________________
સુદર્શન શેઠની કથા.
सीलं कुलआहरणं, सीलं रूवं च उत्तम होइ।
सीलं चिय पंडितं, सील चिय निरुवमं धम्मं ॥१॥ અર્ધા–શીલ એ કુળનું સાચું આભૂષણ છે, શીલ એ સર્વોત્તમ રૂપ છે, શીલ એ પ્રબલ પાંડિત્ય છે અને શીલ એ જ ખરેખર નિરૂપમ ધર્મ છે.
નમસ્કાર મંત્ર-પ્રભાવ જ બુદ્વિપના ભરતક્ષેત્રમાં અત્યંત પ્રસિદ્ધિને પામેલ અંગદેશના આભૂષણ સમાન ચંપા નામની નગરીમાં ઈન્દ્ર સમાન તેજસ્વી અને પરાક્રમી એવો દધિવાહન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને રૂપમાં રતિને પણ હરાવનારી અને ગુણવાન એવી અભયા નામની પટરાણી હતી. તે જ નગરમાં રાજમાન્ય અને આહંતુ ધર્મને પરમ ઉપાસક નષભદાસ નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તે શ્રેષ્ઠિને શીલવાન અને ગુણવાન, ધપરાયણ અને પતિભક્તા અહંદાસી નામની પરમ શ્રાવિકા પત્ની હતી. તે શેઠને ત્યાં સુભગ નામનો એક નોકર હતો, જે હમેશાં શેઠની ગાયો તથા ભેંસને જંગલમાં ચરાવવા લઈ જતો અને બીજું ઘરનું પણ કામકાજ કરતો હતો.
એક સમયે માહ મહિનાની સખત ઠંડીના વખતમાં જંગલમાંથી ગાયો ચરાવીને પાછા ફરતાં માર્ગમાં કાસગ મુદ્રાએ ઊભા રહેલા અને અંગ પર વસ્ત્ર રહિત તથા એકાગ્રધ્યાને પરમાત્માના દેધ્યાનમાં લીન થએલા કોઈ જૈન મુનિ તે સુભગના જોવામાં આવ્યા. મુનિ મહારાજની શાંત મુદ્રા અને તેઓશ્રીના અકિંચન ભાવથી તે સુભગ બહુ જ આશ્ચર્યચકિત થયે, છતાં તે વખતે ઘેર પાછા ફરવાની ઉતાવળને લીધે તેઓશ્રીની સાક્ષાત્ સેવાનો લાભ ન લઈ શકવાથી જતાં જતાં તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો કે –“અહો ! આવા મહાત્માઓને ધન્ય છે. આવા મહાત્માઓથી જ આ વસુંધરા રતનગર્ભ ગણાય છે. જેઓને પોતાના દેહની જરાએ પરવા નથી, જગતની પરવા નથી અને મેહ મદિરનો મદ નથી. ગમે તેવી ગરમીમાં કે ઠંડીમાં પણ જેઓ સમાનતા જ ધારણ કરે છે, જેની મુખમુદ્રા સદા સુધાકર કરતાં પણ વધારે શીતલ છે, જેઓની એકાગ્રવૃત્તિ અને ધ્યાન પરાયણતા ખરેખર આસન્ન સિદ્ધિને સુચવે છે.”
આ પ્રમાણે વિચાર કરતો કરતો તે ઘેર પહોંચ્યો. રાત્રે સુતા સુતાં પણ તે તે જ વિચારમાં લીન હતો અને વિચારતો હતો કે –“કયારે પ્રભાત થાય અને પુનઃ હું તે