________________
૧૮૮
(૧૬) શ્રી નમિશ્વર જિન સ્તવન
૧૮૭ બીજું પાપ મૃષાવાદ :- જૂઠ બોલવાનો ભાવ ટળી જઈ સત્ય બોલવાનો ભાવ થયો.
ત્રીજું પાપ અદત્તાદાન :- ચોરી કરવાનો ભાવ ટળી જઈ શુદ્ધાત્મ તત્ત્વ ગ્રહણ કરવાનો ભાવ જન્મ્યો.
ચોથું પાપ અબ્રહ્મ :- કામભાવ ટળી જઈ આત્માના સહજાનંદની સમાધિમાં રમવાનો ભાવ થયો.
પાંચમું પરિગ્રહ પાપસ્થાનક :-પરવસ્તુના ગ્રહણનો ભાવ ટળી જઈ શુદ્ધ સ્વઆત્મગુણ ગ્રહણ કરવાનો ભાવ થયો.
છઠ્ઠ ક્રોધ પામસ્થાનક :- ક્રોધના ભાવને બદલે ક્ષમા આદરવારૂપ ભાવ થયો.
સાતમું માન પાપસ્થાનક :- માનને બદલે હૃદયમાં કોમળતા વ્યાપી મૃદુતા આવી હૃદય વિનયી થયું.
આઠમું માયા પાપસ્થાનક :- માયા ભાવ પલટાઈને આર્જવભાવ એટલે સરળભાવ પ્રગટ થયો.
નવમું લોભ પાપસ્થાનક:- લોભના પરિણામ ત્યાગી મને સંતોષવાળું થયું અથવા મુક્તિ પ્રાપ્ત કરવાનો લોભ જાગ્યો.
દશમું રાગ પાપસ્થાનક :- રાગભાવ વીતરાગતા પ્રાપ્ત કરવામાં પ્રવર્યો.
અગિયારમું દ્વેષ પાપસ્થાનક:- દ્વેષભાવ પલટાઈ જઈ અદ્વેષ પરિણામ થયા.
બારમું કલહ પાપસ્થાનક :- ક્લેશ પરિણામ અક્લેશભાવરૂપ થયા.
તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક :- કોઈના ઉપર આળ મૂકવાના પરિણામ મટી જઈ ગુણગ્રાહી થયો.
ચૌદમું પૈશુન્ય પાપસ્થાનક :- પરની ચૂગલી ચાડી કરવાનો ભાવ મટી જઈ પોતાના દોષ જોવાનો ભાવ પ્રગટ્યો.
પંદરમું પ૨પરિવાદ પાપસ્થાનક :- બીજાના અવગુણ, અવર્ણવાદ બોલવાનું મટી જઈ પરગુણ જોવાનો ભાવ થયો.
સોળમું રતિ-અરતિ પાપસ્થાનક :- પરમાં રતિ-અરતિભાવ હતો તે
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ વિરતિભાવ એટલે વૈરાગ્યભાવે પરિણમી, પરથી નિવૃત્તવારૂપ ભાવ થયો.
સત્તરમું માયા મૃષાવાદ પાપસ્થાનક :- માયા વડે જૂઠું બોલવાનો ભાવ મટી જઈ માયારહિતપણે સત્ય બોલવાનો ભાવ થયો.
અઢારમું મિથ્યાત્વદર્શનશલ્ય પાપસ્થાનક :- મિથ્યાત્વ એટલે વિપરીત અને શલ્ય એટલે કાંટારૂપ જેવા કે દેહમાં આત્મબુદ્ધિ આદિ આત્માના વિપરીતભાવ મટી જઈ સમ્યક નિઃશલ્ય પરિણામ થયા.
એમ અઢારે પાપના સ્થાનક પલટો પામી નિમ્રાપના કારણરૂપ થયા. જેથી આત્માનો અશુદ્ધ ઉપયોગ નિર્મળતાને પામી, પોતાના સહજાત્મસ્વરૂપમાં સર્વકાળને માટે સ્થિર થવારૂપ ધ્યેયમાં તે પૂર્ણપણે લાગી ગયો. તેથી સ્વરૂપનું ધ્યાન કરનાર એવો ધ્યાતા સમસ્ત ધ્યેય સ્વરૂપ એવા આત્મસમાધિને પામ્યો. શુદ્ધ આત્મસ્વભાવ એ જ અનંત સુખસ્વરૂપ છે. જો
જે અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; જિન આલંબની નિરાલંબતા પામે જો,
તેણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લોપ
સંક્ષેપાર્થ:- જે અતિ દુસ્તર એટલે અત્યંત દુઃખે કરી પાર ઊતરી શકાય એવા જલધિ એટલે સમુદ્ર સમાન આ સંસારને પ્રભુના બોધરૂપ અવલંબને કરી માત્ર ગોપદ સમ કરી દીધો. ગોપદ એટલે ગાયના પગની ખરીમાં પાણી ભરાયેલું હોય, તેને ઓલંઘવુ જેમ સહેલું છે તેમ ભવસમુદ્ર પણ પ્રભુના અવલંબનવડે તરવો અતિ સુગમ થઈ જાય છે.
પ્રભુ ઉપદેશના આલંબને જે જીવ વર્તે તે ક્રમે કરી નિરાલંબતાને પામે છે, તેને કદી અન્ય પુરુષ કે પદાર્થના અવલંબનની આવશ્યકતા રહે નહીં. તેથી અમે પણ પ્રભુના બોધ બળે સંસારસમુદ્ર તરી જઈ નિજ શુદ્ધ આત્માના ગુણરૂપ નંદનવનમાં હમેશાં રમણતા કરીશું. /પા
સ્યાદ્વાદી નિજ પ્રભુતાને એકત્વ જો, ક્ષાયક ભાવે થાયે નિજ રત્નત્રયી રે લો; પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જો, તત્ત્વાનંદી પૂર્ણ સમાધિલયમયી રે લો૦૯