SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૮ ) તેનું અર્ધ ૩૧૭૬૬ પેજન આવે તે મધ્યની ૧૦૦૪પ યોજનની પહોળાઈની પરિધિ સમજવી, તેને તે વિષ્કના ચેથા ભાગે એટલે ૨પ૧૧ યાજનવડે ગુણતાં ૨૫૨૨૯૨૭૩ એજન આવે તેને ઊંડાઈ અથવા ઊંચાઈના ૧૦૦૦ વડે ગુણતાં ૨૫૨૨૯૨૭૩૨૫૦ એજન આવે એટલું પૃથ્વીની અંદરના ભાગનું ઘનગણિત જાણવું. નીચેનું, મધ્યનું ને ચૂલિકાનું ત્રણેનું ઘનગણિત એકત્ર કરતાં એજન ૨૩૯ર૭૧પ૭પર૧૦ આવે. એટલું આખા મેરુનું ઘનગણિત જાણવું. ૪ ચાર ગજદંતા પર્વત ચાર ગજદતા પૈકી બે બે નિષધ ને નીલવંત પાસે ૪૦૦ એજન ઊંચા છે અને મેરુપર્વત પાસે પ૦૦ એજન ઊંચા છે. નિષધ નલવંત પાસે ૫૦૦ જન પહોળા છે અને મેરુ પાસે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. બન્નેની અણીઓ મળી ગયેલી છે. એ બનેની વચ્ચે આવેલાં દેવકુરુ અથવા ઉત્તરકુરુ ક્ષેત્ર નિષેધ નીલવંત પાસે પ૩૦૦૦ એજન લાંબા છે અને તેની પહોળાઈ મહાવિદેહની પહોળાઈના ૩ર૬૮૪ જનને જ કળામાંથી મેરુપર્વતની જમીન પરની પહોળાઈના ૧૦૦૦૦ યોજના બાદ કરતાં ૨૩૬૮૪ જન ને ૪ કળા રહે, તેનું અર્ધ કરતાં ૧૧૮૪૨ જન ને બે કળા આવે તેટલી છે. ગજદતા પર્વતો અર્ધ વર્તુલના અર્ધ આકારવાળા છે, ૩૦૨૯ જન ને ૬ કળા લાંબા છે. એનું પ્રતર કે ઘન લાવવાની કઈ રીત ધ્યાનમાં ન આવવાથી તે અહીં કરી શક્યા નથી. આ પાછળના બધા ઘનગણિતમાં પરિધિ કરતાં આવેલ છેદરાશિ, શેષરાશિ ને તેમજ બીજી રીતના પણ વધારાને ધ્યાનમાં લીધેલા નથી. આ તે એક પ્રકારની બાળચેષ્ટા જેવી ચેષ્ટા કરી છે. તેમાં જે કાંઈ ખલના જણાય તે કૃપાદ્રષ્ટિથી જરૂર વાંચનાર વિદ્વાન મુનિરાજ તેમજ શ્રાવકભાઈએ અમને લખવી કે જેથી તે ખલના તેમનો આભાર માનવા સાથે સુધારી શકાય. ઇતિ ધનગણિત વિચાર અહીં સુધી તે જ બૂઢીપના પર્વતો ને ક્ષેત્રોના પ્રમાણ વિગેરે બતાવ્યા છે. ધાતકીખંડ ને પુષ્કરધરાઈ દ્વીપની સ્થિતિ તે કરતાં વિલક્ષણ છે, કારણ કે જમ્બુદ્વીપ થાળીને આકારે ગાળ છે અને આ બંને દ્વીપો વલયાકારે ગેળ છે એટલે એનું પ્રમાણ જુદી જ રીતે આવી શકે છે. તે આ સાથે બતાવવામાં આવેલ છે. Aho! Shrutgyanam
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy