________________
ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા
१९
રાજપુત અને મુગલકળાની જન્મદાત્રી છે. ત્રીજી બાજુએ કેટલાક દાખલામાં તેની સાથે દંરાની કળાનું મિશ્રણ થએલું છે,
ગુજરાતની જૈનાશ્રિત કળાનાં નાનાં ચિત્રાની આટલી બધી ઉપયાગતા હોવા છતાં તેના તરફ બહુ જ એછું ધ્યાન આપવામાં આવ્યું છે તેથી તેમજ તેના ઉપરનાં બહુ જ ચેડાં લખાણા પ્રસિદ્ધિમાં આવેલાં હોવાથી હજુ સુધી કેટલાક વિદ્વાનોને આ કળા તદ્દન અજ્ઞાત છે.
અજાણ રહેવાનું એક કારણ એ પણ છે કે જૈન ગ્રંથભંડારા સિવાય ભારતનાં મ્યુઝિયમેામાં તેમજ પાશ્ચાત્ય પ્રદેશમાં તેની જે પ્રતો જોવામાં આવે છે તે, મળી આવતી પ્રતાના સામા ભાગની પણ નથી. ભારતના જૈન ગ્રંધભંડારામાં તેમજ જૈન સાધુએ તથા જૈન ધનાઢયોના ખાનગી સંગ્રહમાં અધી મળીને હજારા હસ્તપ્રતા હજુ અણુશાલી પડી છે. બીજું કારણ વસ્તુના અજ્ઞાતપણાને લીધે તેના વહીવટદારેની તે નહિ બતાવવાની સંકુચિતતા છે. કેટલાક દાખલાઓમાં આ સંકુચિતતા વ્યાજબી પણ છે.
ગુજરાતની આ જૈનાશ્રિત કળાના નમૂનાઓ પરદેશમાં મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળે એ આવેલા છેઃ ઇંગ્લંડમાં બ્રિટિશ મ્યૂઝિયમમાં, ઇંડિયા ઍકિસની લાયબ્રેરીમાં, રાયલ એશિયાટિક સાસાએટીની લાયબ્રેરીમાં, બૉલીઅન લાયબ્રેરીમાં, કૅમ્બ્રિજ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં; જર્મનોમાં Staats Bibliothek અને મ્યૂઝિયમ fur Volkernkunde બંને બર્લિનમાં; ઑસ્ટ્રિયામાં વીએેનાની યુનિવર્સિટીની લાયબ્રેરીમાં; અને ફ્રાન્સમાં Strasbourgની લાયબ્રેરીમાં, કદાચ ઘેાડીઘણી ઇટાલીના કલોરેન્સની લાયબ્રેરીમાં પણ હોય. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને સ્ટન મ્યૂઝિયમમાં કે જ્યાં (ભારતીય જૈન ગ્રંથભંડારા બાદ કરીએ તે) પરદેશમાંના આ કળાના સારામાં સારા સંગ્રહ છે; વોશિંગ્ટનમાં દ્વીઅર ગૅલેરી આક આર્ટમાં, ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યૂઝિયમમાં, ડેટ્રોઈટના આર્ટ મ્યૂઝિયમમાં તથા ઘણા અમેરિકન ધનકુબેરોના ખાનગી સંગ્રહામાં
આ ચિત્રા આવેલાં છે. આ પ્રમાણે પશ્ચિમના પ્રદેશેામાં બહુ જ થૈડી જગ્યાએાએ પ્રતા ગએલી હોવાથી પણ ઘણા પાશ્ચાત્ય વિદ્રાના આ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાથી અજાણ્યા હોવાનું સંભવી રાકે છે, પરંતુ હવે એવા સમય આવી લાગ્યે છે કે ભારતીય ચિત્રકળાના અભ્યાસીમેને આ કળાથી અજ્ઞાત રહેવાનું પાલવી શકે જ નહિ,
ગુજરાતની આ જેનાશ્રિત કળા જે મુખ્યત્વે નાનાં બિચિત્રાની કળા છે તેને, જેના ઉપર તે ચોતરવામાં આવી છે તેના પ્રકાર પ્રમાણે જે વહેંચી નાખવામાં આવે તો તે ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે. આ ચાર વિભાગમાં પહેલા વિભાગની કળાનાં બધાં ચિત્રા તાડપત્રની હસ્તલિખિત પ્રતા ઉપર ચીતરેલાં કાયમ છે, જે ચિત્રાને આપણે ઉષર એ વિભાગમાં વહેંચી નાખ્યાં છે. બીન્ન વિભાગનાં ચિત્રા તાડપત્રની પ્રતાની ઉપર નીચે બાંધવામાં આવતી લાકડાની પાટલી ઉપર ચીતરેલાં હેવામાં આવે છે. ત્રા વિભાગનાં ચિત્રા કપડાં ઉપર અને ચાથા વિભાગનાં કાગળ ઉપર ચીતરાએલાં મળી આવે છે. પાછળના ત્રણ વિભાગનાં ચિત્રાને આપણે ઉપર ત્રીવિભાગમાં સમાવી દીધાં છે, તેનું કારણ લાકડા તથા કપડાં ઉપરનાં ચિત્રા માત્ર ગણ્યાગાંડવાં મળી આવ્યાં છે તે છે. તાડપત્રની કળાને આપણે ‘પ્રાચીન કળાના નામથી સંòોધન કર્યું છે. ઇ.સ. ચૌદસા પચાસમું વર્ષ તાડપત્રની કળા તથા કાગળની કળાના ભાગલા વહેંચવા માટે યોગ્ય હાય એમ મને લાગે છે, પ્રાચીન તાડપત્ર ઉપરની નાનાં ચિત્રોની કળા ઇ.સ.ના પંદરમા સૈકાના ઉત્તરાર્ધ પછી તદ્દન લુપ્ત થઇ ગઇ હેાય એમ દેખાય છે.