________________
સુદર્શન શેઠની કથા.
તે નદીના પ્રવાહમાં પડ્યો. મનુષ્ય ધારે છે કાંઇ અને દૈવ કરે છે કાંઇ, મનુષ્યની સઘળી ધારણાઓ જો દેવ અનુકુળ હોય તેા જ પાર પડે છે. જો જગતપર કરાજાની સત્તા ન ચાલતી હાત, તેા ધીને ત્યાં ધાડ' વગેરે કહેવતાની સાર્થકતા સિદ્ધ થઈ શકત જ નહિ. પ્રવાહમાં પડતાંની સાથે જ સુભગને એક લાખડના મજબુત ખીલેા સમ્ર રીતે વાગ્યા અને તે વાગતાંની સાથે પાણીના પ્રવાહમાંને પ્રવાહમાં જ તત્કાલ તે મરણ પામ્યા. અહા ! દેવ ! તારી આજ્ઞા ઉડાવવાને મેટા મેાટા ભૂપતિ, દિવ્ય દેવતાઓ તથા સમથ એવા સુરેન્દ્રો પણ હાજર રહે છે, તો સુભગ જેવા સામાન્ય મનુષ્યનું શું ગજું ?
૯૯
નવકાર મંત્રની અનુપમ શ્રદ્ધાથી મરણ પામીને તે સુભગના પુણ્યવત જીવ ઋષભદાસ શેઠની ધ પરાયણ અદ્દાસીની કુક્ષિમાં પુત્રણે ઉત્પન્ન થયા. પુત્ર જન્મના મહાત્સવ નિમિત્તે ઋષભદાસ શેઠને ઘેર મંગલવાદ્ય વાગવા લાગ્યાં, દાસ, દાસીએ હુ ઘેલાં બનીને આખા ગૃહમંદિરને શણગારવાં લાગ્યાં, આ પ્રમાણે આઠ દિવસ સુધી આન ંદોત્સવ વર્તાવી શ્રેષિએ પુત્રના સુલક્ષણ પરથી તેનું સુદર્શન એવું ગુણનિષ્પન્ન નામ પાડયું. પ્રિય વાંચક ! આપણી વાર્તાને નાયક સુભગને જીવ ! જે ઘરમાં તે દાસત્વ કરતો હતો તે જ ઘરનેા નમસ્કાર મહામન્ત્રના પ્રભાવથી સ્વામી બન્યા. આગળ આપણે જાણીશું કે આ સુદર્શન તે જ મહા શીલવંત સુદર્શન શેઠે ભવિષ્યમાં પેાતાના શીલની રક્ષા માટે શૂળી પર કેવી રીતે ચઢે છે અને ત્યાં શૂળીનું સિંહાસન કેવી રીતે થઈ જાય છે, તે જાણ્યા પછી પણ આ કથાના વાંચનાર મુમુક્ષુઓ ! વધારે નહિ તો રાજની એક માળા નવકાર મહામંત્રની ગણવા માટે શું નિશ્ચય નહિ કરે ? મને તો ખાત્રી જ છે કે નમસ્કાર મહામંત્રના આટલા પ્રભાવ વાંચ્યા પછી દરેકે દરેક વાંચક ! એટલું તો જરૂર કરશે જ.
બીજના ચંદ્રની જેમ બાળક સુદન દ્વિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થવાથી અને ધર્મ પરાયણ માતા પિતાના સહવાસથી તેનામાં નીતિમય જીવન, ધૈય, ધર્મશ્રદ્ધા, શીલ, માતા પિતાની સેવા, દેવગુરૂ પ્રત્યે ભક્તિ, કુટુંબ વાત્સલ્યતા, અનાથેા પ્રત્યે અનુકંપા વગેરે અસાધારણ ગુણા તેનામાં દીપી નીકળ્યા. અનુક્રમે તે યૌત્રનાવસ્થાને પ્રાપ્ત થયા, તે જ ગામમાં તેના પિતાએ એક ઉત્તમ કુલવાન શ્રેષ્ઠિની મનેારમા નામની સદ્ગુણી પુત્રી સાથે સુદનનું લગ્ન કર્યું. સુદર્શન અને મનેારમા એ બન્ને નામે એક જ અને સુચવનાર હાવાથી ખરેખર! નામ પ્રમાણે તે અનેના અંતઃકરણ અને અત્મા પણ એકરૂપજ
થઇ ગયા હતા.