________________
મહામાભાવિક નિવસ્મરણ.
તાત કહે હું શું કરું, મુજને તો તું મારો રે; . માતા વેચે તાહરી, મારો નહી કાંઈ જેરો રે. કર્મ૦ ૧૪ કાક પણ પાસે હતો, કાકી મુજને રાખે રે; કાકી કહે હું શું જાણું, મારે તું શુ લાગે રે. કર્મ. ૧૫ બાળક રોતો સાંભળી, માસી પુઆ તે આવે રે; બહેન પણ તિહાં બેડી હતી, કિણહી મુજને રાખો રે. કર્મ૧૬ જે જે ધન અનરથ કરે, ધન પડાવે વાટ રે; ચોરી કરે ધન લોભી, મરીને દુર્ગતિ જાય છે. કમ હાથ પકડીને લઈ ચાલ્યા, કુંવર રાવણ લાગે રે; મુજને રાજા હમશે, ઈમ બાળક બહુ ઝુરે રે. કર્મ. ૧૮ બાળક તવ લેઈ ચાલ્યા, આખા ભર બજારે રે; લોક સહુ હા હા કરે, વે બાળ ચંડાળ રે. કર્મ. ૧૯ લોક તિહાં બહુળા મિલ્યા, જોવે બાળકુંવારો રે; બાળ કહે મજ રાખી , થાશું દાસ તુમાર રે. કર્મ. ૨૦ શેઠ કહે રાખું સહી, ધન આપી મુહ મા રે; રાયે મંગાવ્યા હોમવા, તે તો નહી રખાય રે. કર્મ ૨૧ બાળકને તે લઈ ગયા, રાજાજીની પાસે રે; ભટજી પણ બેઠા હતા, વેદશાસ્ત્રના જાણે રે. કર્મ. ૨૨ ભટજીને શા કહે, દેખે બાળકુંવારી રે; બાળકને શો દેખ, કામ કરો મહારાજા રે. કર્મ૦ ૨૩ બાળ કહે કર જોડીને, સાંભળે શ્રી મહારાજા રે; પ્રજાને પીયર તમે, મુજને કીમ હોમીજે રે.
કર્મ. ૨૪ રાજા કહે મૂલે લીયે, માહરે નહી અન્યાયે રે; માતાપિતાએ તેને વેચી, હેમવા આ આજો રે. કમ ગંગોદકે નવરાવીને, ગળે ઘાલી ફૂલની માળા રે; કેસર ચંદન અચીને, બ્રાહ્મણ ભણે તવ વેદે છે. કર્મ અમરકમર મન ચિતવે, મુજ શીખવી સાધુ રે; નવકાર મંત્ર છે મોટકે, સંકટ સહુ ટળી જશે રે. કર્મ૦ ૨૭ નવપદ ધ્યાન ધરતાં થકાં, દેવ સિંહાસણ કંગે રે; ચાલી આવ્યો ઉતાવળો, જિહાં છે બાળકુંવારો રે. કર્મ. ૨૮