________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારો.
અર્થાત્ –પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રત તથા રાત્રિભોજન વિરમણ મળી કુલ છ વ્રત પાલે; પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય એ છ કાયની રક્ષા કરે, પાંચ ઇંદ્રિય તથા લેભને નિગ્રહ કરે, ક્ષમા કરે, ચિત્તની નિર્મલતા રાખે, શુદ્ધ રીતે વસ્ત્રાદિક બાહ્ય ઉપકરણોનું પડિલેહણ કરે, સંયમાગમાં યુક્ત રહે અર્થાત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને પાળે, તથા નિદ્રા, વિકથા અને અવિવેકને ત્યાગ, અકુશળ મનને નિધ, અકુશળ વચનને નિરોધ, અકુશળ કાયાને નિરોધ, શીતાદિક પરિષહનું સહન કરવું તથા મરણાંત ઉપસર્ગ પણ સહન કરવા. આ પ્રમાણે સાધુના ૨૭ ગુણ જાણવા.
પાંચ પરમેષ્ઠીના મળીને કુલ એકસો આઠ ગુણે આ પ્રમાણે વિસ્તારથી જાણવા.