________________
( ૯ ) શ્રી ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપાર્ધ વિચાર
આ બંને દ્વીપમાં ક્ષેત્રે જબૂદ્વીપ કરતાં બમણું એટલે ૧૪-૧૪ છે, તેમજ વર્ષધર પર્વતા પણ જ બૂદ્વીપ કરતાં બમણું એટલે ૧૨-૧૨ છે. ઉપરાંત બે બે ઈશ્વાકાર પર્વત હોવાથી કુલ પર્વતો ૧૪-૧૪ છે. ધાતકીખંડમાં પર્વતોની પહેલાઈ જબૂદ્વીપના પર્વતોથી બમણું છે ને લંબાઈ તો એક સરખી ચાર લાખ જન છે. પુષ્કરવરાર્ધમાં જબૂદ્વીપના પર્વતો કરતાં પહોળાઈ ચારગણું છે ને લંબાઈ આઠ લાખ યોજન એક સરખી છે.
ક્ષેત્રનું પ્રમાણ જંબદ્વીપ કરતાં જુદી જ રીતનું છે. ધાતકીખંડમાં ને પુષ્કરાવરાર્ધમાં આદિની, મધ્યની ને અંત્યની એમ ત્રણ પ્રકારની પરિધિ કાઢી તેમાંથી ૧૪ પર્વતોનું પ્રમાણ બાદ કરી પછી તેને ૨૧૨ વડે ભાંગતા જે આવે તેટલા જ પ્રમાણુવાળા બે ભરત ને બે એરવત આદિ, મધ્ય ને અંત્યમાં છે. ૨૧૨ વડે ભાંગતા આવેલા અંકને ચારે ગુણતાં જે અંક આવે તેટલા પહોળા બે હિમવંત ને બે હિરણ્યવંત ક્ષેત્ર છે. સોળે ગુણતાં જે અંક આવે તેટલા પહોળા બે હરિવર્ષ ને બે રમ્યફ ક્ષેત્ર છે અને ૬૪ વડે ગુણતા જે અંક આવે તેટલા પ્રમાણુવાળા આદિ, મધ્ય ને અંત્યમાં બે મહાવિદેહ ક્ષેત્ર છે. એ જ પ્રમાણે ૧૪ ક્ષેત્રમાં ૨૧૨ ભાગની વહેંચણી સમજવી.
ચદ પર્વતોનું પ્રમાણ કેટલું બાદ કરવું અને એ પ્રમાણે બાદ કરતાં ત્રણે પ્રકારની પરિધિની ધ્રુવરાશિ કેટલી બાકી રહે છે તે આ સાથે ધાતકીખંડ ને પુષ્કરાવરા બંનેને માટે બતાવેલ છે. તેને ૨૧૨ વડે ભાંગવાનું છે.
બંને દ્વીપમાં ચિદે ક્ષેત્રનું ઉપર જણાવ્યા પ્રમાણે ગુણાકારને ભાગાકાર કરતાં આદિ, મધ્ય ને અંતમાં કેટલું પ્રમાણ આવે છે તે અઢી દ્વીપના નકશાની હકીકતવાળી બુકમાં બતાવેલ છે, તેમાંથી ઉદ્ધરીને આ સાથે યંત્ર તરીકે આપેલ છે.
ધાતકીખંડનું વિવરણ ધાતકીખંડની આદ્ય પરિધ ( લવણસમુદ્ર પાસે ) ૧૫૮૧૧૩૯ જન છે. મધ્ય પરિધિ ૨૮૪૬૦૫૦ એજન છે અને અંત્ય પરિધિ ( કાળદધિ પાસે ) ૪૧૧૦૯૯૬૧ જન છે. તે ત્રણે પરિધિમાંથી પર્વતોને વિસ્તાર સરખો બાદ કરવાને તે નીચે પ્રમાણે–
Aho! Shrutgyanam