________________
મહાપ્રાભાવિક નવસ્મરણું.
મારા જન્મ કઇ ચેાનિમાં અને ક્યાં થશે ?
આ પ્રશ્નના ઉત્તરમાં કેવલી ભગવંત ખેલ્યા કે -“હે દેવ ! અહીંથી ચ્યવીને આજ વનમાં વાનર થઈશ અને તને કષ્ટથી ધર્મપ્રાપ્તિ થશે.
આ પ્રમાણે સાંભળીને તે દેવે પેાતાના માત્ર પ્રાધને માટે પ્રત્યેક શિલાઓ પર નમસ્કાર મહામંત્રની પતિએ કાતરી રાખો, કાલાંતરે તે દેવ ચ્યવીને વાનર થયેા અને પદોની પંકિતઓ જોઇને તેને પેાતાના દેવભવનું સ્મરણ થયું. પછી તે ત્યાં અનશન કરી મનમાં તે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામીને ફરીથી પાછે તે જ વિમાનમાં પૂર્વ નામ ધારી દેવ થયા. તે દેવે પેાતાના આગામી મધને માટે પણ મનમાં પ્રસન્ન થઈને અહીંઆં શ્રીશાંતિનાથ પ્રભુનું આ ઉન્નત ચૈત્ય કરાવ્યું છે.
T
આ પ્રમાણે સાંભળીને શ્રીદેવે પણ તે મુનિની પાસે વારવાર સમ્યક્ પાઠ કરીને નમસ્કાર મત્રને પેાતાના નામની જેમ અસ્ખલિત કર્યાં. અને તે જ ચૈત્યમાં શ્રીશાંતિનાથ પરમાત્માની સન્મુખ રહીને વિધિપૂર્વક તેણે શ્રીનમસ્કાર મહામત્રને એક લાખ વાર જાપ કર્યાં અને તે જાપની સમાપ્તિ થતાં હેમપ્રભદેવ તેના પર સંતુષ્ટ થયેા. તેથી તે પુણ્યવતને તેણે અમેઘવિજયા નામની શક્તિ આપી તથા કાંયિ નગરમાં લઇ જઇને દેવતાએ તેને પેાતાના રાજ્ય પર ફરીથી સ્થાપન કર્યાં અને તેથી સમસ્ત રાજમંડળમાં તે અગ્રપદને પામ્યા. વળી કામરૂપ નગરના રાજા પણ તેનેા દાસ થઇ રહ્યો. અહેા ! શ્રીનમસ્કાર મહામંત્રના મહિમા ખરેખર ! કાઇ અનુત્તર જ છે. કહ્યું છે કેઃ——
"अहो पंचनमस्कारः कोऽप्युदारो जगत्सु यः । संपदोऽष्टौ स्वयं धत्ते, दत्तेऽनन्तास्तु ताः सताम् ॥'
અર્થાત: અહા! જગતમાં પંચ નમસ્કારની કેાઇ અજબ ઉદારતા છે, કે પેાતે આઠ સંપદાને ધારણ કરે છે અને સજ્જનોને તે અનંત સંપદા આપે છે. શ્રી નમસ્કાર મંત્રની ગણના કરવામાં તત્પર એવા તે રાજા મરણ પામીને માહેદ્ર દેવલાકમાં દેવતા થયે.
इति नमस्कृतिसंस्मृतिजं फलं, श्रुतिपुटैः परिपीय शरीरिणः । हृदि जपंतु तमेव नतु च, प्रणयतः परमेष्ठिपदाम्बुजम् ॥१॥
આ પ્રમાણે નમસ્કારના સ્મરણથી થતા ફળને કાનથી સાંભળીને ભવ્યજનો તેનેજ અંતરમાં ધારણ કરે અને પરમેષ્ઠિના પદ્મકમળને પ્રેમથી નમસ્કાર કરે.