________________
મહાપ્રાભાવિક નવસ્મરણ.
આ પ્રમાણેની ઉદ્ઘાષણા કરતાં કરતાં સુદર્શન શેઠનું ઘર માર્ગોમાં આવ્યુ, પેાતાના સ્વામિનાથની આવી અસંભાવ્ય અવસ્થા જોઇને મનેારમા તરત મૂર્છા ખાઇને જમીન પર પડી. દાસીએ તુરત જ દોડી આવી શીતલેાપચાર કરી તેણીને સાવધાન કરી, એટલે તે અપૂર્ણ નયનેએ વિલાપ કરવા લાગી કેઃ—“અહા ! આવા પવિત્ર મારા પતિદેવ પર આવી શી અણધારી આફત ? અરે! એના અભૂત ગુણાથી દેવતાઓ પણ આશ્ચર્ય પામે તેમ છે, છતાં દુદૈવની આ શી ચેષ્ટા ? જેઓનું અંતઃકરણ આત્ ધર્માંની પ્રભાથી સદા પ્રકાશિત છે, ત્યાં આવા બળાત્કાર રૂપ અંધકારના સંભવ શી રીતે માની પણ શકાય ? કદાપિ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે અને સુધાકર સુધાને બદલે અંગારા વરસાવે તથાપિ આ પુરુષાત્તમમાં આવા દુગુ ણુ ન સંભવે. અરે! મારા સ્વામિનાથ પર આવું સંકટ અને કલક જે આવ્યું તે મારા પાપને જ ઉદય હું સમજું છું. અહા ઉત્તમ પુરૂષોએ સ્ત્રીઓને અર્ધાંગના કહી છે, તેની મતલબ એ છે કે-પતિના સુખ અગર દુઃખમાં તે પેાતાના અડધા અંગ જેટલી ફરજ બજાવે, એટલે સુખમાં સમાન ભાગ લેનાર અને દુ:ખમાં પણ સપૂર્ણ મદદ કરનાર હોવી જોઇએ. મારા પ્રાણવલ્રભના સંકટને જોઇને માત્ર વિલાપ કરી મારે બેસી રહેવું ઉચિત નથી. એ જીવનઆધારના હાથમાં મારા જીવનની દોરી છે અને જો તે તૂટી જાય તે! મારે જીવવુ પણ શા કામનુ ? માટે જ્યાં સુધી શાસનદેવતા મારા પ્રાણેશ પર આવેલા આ કલંક અને સંકટનુ નિવારણ ન કરે, ત્યાં સુધી મારા જેવી કુલીન સ્ત્રીઓએ અનશન કરવું તે જ શ્રેયસ્કર છે.”
-
પેાતાના મન સાથે આ પ્રમાણે નિશ્ચય કરીને મનેારમા પેાતાના ગૃહના એક પવિત્ર ભાગમાં કાયાત્સગ ધ્યાને ઊભી રહી શાસનદેવતાનું સ્મરણ કરવા લાગી. સુદર્શન શેઠના શીલ મહિમાથી અને સતી અનેારમાના સંકલ્પ મળથી તત્કાળ શાસનદેવી અ ંતરિક્ષમાં રહીને ખેલી કે:-“હે વત્સે ! તારા સકલ્પ બળથી હું પ્રસન્ન થઇ છું, તારે લેશ પણ વિષાદ ન કરવેા. તારા સ્વામિનાથની પવિત્રતા પ્રગટ થશે અને પુન: તારા માટે સુખના સૂર્યના ઉદય થશે.”
અહીંયાં સુદર્શન શેડને સ્થળે સ્થળે વિટમના પમાડતાં તે રક્ષક લેકે તેમને સમસ્ત નગરમાં ફેરવીને શૂળીના સ્થાન આગળ લઈ ગયા.
X
*
X
X
×
X
तोयत्यग्निरपि स्वजत्यहिरपि व्याघ्रोऽपि सारंगति, व्यालोप्यश्वति पर्वतोप्युपलति क्ष्वेडोपि पीयुषति ।
X