________________
(૧૭) શ્રી વીરસેન જિન સ્તવન
૧૯૧ શુદ્ધ છો, તેથી સંપૂર્ણ સિદ્ધિને પામેલા છો. આપને કોઈપણ સહાયની જરૂર નથી. આજે જગતમાં પ્લાયકે એટલે સાધક પુરુષે, આપ જેવા નાયકને ધ્યેયપદે ગ્રહણ કરેલા છે; અર્થાત્ આપના શુદ્ધ સ્વરૂપને પામવું એ જ તેમનો અંતિમ ધ્યેય છે. //પા.
દાન લાભ નિજ ભોગ, શુદ્ધ સ્વગુણ ઉપભોગ;
આજ હો અજોગી કરતા, ભોક્તા પ્રભુ લલ્હોજી. ૬
સંક્ષેપાર્થઃ- આપ હે પ્રભુ! અનંતદાન, લાભ તથા પોતાના સ્વરૂપનો ભોગ તેમજ શુદ્ધ આત્મગુણોનો જ ઉપભોગ કરનારા છો. આપ અજોગી એટલે મનવચનકાયાના યોગ વિના સ્વસ્વભાવના જ કર્તા, ભોક્તા છો. એવા આપ ત્રિલોકપૂજ્ય પ્રભુને મેં મહતું પુણ્યના ઉદયે આજે લહ્યા છે અર્થાત્ પામ્યો છું. IIકા.
દરિશણ જ્ઞાન ચારિત્ર, સકલ પ્રદેશ પવિત્ર;
આજ હો નિર્મળ નિસ્નેગી, અરિહા વંદિયેજી. ૭
સંક્ષેપાર્થ :- સર્વ કર્મોનો નાશ કરવાથી આપના સર્વ પ્રદેશે પવિત્ર એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સર્વ ગુણો પ્રગટ થયા છે. સર્વ કર્મમળથી રહિત નિર્મળ તેમજ અસંગી એવા અરિહંત પરમાત્માને આપણે ભાવપૂર્વક વંદન કરીએ. આશા
દેવચંદ્ર જિનચંદ્ર પૂર્ણાનંદનો વૃંદ;
આજ હો જિનવર સેવાથી, ચિર આનંદિયેજી. ૮
સંક્ષેપાર્થ:- દેવોમાં ચંદ્રમા સમાન એવા જિનચંદ્ર અરિહંત પ્રભુ, જે પૂર્ણ આનંદના સમૂહ છે; એવા જિનેશ્વરની સેવા એટલે આજ્ઞા ઉઠાવવાથી ચિરકાળ આત્માનંદને પામી મુક્તિ મેળવીએ. દા.
૧૯૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ પશ્ચિમ અરધ પુષ્કરવરે, વિજય પુષ્કલાવઈ દીપે રે; નયરી પુંડરિગિણી વિહરતા, પ્રભુ તેજે રવિ ઝીપે રે,
શ્રી વીરસેન સુéકરુ. ૧ સંક્ષેપાર્થ :- પુષ્કરાદ્ધ દ્વીપના પશ્ચિમ ભાગમાં પુષ્કલાવતી વિજય શોભે છે. તેમાં પુંડરિગિણી નગરીમાં શ્રી વીરસેન પ્રભુ વર્તમાનમાં વિહાર કરી રહ્યા છે. તે પ્રભુના તેજ કહેતા પ્રતાપ આગળ રવિ એટલે સૂર્યનો પ્રતાપ પણ ઝીપે કહેતાં ઝાંખો પડે છે. એવા શ્રી વીરસેન પ્રભુ સુહંમરુ કહેતા સર્વ જીવોને સુખના કર્તા છે. ll૧.
ભાનુસેન ભૂમિપાળનો, અંગજ ગજપતિ વંદો રે; રાજસેના મનવલ્લભો, વૃષભ લંછન જિનચંદો રે. શ્રીર
સંક્ષેપાર્થ:- જે ભૂમિપાળ એટલે ભૂમિને પાલન કરનાર એવા રાજા ભાનુસેનના અંગજ કહેતા સુપુત્ર છે. જેની ચાલ ગજગતિ અર્થાત્ ગંધહસ્તિની ચાલ જેવી છે. એવા પ્રભુની હે ભવ્યો'તમે ભાવપૂર્વક વંદના કરો. જે રાજસેનાના મનને વલ્લભ કહેતા પ્રીતિ ઉપજાવનાર છે. જેમનું વૃષભ અર્થાત્ બળદનું લંછન છે, તથા જિનચંદ કહેતા જિનોમાં ચંદ્રમા સમાન જેની શોભા છે એવા શ્રી વીરસેન પ્રભુ સર્વને સુખના કારણરૂપ થાઓ. //રા
મસિવિણ જે લિખ્યા તુજ ગુણ, અક્ષર પ્રેમના ચિત્ત રે; ધોઈએ તિમ તિમ ઊઘડે, ભગતિ જલે તેહ નિત રે. શ્રી૩
સંક્ષેપાર્થ :- હે નાથ! મસિવિણ એટલે સ્યાહી વિના જ, આપના ગુણો મારા ચિત્તરૂપી ભૂમિ ઉપર મેં લખ્યા છે. તે પ્રેમના અક્ષરો વડે લખ્યા છે. તે આત્મગુણોને ભક્તિરૂપી જળથી નિત કહેતા હમેશાં જેમ જેમ ધોઈએ છીએ તેમ તેમ અંતરનો કર્મમેલ ધોવાતો જાય છે અને આત્મા ઉજ્જવળ થતો જણાય છે. માટે ગુણના સમૂહરૂપ પ્રભુ વીરસેન સર્વને સુખના કર્તા છે. [૩]
ચક્રવર્તી મન સુખ ધરે, ઋષભકૂટે લીખી નામો રે, અધિકા રે તુજ ગુણ તેહથી, પ્રગટ હુઆ ઠામઠામો રે. શ્રી૦૪
સંક્ષેપાર્થ :- ચક્રવર્તી છ ખંડ સાધી ઋષભકૂટ પર્વત ઉપર જઈ પોતાનું નામ લખે છે એવું વિધાન છે. માટે તેમ કરી આનંદ માને છે કે હું છ ખંડમાં નામાંકિત થયો.
(૧૭) શ્રી વીરસેન જિન સ્તવન શ્રી યશોવિજયજીત વિહરમાન વીશી (શ્રી ઋષભનો વંશ રાણાથરૂ-એ દેશી)