________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
મુનિના દન કરૂં” આ વિચારમાં ને વિચારમાં રાત્રિના ચાર પ્રહર પણ તેને ચાવીશ પહેાર જેવા લાગ્યા. પ્રભાત થતાંની સાથે જ તે ઉતાવળ કરીને ભેસે ચરાવવા વનમાં ચાલ્યા, ત્યાં જતાં રસ્તામાં તે જ સ્થળે તેવી જ સ્થિતિમાં ઊભા રહેલા તે મુનિ તેના જોવામાં આવ્યા. તેઓના તપઃ તેજની પ્રભાથી તે જોતાંની સાથે જ અંજાઈ ગયેા હતા, એટલે તરત જ તેએને નમસ્કાર કરીને થાડી વાર તેની સન્મુખ બેઠા, એટલામાં સૂર્યના ઉત્ક્રય થતાં ધ્યાન પાળીને તે મુનિરાજ * નમો અરિહંતાળ એ પદના ઉંચેથી ઉચ્ચાર કરવા પૂર્વક કાયાત્સગ પારીને આકાશમાર્ગે ચાલ્યા ગયા. આથી તેની અજાયબીને પાર રહ્યો નહિ.
સુભગે વિચાર કર્યાં કેઃ-“ખરેખર ! એ પદ આકાશગામિની વિદ્યાના મંત્ર છે અને એના પ્રભાવથી જ તે મુનિ આકાશમાં ઉડી ગયા.” આ પ્રમાણે વિચારી તેણે તે મંત્રને એક સાચા મેાતીના અમૂલ્ય હાર કરતાં પણ વધારે કિંમતી ગણી પાતાના હૃદયમાં ધારણ કર્યાં. તે રાત દિવસ તે જ પઢનું સ્મરણ કરવા લાગ્યા, એક વખત શેઠના સાંભળવામાં તે આવવાથી તેને પાસે બેસાડીને તેને કહેવા લાગ્યા કે હું સુભગ ! આ મંત્ર આકાશગામિની વિદ્યાને જ મંત્ર છે એમ સમજા નહિ, કારણ કે સ્વગ અને મેક્ષ મેળવવાના પણ તે મહામંત્ર છે. માટે તેનું જતનથી સ્મરણ કરજે અને તારા સુભગ’ નામને સાક કરજે. એ મંત્રના પ્રભાવ એક મુખથી ચથા વર્ણવી ન શકાય. કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામકુંભ અને પારસમણિ એ ચાર પણ જેના પ્રભાવથી શરમાઇને વસુધામાંથી વિદાય થઈ ગયા. હું સુભગ ! જો તું આગામી અનુપમ સુખની ઇચ્છા કરતા હાય, તેા આ નમસ્કાર મહામંત્રનો નિત્ય પાઠ ચુકીશ નહિ.” આ પ્રમાણે શિખામણુ આપીને નમસ્કાર મહામત્રના બધાંએ પો શેઠે તેને શીખવ્યાં. નમસ્કાર મહામંત્રના આ પ્રમાણેના ઉત્તમેાત્તમ ગુણેા સાંભળીને સુભગના રેશમાંચ ખડા થઇ ગયા અને નમસ્કાર મહામત્રની પેતાને થએલી પ્રાપ્તિથી તે પેાતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
રકને રણ, રાગીને વેદ્ય, અધને નેત્ર, મુમુક્ષુને ગુરુ, અને ભૂખ્યાને પરમાન્નની પ્રાપ્તિ થવાથી જેમ પરમ આનંદ થાય તેમ તે પણ આનંદ પામ્યા. ત્યારપછી વાર’વાર તેનુ સ્મરણ કરવાથી પેાતાના નામની જેમ તેને અંતઃકરણમાં સ્થાપિત કરીને હંમેશાં નિયમિત તેનેા જાપ કરવા લાગ્યા.
એક વખતે વરસાદના સમયમાં તે ભેસે ચારવાને વનમાં ગયા, ત્યાં ભેસા નદી ઉતરીને સામી પાર કેાઇના ખેતરમાં ગઇ; તેથી સુભગને પેાતાના શેઠ તરફથી ઠપકા મળવાની ધાસ્તી લાગી, તે કારણને લીધે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા