________________
જેન ચિત્ર-ક૯૫લતા quacy; it is the direct expression of a flashing religious conviction and of freedom from any specific materialinterest. This is the most spiritual form known to us in Indian painting, and perhaps the most accomplished in technique, but not the most emotional nor the most intriguing Human interest and charm, on the other hand, are represented in Ajanta painting and in late Rajput art.' અર્થાત-હથેટી હળવી અને પ્રાસંગિક હોય તેટલા ઉપરથી કળાનૈપુણ્યની ઊણપ છે એમ ફલિત થતું નથી. (દરેક યુગનાં પ્રાથમિક ચિત્રોનું ખરબચડાપણું સામાન્ય જેનારને તે ખામી રૂપ જ દેખાય છે.) ઉલટું પૂર્ણ સંયોજન જણાય છે; કારણકે તે સતેજ ધર્મશ્રદ્ધા અને જડ વસ્તુ પરના રાગની મુક્તિના સીધા પરિણામરૂપ છે. ભારતીય ચિત્રકળાનું આ અતિ આધ્યાત્મિક, અને કૌશલ્યમાં કદાચ એક નિપુણતાવાળું સ્વરૂપ છે, જોકે તે બહુ ભાવનાત્મક કે અટપટું નથી. બીજી બાજુ, અજંતાનાં ચિત્રોમાં અને પાછળની રાજપુત કળા'માં માનુષી રસ અને સાંદર્ય પ્રતિષ્ઠિત કરેલાં છે.”
આ કળાની ખાસ વિશિષ્ટતાએ આ કળાનાં ચિત્રોની ખાસ વિશિષ્ટતાઓ તો તેનાં સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરાની રીતે બહુ જ જુદા પ્રકારની છે તે છે; અને વળી તે સાથે તેની આંખ બહુ જ અજાયબીભરી હોય છે. પ્રાચીન તાડપત્રના સમય દરમ્યાન ચહેરાઓ હમેશાં એમાંથી એક તરક,બેતૃતીયાંશ અગર કાંઇક વધારે પડતા ચીતરેલા હોય છે. પછીના-કાગળના-સમય દરમ્યાન આગળની આંખ હમેશાં સંપૂર્ણ દોરવામાં આવતી કે જે પોટેટની ખાલી જગ્યા રોકતી. મિ. ઘોણ સમજાવે છે કે “આ ફેરફાર ચિત્રકારની ઇરછા મુજબ થતો, કારણકે તે એમ બતાવવા માગતું કે તે આ કાંઇ સાદું ચિત્ર ચીતર નથી, પરંતુ તેનો ઇરાદે એક સાંપ્રદાયિક ચિત્ર તૈયાર કરવાનો છે.” આ દલીલ ગમે તેમ હોય, પણ તેના કરતાં મેં અત્રે રજુ કરેલી દલીલ વધારે યોગ્ય હોય તેમ મને લાગે છે. હાલમાં શ્વેતાંબર મંદિરમાં મોટે ભાગે દરેક મૂર્તિ ઉપર, મૂર્તિના પથ્થરમાં કોતરેલા મૂળ ચઓ ઉપરાંત વધારાનાં સ્ફટિકનાં ચક્ષુઓને (કે જેને આકાર લંબગોળ જેવો અને બંને ખૂણાઓ અણીવાળા હોય છે તેનો ઉપયોગ વધારે ભકિ–બહુભાનતા દેખાડવા માટે કરવામાં આવે છે. આ સ્ફટિકનાં ચક્ષુએ મૂર્તિની મૂળ કુદરતી આંખ ઉપર અરધો ઈચ અગર તેથી વધારે આગળ ઉપસી આવતાં દેખાય છે, અને જ્યારે મૂર્તિને એક બાજુ ઉપરથી જોવામાં આવે ત્યારે જૂનાં ચિત્રમાં જેવી રીતની પટેટની આંખે ચીતરવામાં આવેલી હોય છે તેને બરાબર મળતાં તે દેખાય છે. અત્યાર સુધી જાણમાં આવેલા આ કળાના નમૂનાઓ જૈન શ્વેતાંબર સંપ્રદાયની પ્રતામાં ચીતરેલા દેખાય છે અને તેમાં મુખ્યત્વે તીર્થકરોનાં, દેવદેવીઓનાં ને પ્રખ્યાત ધર્મગુરુઓનાં જેવાં હોય છે તેવાં ચક્ષુ જ શ્વેતાંબર જૈન મંદિરના સ્થાપત્યમાં છે. એટલે મારી માન્યતા મુજબ તે આ જૈશ્રિત કળામાં જે ઉપસેલાં ચક્ષઓ દેખાય છે તેમાં તથા શરીરના બીજા અવયવો જેવાં કે નાક, કાન, આંખની ભમરી વગેરે અંગોપાંગમાં ચિત્રકારે તાંબર જૈન મંદિરને સ્થાપત્યનું જ અનુકરણ કરેલું હોય તેમ સ્પષ્ટ ભાસે છે. એક બાજુ તીર્થકરે, દેવદેવીએ, સાધુઓ અને દેરાસરની અંદરની બાજુમાં કોતરેલી નર્તકીઓની એ મૂતિઓ તથા બીજી બાજુ આપણાં અહીં રજુ કરવામાં આવેલાં ચિત્રો છે એ બંનેની વચ્ચે દેખાતી સરખામણી મારી આ દલીલને મજબૂત પુરાવો આપે છે.
જોકે પંદરમા સૈકાની વૈષ્ણવ સંપ્રદાયની હસ્તપ્રતોમાંના તેમજ એલોરાની ગુફામાંના કલાસના હિંદુ મંદિરનાં ભિત્તિચિત્રના ચહેરાઓ પણ તે જ જાતની વિશેષતા દર્શાવે છે. વૈષ્ણવ સંપ્રદાયની હસ્તપ્રતોનાં ચિત્રોમાં આ જાતની જે વિશેષતા જોવામાં આવે છે તે બહુ મહત્ત્વની નથી.