________________
મહામાભાવિક અવસ્મરણ. ખર! આખર સત્યનો બદલે મળ્યા વિના રહેવાનું નથી, કુદરતની પાસે સત્યનો જ અંતે વિજય થનાર છે. પૂર્વકૃત અશુભ કર્મના ઉદય ભગવ્યા વિના છુટકે નથી, માટે આ સંકટ સમતાપૂર્વક વેઠી લેવું એ જ શ્રેયસ્કર છે.
સુદર્શન શેઠ આ પ્રમાણે શુભ ધ્યાનની શ્રેણિપર આરૂઢ થઈ અનુપમ આંતરિક આનંદ અનુભવવા લાગ્યા. તે જ સમયે રાજાના હુકમ પ્રમાણે રક્ષકોએ પહેલાં શબ્દોના પ્રહાર કરી સુદર્શન શેઠની બની શકી તેટલી કદર્થના કરી, છતાં પણ તેઓ તે મોન જ રહ્યા. આથી રક્ષકે વધારે ગુસ્સે થયા અને તેઓને શૂળી પર તુરત જ ચઢાવી દીધા અને ક્રોધાવેશમાં આવી જઈ વધારામાં ફટકાને માર મારવા માંડ્યો. પરંતુ તેઓને શૂળી પર ચઢાવતાં જ તેઓના અતુલ શીલથી આકર્ષાઈ કઈ દિવ્ય દેવતાના પ્રભાવથી શૂળીનું સિંહાસન બની ગયું, એટલું જ નહિ પણ શસ્ત્રાદિકના પ્રહારે તેઓને અલંકારે થઈ ગયા. મસ્તક પરના પ્રહાર મુગટરૂપે પરિણમ્યા, બહુ પરના બાજુબંધ રૂપે, કંઠમાંના હારરૂપે, કાન પરના કુંડલરૂપે અને પગ પરના પ્રહાર પગના અલંકારરૂપે પરિણમ્યા. કે ચમત્કાર! કેવો મહિમા ! અહા! શીલ! તારા પ્રભાવથી દે તે શું, દેવેંદ્રો પણ ક્ષણમાં દાસ બની રહે છે.
એવા અનુપમ શીલગુણને સહસ્ત્ર કટિવાર નમસ્કાર.
આ ચમત્કારની ખબર સાંભળતાં જ દધિવાહન રાજા આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. પિતાના અગ્ય પ્રકોપ અને અવિચારી કૃત્ય માટે અતિ પશ્ચાતાપ કરવા લાગ્યો, પિતાની મૂર્નાઈ માટે તેને અંતરાત્મા ડંખવા લાગ્યો અને મનમાં વિચાર કરવા લાગે કે –“અરે! આ વગર વિચાર્યું મેં શું કર્યું? પ્રજાજને મારા માટે કેવો અભિપ્રાય બાંધશે? સજજને સમક્ષ હું મારું મુખ શી રીતે બતાવીશ? હવે મારા ન્યાય પર કેણુ વિશ્વાસ રાખશે? માટે હું પોતે જ સુદર્શનની પાસે જઈ મારા અપરાધની ક્ષમા યાચી કૃતાર્થ થાઉં, કારણ કે ઉત્તમ પુરૂષે સંકટ આપનાર પ્રત્યે પણ અનુગ્રહ જ કરે છે.
આ પ્રમાણે પિતાના મન સાથે નિશ્ચય કરીને રાજા તરત જ હાથી પર સ્વાર થઈ શૂળીના સ્થાન આગળ સુદર્શન શેઠની પાસે આવ્યો અને આ અદ્ભુત શીલ માહાભ્યને ચમત્કાર સાક્ષાત જોઈ ચક્તિ જ થઈ ગયો. શું બોલવું, કેવી રીતે બેલવું તેનું પણ ક્ષણભર તેને ભાન ન રહ્યું. છેવટે પૈર્યપૂર્વક મન સ્વસ્થ કરી: