SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-કલ્પલતા ૩૪ થઈ ગયું. (૫) તે પછી વીંછીએ. વિકર્યાં. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા તે વીંછીએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬) ત્યાર પછી નળિયા વિકર્યાં. તે ‘ખી ! ખી !’ એવા શબ્દો કરતા દોડીદોડીને પોતાની ઉગ્ર દાઢા વડે ભગવંતના શરીરનું માંસ તેડવા લાગ્યા. (છ) પછી ભયંકર સર્પી છોડી મૂક્યા. પરમાત્મન્ મહાવીરનું આખું શરીર—પગથી માથા સુધી --સૌથી છવાઇ ગયું, કણાઓ ફાટી જાય તેવા વ્હેરથી પ્રભુના શરીર ઉપર કૃષ્ણાના પ્રહારો થવા લાગ્યા, દાઢા ભાગી ાય તેટલા બળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉદરા વિધુર્યાં. તે નખથી અને દાંતથી પ્રભુને ખવા લાગ્યા અને તેની ઉપર પેશાબ કરીને પડેલા ઘા ઉપર ક્ષાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મોન્મત્ત હતી વિકુૉ. હસ્તીએ પ્રભુના શરીરને સૂંઢથી પકડી, અંદર ઉછાળી, કંકૂશળ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યાં અને પગ નીચે પણ દાઝ્યા. (૧૦) હાથીથીક્ષાભ ન થયા. એટલે હાથણીએ આવી. તે હાથણીએ એ પણ તીક્ષ્ણ દાંતથી પ્રભુને ઘણા પ્રહાર કર્યાં. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ અગ્નિની જવાળાથી વિકરાળ બનેલા પેાતાના મુખને કાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યા અને અટ્ટહાસ્ય કરી ઘેાર ઉપસર્ગ કર્યાં. (૧૨) તે પછી નિર્દય સંગમે વાધનું રૂપ લીધું. પોતાની વજ્ર જેવી દાટથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહેથી પ્રભુના આખા શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩) છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ નેઇ સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. તે નણે કરુણાજનક વિલાપ કરીને મોલવા લાગ્યા કે હે પુત્ર! તેં આવી દુષ્કર દીક્ષા શું કરવા લીધી ? અમે ઘણાં દુ:ખી થઈ આડાં અવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તું અમારી સંભાળ કેમ નથી લેતા?' આવા વિલાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ રહ્યા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિકર્યાં. તે છાવણીના માણસોએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ મળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂક્યું, અગ્નિ એટલે બધા આકરા કર્યાં કે પ્રભુના પગ નીચેથી પણ મળવા લાગ્યા. (૧૫) તે પછી એક ચાંડાલ વિક્ર્વ્યાઁ. તે ચાંડાલે પ્રભુની ડાકમાં, બે કાનમાં, બે ભુખ્તમાં અને એ હંધા વગેરે અવયવા ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારા એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિષુવ્યોં. એ પવનથી પર્વતા પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વંટોળ ઊપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પેઠે પ્રભુને ખૂબ ભમાવ્યા. (૧૮) તે પછી સંગમે ક્રેધે ભરાઈને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકવ્યું. તે કાળચક્ર ઉપાડી ોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું, તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તે ઢીંચઙ્ગ સુધી જમીનમાં પેસી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલ્લામાં છેલ્લા અનુકૂળ ઉપસાઁ અજમાયશ કરવાનો વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિષુવ્યું. માસા આમતેમ કરવા લાગ્યા અને તે પ્રભુને કહેવા લાગ્યા કે હૈ દેવાર્ય! પ્રભાત થઈ ગયું છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં કયાં સુધી રહેશો? ઊઠે, આપના ધ્યાનનો સમય તો ક્યારના યે પૂરા થઈ ગયા.' પણ પ્રભુ તો પેાતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવઋદ્ધિ વિકી, અને વિમાનમાં અેસી પ્રભુને લલચાવવા લાગ્યા કે હે મહિ”! હું આપનું આવું ઉગ્ર તપ અને પવિત્ર સત્ત્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું, તે આપને જે જોઈએ તે માગી લેા. કહો તો આપને સ્વર્ગમાં લ જાઉં, કહો તો મેાક્ષમાં લઇ નવું.' એ ભીડી શબ્દોથી પણ પ્રભુ ન લેાભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાએક વિકીં. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા, પણ પ્રભુનું એક રૂંવાડું યે ન કરક્યું તે ન કરકયું, એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મેટામેટા વીસ ઉપસર્ગો કર્યાં, છતાં પ્રભુએ તે તેના તરફ દયાદષ્ટિજ વર્ષોંની, ધન્ય છે મહાવીરની અસીમ કરુણાને
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy