________________
૧૧૨
: મહામાભાવિક અવસ્મરણ. ગયા. પછી રાજા અતિ હર્ષિત થઈને શેઠને મહોત્સવપૂર્વક નગરમાં તેડી ગયો, અને રાજસભામાં સર્વની સમક્ષ નેહપૂર્વક પુષ્પાદિકથી તેઓનો સત્કાર કરી એકાંતમાં બોલાવીને બધી યથાર્થ હકીકત પૂછી એટલે શ્રેષ્ટિએ જે સત્ય હકીકત બની હતી તે યથાર્થ કહી દીધી. રાજાને આ સત્ય હકીકત સાંભળીને અભયા પર અતિ ક્રોધ ચઢ્યો, પણ તે જ વખતે શ્રેષ્ટિએ શાંતિનાં વચનો કહી અભયાને અભયદાન અપાવ્યું, જે રાજાએ શ્રેષ્ઠિના અત્યાગ્રહથી માન્ય રાખ્યું. આ બધી હકીકત જ્યારે અભયાન જાણવામાં આવી, ત્યારે તે ગળે ફાંસો ખાઈને મરણ પામી અને પંડિતા ત્યાંથી પલાયન કરી પાટલીપુત્ર નામના નગરમાં દેવદત્તા નામની કોઈ વેશ્યાને ત્યાં રહી.
પિતાના સ્વામિનાથના વિજયના શુભ સમાચાર અનેરમાને મળવાથી તેણીના હર્ષને તો પાર જ ન રહ્યો. તેણે કાત્સર્ગ અને ધર્મધ્યાનથી મુક્ત થઈ ગૃહકાર્યમાં પ્રવૃત્ત થતી પિતાના પતિદેવને ઘેર આવવાની રાહ જોવા લાગી. રાજાએ પણ તેઓને સંપૂર્ણ સત્કાર કરી બહુ જ આદરપૂર્વક વાજીત્રાના નાદ અને આડંબર સહિત શેઠને હાથી પર બેસાડી તેઓને ઘેર પહોંચાડ્યા. મારા પિતાને નિષ્કલંક પતિનું પ્રસન્ન મુખ જોઈ અતિ પ્રમોદ પામતી તેઓના ચરણમાં પડી.
અહા ! પુત્ર પૌત્રાદિકના મેહમાં પડેલે પ્રાણ પિતાના આયુષ્યનો અંતભાગ આવ્યા છતાં પણ પૂર્વાપર વિચાર કરવા સાવધાન થતું નથી. લક્ષ્મી અને લલનાનાં પાશમાં મૂઢ બને તે આ ભવ નાટકમાં નટની માફક નાચ્યા કરે છે, આવા અનિત્ય સંસારમાંથી મુક્ત થઈ હવે મારે ચારિત્રધર્મને આશ્રય લે એ જ યુક્ત છે. આ પ્રમાણે વિચાર કરીને સુદર્શન શેઠે પોતાની પ્રિયાને બોલાવીને કહ્યું કે –“હે પ્રિયે ! આ સંસારનાં સુખ દુઃખને સ્વાદ લઈ મારું મન હવે તેનાથી વિરકત થતું જાય છે, માટે ચારિત્ર ધમને સ્વીકાર કરવાને મારો ઇરાદે છે, સંસારની ધાંધલમાં સમગ્ર જીંદગી એક નજીવી વસ્તુની માફક ફેકી દેવી એ સજજન મનુષ્યનું કર્તવ્ય નથી. હે ભદ્રે ! આ મારા વિચારમાં અંતરાય ઊભો ન કરતાં તેમાં તારી સંમતી અને ઉત્સાહ આપી મને વધુ ઉત્તેજિત કરવાની તારી ફરજ છે, સંસાર વ્યવહારનું શકટ આપણે દંપતિધર્મની સડક પર ઘણુ સમય સુધી ચલાવ્યું, હવે હ' મારા જીવન-શકટને ચારિત્રધર્મની સડક પર લઈ જવા ઈચ્છું છું. સરિતાઓથી સમુદ્ર અને લાકડાંથી અગ્નિની જેમ આ પ્રાણી મેહને વશ થઈ વિષય વિકારોથી કદી તૃપ્ત થતો જ નથી અને તેમને તેમાં જીદગીભર સુધી આત્મસાધન કરવાને