________________
સ્મરણ” એટલે જે વસ્તુની વારે ઘડી હૃદયમાં યાદી આવ્યા કરતી હોય, જેને આપણે ચાલુ ભાષામાં સંભારણું કહીયે છીયે અને એવાં સંભારણાં તો વહાલામાં વહાલા ઈષ્ટ જનનાં જ હોઈ શકે, જ્યારે આ “અરણે” તો ઇષ્ટ જનોને પણ ઇષ્ટ એવાં ઈષ્ટદેવનાં છે એટલે તેને નામ “મરણ' આપવું તે વાસ્તવિક જ છે. હવે અહીંયાં પ્રશ્ન એ થાય છે કે આવાં સ્મરણોની સંખ્યા નવ જ કેમ રાખવામાં આવી, આઠ નહિ, સાત નહિ, દશ, અગિયાર નહિ પણ નવની
જ સંખ્યા કેમ ? નવની જ સંખ્યા રાખવાનો પૂર્વ પુરુષનો હેતુ શો હશે તે તો મારા જેવાએ કલ્પના કરવી બહુ મુશ્કેલ છે, તે પણ મને તે લાગે છે કે નવકારને ૫૬ નવ, તો પણ નવ, સિદ્ધચક્રજીના પદ પણ નવ, તેમ મરણ પણ નવ જ રાખવાનો હેતુ નવો અંક અક્ષય છે તે પણ હોય. કારણકે એકથી નવ અંકમાં એકલો નવો જ અંકે અક્ષય છે અને તેને ક્ષય કદાપિ પણ થતો જ નથી. દા. ત. ૯૪૧=૯ ૯૪૨=૧૮ - ૯૪૩=૨૩=૯ નવની સંખ્યાને ગમે તેટલી સંખ્યાએ ગુણશે તે જે ગુણાકાર આવશે તેને સરવાળે પાછો નવ નવ જ આવીને ઊભો રહેશે. આ જ પ્રમાણે તમારી ઇચ્છા મુજબ સેંકડ, હજારે અથવા લાખનો અંક લખે અને તે અંકનો અનુક્રમે સરવાળો કરો જ્યાં નવાંક શેષ નહી આવે ત્યાં શેષાંક તે લખેલી રકમમાંથી બાદ કરશે તે જે રકમ શેષ રહે તેમાંથી જ્યાં સુધી નવાં નહિ આવે ત્યાં સુધી ગણશો એટલે છેવટમાં નવાંક જ અવશેષ આવીને ઊભો રહેશે. દા. ત. ૧૭૭૩૭નો આંક લીધે તેને આખરે અવશેષ નવાંક આ પ્રમાણે આવશે -
૧૭૭૩=૨૫
૨૫ ૧૭૭૧૨=૧૮=૯ આ પ્રમાણે નવાંક હમેશાં અખંડિત છે, તે કદાપિ ખંડિત થતો નથી અને તેથીજ આ સ્મરણોની, તની, નવકારના પદોની અને સિદ્ધચક્રના પદની સંખ્યા પણ પૂર્વ પુરુષોએ નવની રાખી હોય એમ લાગે છે. ૧ નમસ્કાર મંત્ર
આ નવ સ્મરણમાં પણ પ્રથમ સ્થાન નવકારને આપવાનું પણ તે જ કારણ છે અને આ નવકાર મંત્ર તે જૈન શાસનના સારભૂત ચૌદ પૂર્વમાંથી ઉદ્ધત કરેલ છે અને તેથી જ તે ચિંતામણિ અને કામકુંભથી પણ અધિક ફલને આપવા વાળો છે, વળી આ નમસ્કાર મહામત્રના નવપદો માં અનુક્રમે અણિમા વગેરે અષ્ટ સિદ્ધિ સમાએલ છે, જે આગળ વ્યાકરણના ન્યાયે પણ સાબીત કરી બતાવેલી છે. નવકાર મન્ત્રની શરૂઆત કયારથી થઈ તે સંબંધમાં લખતાં એક પ્રાચીન કવિતમાં જણાવ્યું છે કે –
“આગે ચૌવીશી હુઈ અનંતી, હોશે વાર અનંત;
નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત.” વળી તેના મહિમા સંબંધી સિદ્ધસેનસૂરિએ બનાવેલ “નમસ્કાર માહાભ્ય” પણ શ્રી જનધર્મ પ્રસારક સભાએ વિ. સં. ૧૯૭૬ માં છપાવેલ માંપુત્ર ચરિત્ર અને શ્રી નમસ્કાર માહાભ્ય”