________________
૧૧૪
મહામાભાવિક નવસ્મરણ.
કરવા લાગી. વેશ્યાએ દિવસભર તેઓને વિલાસી વા, હાવભાવ, કટાક્ષે, અંગસ્પર્શ, વાપ્રહાર અને છેવટે મુષ્ટિપ્રહાર પણ કર્યો, પરંતુ પવનથી પર્વતનું શિખર જેમ ચલાયમાન થાય નહિ. તેમ તેઓશ્રી એક પંચ માત્ર પણ ચલાયમાન ન થયા. છેવટે કંઈ પણ રીતે વેશ્યા ન ફાવી, ત્યારે સંધ્યા સમય થતાં તેઓને છોડી મૂક્યા.
કર્મની વિચિત્રતાનો વિચાર કરતા કરતા તે મહામુનિ ત્યાંથી સીધા સ્મશાનમાં કાર્યોત્સર્ગ કરવા ચાલ્યા ગયા. ત્યાં કાયોત્સર્ગમાં રહેલા તે મહામુનિને મરીને વ્યંતરી થએલી અભયાએ આવીને બહુ ઉપસર્ગો કર્યા, અનુકુળ અને પ્રતિકુળ ઉપસર્ગો કરી તે મહામુનિને પીડા ઉપજાવવામાં તેને જરાએ કચાશ રાખી નહિ, પરંતુ તે પુણ્યાત્મા મહામુનિને તેના સાળાએ ઉપસર્ગો ઉપકારક થઈ પડ્યા. તેઓશ્રીની ધ્યાનની ધારા અધિકાધિક વૃદ્ધિ પામવા લાગી અને પોતાના આત્માને કહેવા લાગ્યા કે:-“હે આત્મન ! આ કરતાં અનંતો કાલ અને અનંતગણું વેદનાઓ તું પરતંત્ર રીતે અનેકવાર સહન કરીને આવેલો છે, તે આ વેદના અલ્પકાલના માટે તું સહન કરી તારું કાર્ય સુધારી લે. આ પ્રમાણે ઉત્તમ ભાવનાઓ ભાવતાં, તેઓશ્રી શુક્લધ્યાનની શ્રેણિપર આરૂઢ થયા અને ઘાતિકને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. વ્યંતરી નિલજ થઈને નાશી ગઈ અને દેવતાઓએ આવી તેઓશ્રીના કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો.
- સુદર્શન મુનિ કેવલ્યજ્ઞાન પામ્યા, એટલે દેવતાઓએ મહોત્સવ કરી સુવર્ણ કમલની રચના કરી, તેના ઉપર બિરાજમાન થઈ દેવતાઓ અને મનુષ્યની પર્વદા સમક્ષ તે કેવલી ભગવંતે ધર્મદેશના આપી. તેઓશ્રીને ધર્મોપદેશ સાંભળી ઘણા ભવ્યજીવો પ્રતિબોધ પામ્યા અને અભયા વ્યંતરીને આમાં પણ પ્રતિબંધ પામ્યા તથા પિતાના દુષ્કર્મોને પુનઃ પુનઃ ખમાવ્યાં, દેવદત્તા વેશ્યા તથા પંડિતા પણ પ્રતિબંધ પામીને શ્રાવિકા થઈ, ત્યાં તે સર્વેએ પિતાપિતાનાં દુષ્કર્મોનો પશ્ચાતાપ કર્યો અને તેની ક્ષમાપના માગી.
પછી સુદર્શન કેવળી વસુધાપર વિહાર કરતા કરતા અનેક ભવ્યાત્માઓને ધર્મ પમાડી છેવટે અનંત સુખધામ મેશનગરે પહોંચ્યા.
ચિ વાંચક ! નમસ્કાર મહામંત્રના પ્રભાવથી સુભગ આત્મા કેટલી ઉચ્ચ કાટીએ પહોંચે તેને વિચાર કર ! અને આજે જ નિશ્ચય કર કે મારાથી બનશે ત્યાં સુધી હમેશાં વધુ નહિ તો એક બાંધી યા છેવટે એક છુટી માલા તે તે મહામંત્રની હું જરૂર ગણીશ.