________________
નિવેદન વાર ક્ષેત્રપાલ'ના પ્રાચીન ચિત્ર સહિત આપવામાં આવેલ છે. વળી પ્રસ્તુત ગ્રન્થમાં વીશ તીર્થકરનાં પ્રાચીન ચિત્રો શ્રીયુત ફૂલચંદજી ઝબક (લોથીવાળા)ના સંગ્રહમાંની હસ્તપ્રત ઉપરથી આપવામાં આવેલાં છે. આ ગ્રન્થમાં પ્રગટ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રેરણા લઈને કઈ મહાનુભાવ બતાવેલી વિધિ અનુસાર મંત્રસાધના કરીને જિનશાસનની કીર્તિ પ્રસરાવવા ઉઘુક્ત થશે તે મારી આ સંગ્રહ પ્રગટ કરવાની મહેનત સફળ થએલી લેખીશ.
આ ગ્રન્થમાં બતાવેલા પ્રયોગોમાં કેટલેક ઠેકાણે મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન, વિદુષણ વગેરે કર્મોના ઉલ્લેખ કરવામાં આવેલા છે, તેનો દુરુપયોગ નહિ કરવા વાંચકોને મારી નમ્ર અને આગ્રહભરી વિનંતિ છે, છતાં પણ કોઈ તેને દુર્પણ કરશે. તે તેના પાપનો ભાગીદાર હું નથી, કારણકે આવા મંત્રાસ્નાયના ગ્રન્થો પ્રગટ કરવાનો મારો ઉદ્દેશ મુખ્યત્વે કરીને આ છિન્નભિન્ન થઈ ગએલા સાહિત્યનો ઉદ્ધાર કરીને એકત્ર કરવાનો છે અને તે કરેલો ઉદ્ધાર જિનશાસનની રક્ષા નિમિત્તે ભવિષ્યમાં કોઈક વખત ઉપયોગમાં આવશે તે છે.
અણુસ્વીકાર આ ગ્રન્થમાં છાપવામાં આવેલી કૃતિઓ પૈકી જે જે કૃતિઓ બીજી સંસ્થાઓની અથવા તે બીજી વ્યક્તિઓની છે તે તે સંસ્થાઓનો તથા વ્યક્તિઓને નામનિર્દેશ તે તે સ્થળે કરવામાં આવેલો છે, છતાં પણુ શરતચૂકથી કઈ ઠેકાણે નામનિર્દેશ કરવાનું રહી ગએલ હોય તો તે બદલ તેઓની ક્ષમા ચાહું છું.
વળી ગ્રન્થમાં છપાવેલાં પ્રાચીન ચિત્રો સિવાયનાં બધાં યે યંત્રો તથા ચિત્રોની આકૃતિઓ તિશિલ્પશાસ્ત્ર તથા મંત્રશાસ્ત્રના જાણકાર વયોવૃદ્ધ ગુદેવ શ્રી જયસિંહસૂરિશ્વરજીએ પિતાની છાસઠ વર્ષની ઉમરે પોતાના હાથે જ ચીતરીને આપવામાં જે અથાગ શ્રમ લીધે છે તે માટે હું તેઓશ્રીનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.
પ્રસ્તુત ગ્રંથ દયાવારિધિ માણેકલાલ ચુનીલાલ શાહ. રૂના દલાલ અમદાવાદવાળાને તેટલા જ માટે સમર્પિત કરવામાં આવેલો છે કે મારી સાહિત્યપ્રવૃત્તિને વધુમાં વધુ ઉત્તેજિત કરવામાં તેઓશ્રીને મુખ્ય ફાળો છે. તેમના જેવા ઉદાર ગૃહસ્થની ઉત્તેજના વિના આવા આર્થિક સંકડામણુના સમયમાં આવા મહામૂલ્ય ગ્રન્થોનું પ્રકાશન થઈ શકે જ નહિ.
આ પુસ્તકના ટાઈટલનું, બ્લોકોનું તથા બ્લેક છાપવાનું કામકાજ સુંદર રીતે કરી આપવા તથા પુસ્તકને સુંદર બનાવવા માટે વખતોવખત સૂચનો માટે “કુમાર પ્રિન્ટરીના’ના સંચાલક શ્રીયુત બચુભાઈ રાવતને, મૂળ સંસ્કૃત તથા ગુજરાતી ભાષાંતરનું છાપકામ કરી આપવા માટે તથા સંશાધનાદિ કાર્યમાં સહાય આપવા માટે “શ્રી શારદા મુદ્રણાલય’ના વ્યવસ્થાપકોન, તથા કવર ડીઝાઈન બનાવી આપવા માટે મુરબી શ્રી રવિશંકર રાવળને અત્રે આભાર માનું છે.
અંતમાં આ પ્રકાશન પછી મારા તરફથી “શ્રી ઘંટાકર્ણમંત્ર યંત્ર કલ્પાદિ સંગ્રહ’ નામનું પુસ્તક તૈયાર થાય છે તે તરફ વાંચકોનું ધ્યાન ખેંચીને મારું આ નિવેદન સમાપ્ત કરવાની રજા લઉં છું. ભાદરવા સુદી પંચમી (મહામાંગલ્ય પંચમી)
સારાભાઈ મણિલાલ નવાબ નવી પત્થર ચાલ વડેદરા