________________
696
પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા
૪મા સૈકાથી અજંતાની ચિત્રકળાની ગંગા કાળસાગરમાં લુપ્તથયા બાદ હિંદુસ્તાનમાં
અઢારમા સૈકા સુધી સાહિત્ય સંસ્કૃતિ અને ધર્મના ઘેરા રંગે ફૂલતીકાલની રહેલી, તાડપત્રા અને હરતલિખિત ગ્રન્થામાં સચવાતી આવતી, કલ્પસૂત્રેાની ચિત્રકળામાં છે. ભારતન મધ્યકાળના તિહાસમાં જે વેળા ગુજરાત અનુપમ સ્થાન ભાગવતું હતું તે વખતે તેની ભાગ્યલક્ષ્મીના સ્વામીઓ ગુર્જર નરેશા અને જૈન મુત્સદ્દીએ હતા; એટલે તેમણે સ્થાપત્ય અને દંતર કલાઓનો સમાદર કરી ઇતિહાસમાં અમર પગલાં પાડયાં છે. એમના યુગનાં સ્થાપત્યસર્જન અને શિલ્પસામગ્રીએ તેમજ હસ્તલિખિત ગ્રંથાની સંખ્યાબંધ પ્રતા જોઇએ છીએ ત્યારે એમ જ લાગે છે કે તે યુગના માનવીએ જો કેવળ રાજ્યે જીતવામાં, લડાઇ કરવામાં અને વહેમ તથા કુસંપમાં જ જીવન ગાળતા હોત તો આવું પ્રશુલ કલાસર્જન તેમને હાથે થવું અશકય જ હાત. પણ આઘેથી કાળનાં ચિત્રો જોનારને પ્રશ્નએ એ વચલા ગાળાએામાં કેવી નિરાંત, શાંતિ અને સુખ-સંસ્કૃતિભરી જિંદગી માણી છે તેને ખ્યાલ આ સ્વસ્થતાભરી, ચિંતનશીલ અને ર'ગૌર્ભવાળી ફલાસામગ્રીના થાળ જોવાથી જ આવે તેમ છે.
મધ્યકાળના એ નમૂનાઓમાં સૌથી અગ્રસ્થાન ખંભાત અને પાટણમાંનાં તાડપત્રાનાં ચિત્રાને આપી શકાય. તેની એકએ પ્રતેા જ ઉપલબ્ધ હોવા છતાં જે વસ્તુ આપણી સામે રજી થાય છે તે ઉપરથી ખાત્રી થાય છે કે એ કાળના સમાજમાં ચિત્રકળા કોઇ આગલી પેઢીએથી સચવાતી, ઉછેરાતી અને માન પામતી હોવી જ જોએ; નડતા એ ગ્રંથાનાં ચિત્રોમાં જે રૂઢ થયેલી પાકી શૈલીના ઉપયેાગ થયા છે તે ઉપલબ્ધ ન હોત. આ કળા અનાડી કે અણુધડ હાથમાં જન્મેલી નથી, પરંતુ અનેક પ્રકારનાં કૌશલ્યપૂર્વક રંગ અને રેખાની સજીવતા તથા ફિચરચનામાં કાબેલ થએલા માનવીઓએ સિદ્ધ કરેલી શૈલી છે એમ આપણે સ્વીકારવું પડે છે. એની મુખ્ય ખૂબી તે સરળ રેખામાં આક્ષેબ કાનિરૂપણ કરવાની તેની શક્તિમાં છે. વાડ્મય સાથે ચિત્રકળા કેવો તાલ મેળવે છે એ દર્શાવવામાં આ શૈલી અવધ કરી નાખે છે, આકૃતિ અને રંગાના અહેક સંકેતપૂર્ણ પ્રયોગો દ્વારા એ ચિત્રામાં સાહિત્ય, વિચાર અને દષ્ટિને ઉદ્દીપ્ત કરે એવી એક નવી જ જાતની બિછાત બની રહે છે. જે હાથમાં કલમ કે પીછી લઇ જરાપણ આકૃતિ દોરી શકતા હશે તેમને તે ચિત્રાની ભૂમિકાની સમતોલ ર'ગભરણી, ઉપાડ કે ઊંડાણના પ્રયત્નવગર આનંદસમાધિમાં ગરકાવ કરશે. આજ સુધી આ ચિત્રાના મેટામાં મોટા સમુદાય જૈન ધર્મના ગ્રંથામાંથી મળી આવ્યે હતા, એટલે તેને માત્ર ધર્મના સાંકેતિક સ્વરૂપો અથવા નિશાનીઓ જેવાં ગણી લઇ કલાના ઈતિહાસમાં તેનું સ્થાન નિણિત કરવામાં આવ્યું નહેતું; પરંતુ જ્યારે ગુજરાત, માળવા અને રજપૂતાનામાંથી બીજા સંપ્રદાયા ને સાહિત્યગ્રંથામાંથી પણ આ જ ચિત્રશૈલીના નમૂના હાથ લાગ્યા ત્યારે કલાનિષ્ણાતો સામે એક સળંગ ચિત્રપરંપરા તરવરવા લાગી અને આ ચિત્રામાં કલામર્મવાળાં સ્વરૂપો સમાએલાં દેખાયાં.
કલ્પસૂત્રેા જેવાં જ લક્ષણાવાળી કળા વસંતવલ્લાસ' અને શ્રી ‘બાલગાપાળતુતિ'માં પણ યાનએલી છે, તે ઉપરથી ખાત્રી થાય છે કે મુગલ કળા ખીલી તે પહેલાં ગુજરાત, માળવા અને મારવાડના પ્રદેશોમાં આ ચિત્રશ્રીના ડીકઠીક પ્રચાર થઇ રહ્યો હશે. આ કળાનો પરિચય માત્ર શ્રીમાને જ ભાગવતા નહિ હાય પણ લેાકરંજની કળા તરીકે તે પ્રજાજીવનમાં પણ સ્થાન પામી હશે, એ તે સમયનાં છૂટાં ચિત્રામણા, વા અને કોતરકામેા ઉપરથી સમાય છે; એટલેકે કળાકારા અને તેમની ચિત્રસામથ્રી લેકરચિત અને લેાકચિની જ હતી.