________________
(૧૭) શ્રી વીરસેન જિન સ્તવન
૧૮૯ સંક્ષેપાર્થ :- જે સ્યાદ્વાદમયી એવી નિજ આત્મપ્રભુતામાં એટલે જ્ઞાનાદિ આત્મઐશ્વર્યમાં સ્થિર ઉપયોગ પ્રવર્તે, તેને જ કેવલજ્ઞાન, કેવળદર્શન અને કેવળ ચારિત્રરૂપ રત્નત્રયીમાં ક્ષાવિકભાવે રમણતા થાય.
જે જીવ પ્રત્યાહાર કરીને એટલે પરભાવથી પોતાના પરિણામને પાછાવાળી શુદ્ધસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેયમાં અખંડપણે સ્થિરતા ધારણ કરીને રહે; તે ભવ્યાત્મા તત્ત્વાનંદી એટલે આત્માનંદની પૂર્ણ સમાધિમાં લયલીન થઈ સ્વરૂપસુખને અવશ્ય પામે. /કા
અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જો, કરતા ભોક્તા ભાવે રમણપણે ધરે રે લો; સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો,
દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લો૦૭ સંક્ષેપાર્થ:- અવ્યાબાધ એટલે બાધાપીડારહિત એવા સ્વઆત્મગુણને પ્રાપ્ત કરવાની પૂરણ રીત એ છે કે જીવ પોતાના સ્વભાવનો કર્તા અને તે સ્વભાવનો જ ભોક્તા બની, તે આત્મભાવમાં નિરંતર રમણતા ધારણ કરી રાખે અને પરભાવનો ત્યાગી થાય તો સહજ એટલે સ્વાભાવિક; અકૃત્રિમ એવો નિર્મળ જ્ઞાનાનંદ-આત્માનંદ પ્રગટ થાય. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે એવો નિર્મળ આત્માનંદ તે શ્રી નમિશ્વર પ્રભુની એકતાનપણે સેવા એટલે આજ્ઞા ઉઠાવવાથી પ્રાપ્ત કરી શકાય છે. તા.
૧૯૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પરમોત્કૃષ્ટ જગીશ કહેતા આત્મઐશ્વર્ય સર્વત્ર દીપી રહ્યું છે. તેમજ આપના આત્માનું અનંતવીર્ય ત્રણે ભુવનથી પણ અધિક જણાય છે. [૧
અણહારી અશરીર, અક્ષય અજય અતિ ધીર; આજ હો અવિનાશી, અલેશી ધ્રુવ પ્રભુતા બનીજી. ૨
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ અણાહારી છો, પૌદ્ગલિક શરીરથી રહિત છો, અક્ષય સ્થિતિને પામ્યા છો. આપને જગતમાં કોઈ જીતી શકે એમ નથી, તેમજ આપ અતિ પૈર્યવાન છો. આજ એટલે વર્તમાનમાં આપનું પ્રગટેલ અલેશી એટલે છએ વેશ્યાઓથી રહિત એવું સંપૂર્ણ આત્મપ્રભુત્વ તે કદી નાશ પામે એમ નથી. રા.
અતીન્દ્રિય ગત કોહ, વિગત માય મય લોહ;
આજ હો સોહે રે, મોહે જગજનતા ભણીજી. ૩
સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપનું સ્વરૂપ અતીન્દ્રિય છે. ગત કોહ એટલે જેનો ક્રોધ નાશ પામી ગયો છે એવા આપ છો. તથા વિગત એટલે વિશેષપણે ગયા છે માય એટલે માયા, મય કહેતાં મદ, અહંકાર તથા લોહ કહેતાં લોભ કષાય એવા આપ આજે જગતમાં શોભી રહ્યાં છો. આપનું એવું નિર્મળ સ્વરૂપ જગતની જનતાને મોહ પમાડે તેવું છે. તેવા
અમર અખંડ અરૂપ, પૂર્ણાનંદ સ્વરૂપ;
આજ હો ચિદ્રપે દીપે, થિર સમતા ધણીજી. ૪ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપને કદી મરણ છે નહીં માટે અમર છો. આપનું સ્વરૂપ કદી ખંડિત થવાનું નથી. માટે અખંડ છો. અરૂપી એવા આત્મસ્વભાવવાળા છો. આપનું સ્વરૂપ પૂર્ણ આનંદથી ભરપૂર છે. આજે આપ ચિતૂપે એટલે શુદ્ધ આત્મસ્વરૂપને લઈને દીપી રહ્યા છો. તેમજ સ્થિર એટલે સર્વકાળને માટે આપ સમતાના જ ધણી છો. Ifજા
વેદરહિત અકષાય, શુદ્ધ સિદ્ધ અસહાય;
આજ હો ધ્યાયકે નાયકને, ધ્યેયપદે ગ્રહોજી. ૫ સંક્ષેપાર્થ :- હે પ્રભુ! આપ સ્ત્રીવેદ, પુરુષવેદ તથા નપુંસકવેદથી રહિત છો. ચારેય કષાયથી પણ રહિત છો. સંપૂર્ણ કર્મ કલંકથી મુક્ત છો માટે
(૧૭) શ્રી વીરસેન જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી
(atok જાત માહા-એ (en) વીરસેન જગદીશ, તાહરી પરમ જગીશ;
આજ હો દીસે રે, વીર જતા ત્રિભુવનથી ઘણીજી. ૧ સંક્ષેપાર્થ :- હે વીરસેન જગદીશ્વર પ્રભુ! આપનું પરમ એટલે