જરાએ રહેશે નહિ જૈન સમાજમાં જન્મેલો નાનામાં નાન જૈન બાલક પણ આ નવમરણથી અજ્ઞાત નથી અને તેથી જ પ્રસ્તુત નવસ્મરણોને લગતું ઘણું જ સાહિત્ય આજસુધીમાં પ્રકાશિત થએલું મલી આવે છે, પરંતુ આ નવે સ્મરણોને લગતાં યંત્ર, મંત્ર, તંત્ર તેના વિધિ, વિધાન તથા તેના પ્રભાવને લગતી કથાઓ એક જ ગ્રંથમાં એકત્ર કરીને પ્રકાશિત કરવાનો મારો આ પ્રયાસ પહેલાં કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિ તરફથી પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું મારા ખ્યાલમાં નથી.