________________
સુદર્શન શેઠની કથા. આ પ્રપંચી શેઠ કેણ જાણે કયા માર્ગેથી આવીને મારી પાસે અયોગ્ય યાચના કરવા લાગે. મીઠાં મીઠાં વચનથી મને લેભાવવામાં એણે બાકી રાખી નથી, પરંતુ હું મારા સ્ત્રીધર્મથી જરાએ ચલાયમાન થઈ નહિ; એટલે આ પાપાત્માએ મને નક્ષત કર્યા, કે જે અત્યારે આપને બતાવતાં પણ મને શરમ આવે છે. જ્યારે કેઈ પણ રીતે એ ફાવી શક્યો નહિ, ત્યારે હું અબલા પર બળાત્કાર કરવાની એણે કેશિષ કરી. આથી હું ગભરાઈને બૂમો પાડવા લાગી, તેથી આ ચેકીદારો દોડી આવ્યા; તે પહેલાં પોતાને પ્રપંચ ખુલ્લો ન થઈ જાય તેટલા માટે તેણે આ ધ્યાનનો ઢોંગ કર્યો છે. તેથી હે દેવ ! તેના મિથ્યા આડંબરને સત્ય ન માનતાં દોષપાત્રને શિક્ષા કરવી એ સર્વ રાજાઓનો ધર્મ છે.”
અભયાના યુક્તિ પુરઃસરના ભાષણથી સુદર્શનની નિર્દોષતા માટે રાજાને અભિપ્રાય કાંઇક મંદ પડી ગયે, એટલે તેને પૂછ્યું કે –“આ અગ્ય કૃત્ય તમે
સુદર્શન શેઠ અભયાની દયા લાવી કાંઈ બોલ્યા વિના મૌન ઊભા રહ્યા. એટલે રાજાએ વિચાર્યું કે:-“પરસ્ત્રી લંપટ અને ચેરનું લક્ષણ મૌન છે”. આ પ્રમાણે કલ્પના કરીને નિર્ણય કર્યો અને સર્વ સમક્ષ તેઓને દેષિત ઠરાવીને મનમાં ક્રોધ લાવીને રક્ષકેને હુકમ કર્યો કે “સમસ્ત નગરમાં આ શેઠના દેષને વિટંબના પૂર્વક જાહેર કરીને પછી તમારે તેને શૂળી એ લટકાવ.”
દેવની અકળકળાને કોણ પહોંચી શક્યું છે. ચંદનને બાળે, કુટે પણ તે પિતની સુવાસ તજશે નહિ, તેમ ઉત્તમ પુરૂષો ગમે તેવાં સંકટ આવે પણ પ્રાણાતે પિતાને ધર્મ તજશે નહિ તે નહિ જ તજે.
રાજાની ઉપર પ્રમાણેની આજ્ઞા થતાં જ રક્ષક સુદર્શન શેઠને પ્રથમ તે ગામની બહાર લઈ ગયા. તેઓના મસ્તક ઉપર કરેણનાં પાંદડાં બાંધ્યાં, કંઠમાં લીંબડાનાં પાનના હાર પહેરાવ્યા, શરીરે રાતો રંગ ચોપડી રક્ત અને મુખ પર મેશ ચેપડી શ્યામ બનાવ્યા. આ પ્રમાણે મહા વિટંબના કરી તેઓને એક ગધેડા પર બેસાડ્યા અને ત્યાંથી ગામમાં લાવી કર્કશ વાજીંત્રના નાદ પૂર્વક નગરમાં ચોટે ચૌટે અને મહાલે મહેલ્લે ફેરવીને “આ રાજાના અંતઃપુરને અપરાધી છે, માટે આવી વિટંબનાને તે પાત્ર છે.” આ પ્રમાણે લેક સમક્ષ ઉઘોષણા કરવા લાગ્યા.