________________
સુદર્શન શેઠની કથા.
૧૧૪ અવસર જ પ્રાપ્ત થતો નથી, માટે અવસરચિત કાર્ય કરી લેવું એ જ ડહાપણનું લક્ષણ છે.”
પિતાનાં સ્વામીનાથનાં આ પ્રમાણેનાં વચન સાંભળીને મને રમ ક્ષણભર વિચારમાં પડી પઈ, પરંતુ પિતે ધર્મવાસિત હોવાથી તરત જ તેણીના હૃદયમાં વિવેકરૂપ દીપકની જ્યોત જાગૃત થઈ, એટલે સુદર્શન શેઠના વિચારને પિતે સંમત થઈ. હૃદયના પ્રેમથી અને પ્રસન્ન વદને બોલી કે –“હે સ્વામિનાથ ! આપશ્રીના પવિત્ર વિચારેએ મને રોમાંચિત કરી દીધી છે, આપશ્રીની ઉત્કૃષ્ટ ચારિત્રભાવના સાંભળી મને અનહદ આનંદ ઉત્પન્ન થયે છે. આપશ્રીના રત્નત્રયીના આચરણમાં મારે અનુમતિ તો શું પણ અનુમોદના કરવી એ પણ મારા અહોભાગ્યની વાત છે. આપશ્રી પ્રથમથી જ ધર્મ દઢતામાં પસાર થએલા છો એટલે ચારિત્ર ધર્મને આપ સુખપૂર્વક સાધી શકશે. હે પ્રાણનાથ! ઉત્તરોત્તર આત્મ-મહત્વતા પ્રાપ્ત કરી છેવટે શીવલલનાની લાલિત્ય લીલામાં લીન થઈ જાઓ એવી મારી હાર્દિક ભાવના છે.”
પિતાનો ગૃહભાર હિતશિક્ષા પૂર્વક પુત્રને સેંપીને સુદર્શન શેઠે એક ધર્મધુરં ધર આચાર્ય પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યા પછી સુદર્શન મુનિએ અન્યત્ર વિહાર કર્યો. ક્ષમા સહિત તપશ્ચરણ અને ઉચ્ચ વિનય ભાવથી અધ્યયન તથા અતિ ઉલ્લાસથી સંયમ નિર્વાહ કરતાં સુદર્શન મુનિ પિોતાની આત્મતિને અધિકાધિક દેદીપ્યમાન કરવા લાગ્યા. કનક અને પાષાણ, રાજા અને રંક, સેવક અને શત્રુ તથા સંસાર અને મેક્ષમાં પણ તેઓની સદા સમાન જ ભાવના હતી. સમભાવની સરિતામાં તેઓશ્રી નિત્ય સ્નાન કરતા હોવાથી ખરાબ કે મનહર વસ્તુમાં તેઓને દુગંછાભાવ કે આસક્તભાવ ન હતો.
એક વખતે વિહાર કરતા કરતા તેઓશ્રી પાટલીપુત્ર નગરમાં આવ્યા. ત્યાં પેલી પંડિતા એક દેવદત્તા નામની વેશ્યાને ત્યાં આવીને રહેલી હતી, તે હમેશાં વેશ્યાની પાસે સુદર્શનના વખાણ કરતી હતી, આ સાંભળીને તે વેશ્યાને બહુ ક્રોધ થતો હતો અને કહેતી હતી કે –“જે એને તું અહીં લાવે તો મને ખાત્રી થાય.” એવામાં સુદર્શન મુનિ ત્યાં આવ્યાના સમાચાર પંડિતાને મલ્યા, એટલે તે માયાવી શ્રાવિકા બની તેઓને વંદન કરવા અને આહાર માટે આમંત્રણ કરવા ગઈ ત્યાં સુદર્શન મુનિને વંદન કરી અને બહુ આજીજી તથા પિતાના પારણાના મિષથી તેઓશ્રીને દેવદત્તાને ઘેર લઈ આવી.
સુદર્શન મુનિ સરલ સ્વભાવથી તેની માયાજાળ જાણ ન શક્યા અને તેઓ વેશ્યાના ઘરની અંદર ગયા કે તરત જ બારણું બંધ કરી વેશ્યા તેઓને ઉપસર્ગ