________________
મહામાભાવિક નવસ્મરણ. ૩૦ ભાષાસમિતિ–પાપ રહિત અને કોઈપણ જીવને દુઃખ ઉત્પન્ન ન થાય તેવું વચન બોલવું તે.
૩૧ એષણસમિતિઆહાર, વસ્ત્ર, પાત્ર વગેરે શુદ્ધ વિધિપૂર્વક દેષ ટાળીને ગ્રહણ કરવાં તે. - ૩૨ આદાનભંડનિક્ષેપણ સમિતિ-જીવરક્ષા માટે જયણાપૂર્વક વસ્ત્ર, પાત્રાદિ લેવાં મૂકવાં તે. - ૩૩ પારિષ્ટાનિકા સમિતિ-જીવની રક્ષા પૂર્વક શુદ્ધ ભૂમિને વિષે યતનાથી મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરે પરઠવવાં તે.
ત્રણ ગુપ્તિ આ પ્રમાણે – ૩૪ મને ગુપ્તિ-પાપ કાર્યના વિચારથી મનને અટકાવવું તે. ૩પ વચનગુપ્તિ–નિરવદ્ય વચન પણ કારણ વિના બોલવા નહિ તે.
૩૬ કાયમુસિ–શરીરને પા૫ માગથી અટકાવવું તથા યતનાપૂર્વક જગ્યાને પુંજી પ્રમાજી ઉઠવું, બેસવું, જવું, આવવું વગેરે ક્રિયા કરવી છે. આ ત્રણ ગુપ્તિને ધારણ કરનાર. ઉપાધ્યાયના પચીશ ગુણ આ પ્રમાણે –
જ્ઞાનિ ટ્રોકન પતિ પતિ પર્વ ગોવિંતિઃ ૨૩ રાઉત્તર १ करणसित्तरि १ सर्वमीलने २५।
અર્થાત્ –આચારાંગ ૧, સૂત્રકૃતાંગ ૨, સ્થાનાંગ ૩, સમવાયાંગ ૪, ભગવતી પ, જ્ઞાતાધર્મકથા ૬, ઉપાસકદશાંગ ૭, અંતગડ ૮, અનુત્તરવવાઈ ૯, પ્રશ્નવ્યાકરણ ૧૦ અને વિપાક ૧૧, એ અગિયાર અંગ. તથા ઉવવાઈ ૧, રાયપણી ૨, જીવાભિગમ ૩, પન્નવણું ૪, જબુદ્વીપપન્નત્તિ પચંદપન્નત્તિ ૬, સૂર્યપન્નત્તિ ૭, કપિયા ૮, કમ્પવસિયા ૯, પુફિ આ ૧૦, પૃષ્ફચુલિયા ૧૧ અને વહૂિદશાંગ ૧૨, એ બાર ઉપાંગને ભણે તથા ભણાવે તેથી ૨૩ ગુણ થયા અને ચરણસિત્તરિ ૧ તથા કરણસિત્તરિ ૧ ને પાળે એ બે ગુણ મળતાં, સર્વ મળીને ૨૫ ગુણ ઉપાધ્યાયના જાણવા. સાધુના સત્તાવીશ ગુણ આ પ્રમાણે –
छब्वय छक्कायरक्खा पंचिंदियलोहनिग्गहो खंती। भावविशुद्धी पडिलेहणाइ करणे विसुद्धी अ॥१॥ संजमजोएजुत्तो, अकुसलमणवयणकायसंरोहो । सीआइपीडसहणं, मरणंतुवसग्गसहणं च ॥२॥