________________
સુદર્શન શેઠની કથા.
૧૦૯
विघ्नोप्युत्सवति प्रियत्यरिरपि क्रीडातडागत्यपां,
नाथोऽपि स्वगृहत्यटव्यपि नृणां शीलप्रभावा धम् ॥१॥ અર્થાત–શીલના પ્રભાવથી મનુષ્યને અગ્નિ જળ સમાન થઈ જાય છે, સર્પ પુષ્પની માળા બની જાય છે, વાઘ હરણ જે થઈ જાય છે, મદોન્મત્ત હાથી અશ્વ જેવો ગરીબ બની જાય છે, પર્વત એક સામાન્ય પત્થર જેવું બની જાય છે, વિશ્ન પણ ઉત્સવ રૂપ થઈ જાય છે, શત્રુ મિત્ર થઈ જાય છે, સમુદ્ર એક કીડા કરવાના સરવર જેવો બની જાય છે અને અટવી પિતાના ગૃહસઆન નિર્ભય થઈ જાય છે. રાજર્ષિ ભહરિ પણ શીલના સંબંધમાં જણાવે છે કે –
"ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो, ज्ञानस्योपशमः श्रुतस्य विनयो वित्तस्य पात्रे व्ययः। अक्रोधस्तपसः क्षमा प्रभवितुर्धर्मस्य निर्व्याजता,
सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम् ॥१॥" અર્થા–એશ્વર્યનું ભૂષણ સૌજન્ય છે, શૌર્યનું વચન નિગ્રહ, જ્ઞાનનું ઉપશમ, શ્રુતનું વિનય, વિત્તનું સુપાત્રદાન, તપનું સમતા, બેલનું ક્ષમા, ધર્મનું નિષ્કપટ ભાવ, અને સર્વનું મુખ્ય કારણ એ પરમ ભૂષણ શીલ જ છે.”
શૂળીની નજીક સુદર્શન શેઠને લઈ ગયા પછી તે મહાપુરુષ ઉરચ ભાવના ભાવતાં ભાવતાં વિચારવા લાગ્યા કે:-“અહા ! આ જગતમાં સુખદુઃખનાં વાદળ કેણે ઘેરી વળ્યાં નથી, પરંતુ સુખમાં અગર દુઃખમાં જે પુણ્યાત્માઓના હૃદયમંદિરમાંથી શીલ મહામંત્રનો જાપ સદા જાગ્રતાવસ્થામાં રહે છે, તે જ મહાપુરુષોનું જીવન સાર્થક છે; મહાપુરુષ બહારની શેભા કરતાં આંતરિક શેભાને અધિક મહત્વ આપે છે. કહ્યું પણ છે કે
"अद्यैव वा सरणमस्तु युगांतरे वा।
न्याय्यात्पथः प्रविचलंति पदं न धीराः॥ અર્થા-મરણ આજે જ થાઓ અથવા યુગાંતરે થાઓ, પરંતુ ઉત્તમ મનુષ્ય સન્માર્ગથી કદાપિ પાછા હઠતા નથી.” મારે પણ ધર્યનું અવલંબન લઈને આ સંકટ ભોગવી લેવું ઉચિત છે. હે ચેતન ! આના કરતાં ઘણુ જ ભયંકર સંકટ સહન કર્યા છે, નરકની મહાયાતનાઓ પાસે આ દુઃખ લેશ માત્ર પણ નથી. ખરે