SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-કલ્પલતા દંડ ઉપર ફરતી વજા જોઈ. તેના ઉપલા ભાગમાં વેત વર્ણનો એક સિહ ચીતર * ધ્વજ એ વિજયનું ચિહ્ન છે. (૯) જળ પૂર્ણ કુંભ-નવમાં વનને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલો કુંભ જોયા. તે કુંભ (કવશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમામે હતો. એમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી તે કલ્યાણને સૂચવનો હતે. પૂર્ણ કુંભ મંગલને ઘાતક છે. (૧૦) પધરાવર—દસમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્મસરોવર જોયું. આખું સરોવર જુદીજુદી જાતનાં વિવિધરંગી કમળોથી તથા જળચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પાસવર દસમા વનમાં જોયું. સરોવર નિર્મળતાનું સ્થાનક છે. (૧૧) ક્ષીરસમુદ્ર-અગિયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જે. એ સમુદ્રના મધ્ય ભાગની ઉજવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અસાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો. (૧૨) દેવવિમાન–બારમા વનમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું, જેના ૧૦૦૮ થાંભલા હતા. તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી. તેની ઉપર વરૂ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પલતા વગેરેનાં મનોહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાય અને વાજિંત્રોના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરૂ, ઊંચી જાતને હિંદુ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી ઉત્તમ હેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન તેણે જોયું. (૧૩) રાશિ-તેરમા વનમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રાને ઇગલો જોયો. તેમાં પુલકરત્ન, વજીર, ઈન્દ્રનીલ રત્ન, સ્ફટિક વગેરે રને જોયાં. તે ઢગલો પૂછવાતાળ પર હોવા છતાં કઈ , વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતો. (૧૪) નિધૂમ અગ્નિ-ચૌદમા સ્વપ્નમાં એ ત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરનો અગ્નિ જોયો. અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગર હતો. તેની જવાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના કેઈએ કે પ્રદેશને પકવા પ્રયત્ન કરી રહી હોય એવી ચંચલ લાગતી હતી. ચિત્ર ૩૭ ચંડકૌશિકને પ્રતિબોધ–દે પાઠ ના દયાવિ૦ ની કલ્પસૂત્રની પ્રતની સુશોભનકળાના નમૂલી તરીકે આખા પાનાનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ આખી યે બતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાને સુશેન સંગાર મુખ્ય ભાગ ભજવે છે. મોરાક ગામથી વિહાર કરી પ્રભુ તાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગવાળી આએએ કહ્યું કે “વામી! આપ જે માર્ગે જાઓ છો તે જેકે તાંબાનો સીધે માર્ગ છે, પણ રસ્તામાં કનકલ નામનું તાપસનું આશ્રમસ્થાન છે ત્યાં હમણાં એક ચંડકૌશિક નામને દૃષ્ટિવિપ સર્ષ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળે.' છતાં કરુણાળુ પ્રભુ, બીજા કોઈ ઉદ્દેશથી નહિ, પણ પિલા ચંડકૌશિકને પ્રતિબોધવા તે જ માગે તે જ આશ્રમ ભણી ગયા. ચંડકૌશિકને પૂર્વ ભવ એ ચંડૌશિક પૂર્વ ભવમાં ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગોચરી વહોરવા એક શિવની સાથે ગામમાં ગયા. રસ્તે તેમના પગ નીચે એક નાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિકમવા માટે હિતચિંતક શિષ્ય ગુરને ઇરિયાવહી પડિ કક્કમતાં, ગેયર પડિકકમતાં, અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં, એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભારી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને ક્રોધમાં તેઓ શિષ્યને મારવા દેવા. પણું અકસ્માત એક થાંભલા સાથે અકળાતાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા. ત્યાંથી તેઓ તિક
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy