________________
શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. પ્રમાણે નીચાઈમાં છે, કિંતુ કેઈક લબ્ધિવાળા સાધુજને મેરૂ ચૂલિકા સુધી પણ તપસ્યા કરતા માલુમ પડી આવે છે, એ પ્રકારે લેકમાં જ્યાં જ્યાં જે જે સાધુઓ હોય તે સર્વેને નમસ્કાર થાઓ, એ સર્વ શબ્દનું તાત્પર્ય છે.
પ્રશ્ન–“ચૈ હૂળ એ પદમાં પ્રાકામ્ય સિદ્ધિ શી રીતે સમાએલી છે?
ઉત્તર–વૃંદૂ એ પદમાં જે પ્રાકામ્ય સિદ્ધિ સમાએલી છે તેને કારણે આ છે –
(૧) પહેલાં કહી ગયા છીએ કે-“જ્ઞાનાદિ રૂપ શક્તિ દ્વારા જેઓ મેક્ષની સાધના કરે તેઓને સાધુ કહે છે, જેમાં સર્વ પ્રાણીઓ પર સમાનભાવ ધારણ કરે છે અથવા જેઓ ચોરાશી લાખ જીવનિમાં ઉત્પન્ન થએલા સમસ્ત છે તરફ સમભાવ ધારણ કરે છે તેઓને સાધુ કહે છે, અથવા જેઓ સંયમના સત્તર ભેદને ધારણ કરે છે અને અસહાયકોને તપસ્યા આદિમાં સહાયતા આપે છે તેઓને સાધુ કહે છે અથવા જેઓ સંયમ પાળવા વાળા જનને સહાયતા કરે છે તેઓને સાધુ કહે છે.”
મોક્ષમાર્ગમાં સહાયક હોવાને લીધે તેઓ પરમોપકારી હોય છે, તેઓ પાંચ ઈન્દ્રિઓને પોતાના કાબુમાં રાખીને તેના વિષયમાં પ્રવૃત્તિ નથી કરતા, પર્કાય જીની પોતે રક્ષા કરે છે અને બીજાઓ પાસે કરાવે છે, વિશિષ્ટ સત્તર ભેદે સંયમનું આરાધન કરી સમસ્ત જી પર દયાના પરિણામ રાખે છે, અઢાર હજાર શીલાંગરથના ઘેરી હોય છે અને અડગ આચારનું પરિપાલન કરે છે, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનું પાલન કરે છે, બાર પ્રકારની તપસ્યામાં પોતાની શક્તિને ફેરવે છે, આત્માના કલ્યાણનું હરહમેશ ધ્યાન રાખે છે, આરંભ સમારંભના આદેશ તથા ઉપદેશથી અલગ રહે છે, મનુષ્યને સમાગમ, વંદન અને પૂજન વગેરેની ભાવનાથી સદા દૂર રહેવાવાળા હોય છે, તાત્પર્ય એ છે કે તેઓને કેઈપણ જાતની કામના હોતી નથી અર્થાત્ તેઓ સર્વથા પૂણેચ્છાવાળા હોય છે, તેથી પૂર્ણ કામ હોવાના કારણે તેઓનું ધ્યાન કરવાથી ધ્યાન કરનારને પણ પૂર્ણ કામતા અર્થાતુ પ્રાકામ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) “ નીતિ સાધવતિ વા ઘરાક લેખિ રૃતિ સાધુ: ” એટલે જેઓ બીજાના કાર્યોને સિદ્ધ કરે છે તેનું નામ સાધુ છે, સાધુ શબ્દને આ અર્થ જ એ વાતને પ્રકટ કરે છે કે સાધુજન બીજાઓની કામના તથા તે સંબંધી કાર્યોને પૂર્ણ કરે છે, તેથી માનવું જોઈએ કે “ક્વકૂળે” એ પદના ધ્યાનથી પ્રાકામ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.