________________
મહાપ્રાભાવિક નવસ્મરણુ.
(૩) શ્રીહેમચન્દ્રાચાર્ય મહારાજે સાધુ અને મુનિ શબ્દને એકા વાચક કહેલ છે, તે મુનિ અગર સાધુનું લક્ષણ લૌકિક શાસ્રા મધ્યે પદ્મપુરાણમાં જે લખેલું છે તેના ટુંકાણમાં એ આશય છે કે ‘જે કાંઇ મલી આવે તેમાં સતાષ માનનાર, સમાન ચિત્તવાળા, ઇન્દ્રિઓને જીતવાવાળા, ભગવાનના ચરણાના આશ્રય રાખવાવાળા, ફાઇની પણ નિંદા નહી કરવાવાળેા, જ્ઞાની, કાઇની પ્રત્યે પણ વૈરભાવ નિડું રાખવાવાળા, દયાવાન્, શાંતિવાળા, પાખંડ તથા અહંકારથી રહિત તથા કાઇપણ જાતની ઇચ્છાથી રહિત જે વીતરાગ (રાગથી રહિત) મુનિ છે તે આ સંસારમાં સાધુ કહેવાય છે; લેાલ, મેાહ, મદ, ક્રોધ અને કામાદિથી રહિત, સુખી, ભગવાનના ચરણાના આશ્રય લેવાવાળા, સહનશીલ તથા સર્વેને સમાન નજરે જોવાવાળા જે પુરુષ છે તેને સાધુ કહે છે, સમાન ચિત્તવાળો, પવિત્ર, સર્વ પ્રાણિયા પ્રત્યે દયા રાખવાવાળો, તથા વિવેકી જે મુનિ છે તે જ ઉત્તમ સાધુ છે, સ્ત્રી પુરુષ અને સપત્તિ વગેરે વિષયામાં જેનું મન અને ઇન્દ્રએ ચલાયમાન નથી થતી, જે પેાતાના ચિત્તને હમેશાં સ્થિર રાખે છે, શાસ્ત્રના પઠન પાઠનમાં જેની પૂર્ણ ભક્તિ છે, તથા જે નિરંતર ભગવાનના ધ્યાનમાં તત્પર રહે છે તે જ ઉત્તમ સાધુ છે.’ વગેરે સાધુઓના લક્ષણાથી વાંચક! જાણી ચુક્યા હશે કે તે રાગથી રહિત, સ ઇચ્છાએથી પરિપૂર્ણ તથા બીજાઓની ઇચ્છાઓને પૂર્ણ કરવાવાળા હાય છે, તેથી માનવું જોઈએ કે એતદ્ગુણુ વિશિષ્ટ સાધુઓના ધ્યાનથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
४४
(૪) ગરૂડપુરાણમાં પણ કહ્યું છે કેઃ—
'न प्रहृष्यति सम्माने नावमानेन कुप्यति ।
न क्रुद्धः परुषं ब्रूया-देतत् साधोस्तु लक्षणम् ॥१॥
અર્થાત્–જે સન્માન કરવાથી પ્રસન્ન થતા નથી તથા અપમાન કરવાથી ગુસ્સે થતા નથી તથા ગુસ્સે થઈને કદી પણ કઠોર વચન ખેલતા, નથી, એજ સાધુ પુરુષનાં લક્ષણ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે માન અથવા અપમાનમાં જેઓને હષ અગર ક્રોધ થતા નથી એટલે કે જેઓની ઇચ્છા માત્રના નાશ થયા છે તેઓને સાધુ કહે છે. ભલા ! એવા સાધુ પુરુષની આરાધના કરવાથી પ્રાકામ્ય સિદ્ધિ કેમ ન પ્રાપ્ત થાય?
(૫) વિહંપુરાણમાં સાધુના સ્વભાવના વિષયમાં કહ્યું છે કેઃ—
'त्यक्तात्मसुखभोगेच्छाः, सर्वसत्त्वसुखैषिणः।
भवन्ति परदुःखेन, साधवो नित्यदुःखिताः ॥ १ ॥