________________
(૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન
૧૭૭
સંક્ષેપાર્થ :— શ્રી આસ્તાગ જિનેશ્વર પ્રભુ સાથે હે ભવ્યો ! તમે સાચો રંગ કરો અર્થાત્ સાચી પ્રીત જોડો. કેમકે સંસારના પાંચ ઇન્દ્રિયોના વિષયોનો, કે ધન, કુટુંબાદિકનો મોહ છે તે વિરંગ એટલે વિપરીત રંગ છે; સ્વસ્વરૂપથી અન્ય એવા પર પદાર્થોનો રંગ છે. તે સંસાર વધારનાર છે, પરતંત્રતા આપનાર છે અને ક્લેશ કરાવનાર છે.
સંસારમાં સુરપતિ એવા દેવોના ઇન્દ્રની કે નરપતિ એવા ચક્રવર્તીની અશ્વ, ગજ, રત્નો કે સ્ત્રીઆદિની ભૌતિક સંપત્તિ, તે પણ દુર્ગંધમય તથા જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં કદન્ન એટલે હલકા પ્રકારના અનાજ જેવી છે. તે સંપત્તિ મોહ કરાવી, પાપ કરાવી, સંકલ્પ વિકલ્પ કરાવી આત્મપરિણામમાં અશાંતિ ઉપજાવનાર છે. મોહ મદિરાના છાકે અજ્ઞાની જનોને તે સુખરૂપ ભાસે છે પણ તે ખરેખર પરમાર્થે આત્માને બંધનકારક હોવાથી ત્યાગવા યોગ્ય છે. માટે હે ભવ્યો ! તમે જિનેશ્વર પ્રભુ સાથે સાચો આત્મરંગ જોડો. ।।૧।।
જિન આસ્તાગ ગુણરસ ૨મી, ચલ વિષય વિકાર વિરૂપ રે; વિણ સમકિત મત અભિલષે, જિણે ચાખ્યો શુદ્ધસ્વરૂપ છે. ક૨
સંક્ષેપાર્થ :– શ્રી જિનેશ્વર આસ્તાગ પ્રભુના જ્ઞાનાદિક અનંત શુદ્ધ ગુણોમાં ૨મણતા કરીને, ચલાયમાન, અસ્થિર એવા વિષય વિકાર જે વિરૂપ એટલે આત્માનું મોહાધીન વિકૃતરૂપ છે, તેને સમ્યક્દર્શન વગર કદી ઇચ્છવા યોગ્ય નથી. પણ જેણે શુદ્ધ સ્વરૂપનું આસ્વાદન કરેલ છે એવા શ્રી આસ્તાગ જિનમાં વૃત્તિ લીન કરવા યોગ્ય છે, તે જ સુખરૂપ છે. જ્યારે વિષય વિકાર એ દુઃખરૂપ અને ક્લેશકારક છે. ।।૨।
નિજ ગુણચિંતન જળ રમ્યા, તસુ ક્રોધ અનળનો તાપ રે;
નવિ વ્યાપે કાપે ભવસ્થિતિ, જિમ શીતને અર્કપ્રતાપ રે. ક૩ સંક્ષેપાર્થ :– જે ભવ્યાત્માઓ જ્ઞાનીપુરુષના ઉપદેશથી પોતાના આત્મગુણોના ચિંતનરૂપ જળમાં રમે છે, તેને ક્રોધરૂપી અનલ એટલે અગ્નિનો તાપ વ્યાપે નહીં અર્થાત્ તેને પીડી શકે નહીં. પણ તેનું આત્મચિંતન તેની ભવસ્થિતિને કાપે છે; જેમ અર્ક એટલે સૂર્યનો પ્રતાપ શીત એટલે ઠંડીને દૂર કરે છે તેમ. માટે હે મોક્ષાભિલાષી ભવ્યો ! તમે શ્રી જિનેશ્વર પ્રભુ સાથે સાચો પ્રેમ જોડો. II3II
જિન ગુણરંગી ચેતના, નવિ બાંધે અભિનવ કર્મ રે; ગુણરમણે નિજ ગુણ ઉલ્લસે, તે આસ્વાદે નિજ ધર્મ રે. ક૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
સંક્ષેપાર્થ :– શ્રી જિનેશ્વર પ્રભુના શુદ્ધ આત્મામાં અનંતગુણો છે. તેમાં આપણી આત્મચેતના જો રંગી થઈ અર્થાત્ પ્રશસ્ત રાગવાળી થઈ તો તે અભિનવ એટલે નવા કર્મનો બંધ કરે નહીં. પણ પ્રભુના ગુણમાં રમણતા કરવાથી પોતાના ગુણ પણ ઉલ્લસિત થાય અર્થાત્ પ્રગટે અને પોતાના આત્મધર્મનો કહેતાં જ્ઞાનદર્શન ચારિત્રમય સ્વભાવનો આસ્વાદ પામે, અર્થાત્ અનુભવ આનંદને વેદે. માટે હે ભવ્યો ! શ્રી જિનેશ્વર પ્રભુના ગુણો મેળવવા માટે જરૂર સાચો રંગ એટલે પ્રેમ પ્રગટ કરો. ।।૪।।
૧૭૮
પરત્યાગી ગુણ એકતા, રમતા જ્ઞાનાદિક ભાવ રે; સ્વસ્વરૂપ ધ્યાતા થઈ, પામે શુચિ ક્ષાયક ભાવ રે. કપ
સંક્ષેપાર્થ ઃ— જે પુરુષ આત્માથી પર એવા રાગદ્વેષ, અહં, મમત્વને ત્યાગીને પ્રભુના ગુણોમાં એકતા કરી, સભ્યજ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણોમાં ભાવથી રમણતા કરે, તે ભવ્યાત્મા સ્વઆત્મસ્વરૂપનો ધ્યાતા થઈ, શુચિ એટલે પવિત્ર અક્ષય એવા આત્માના ક્ષાયિકભાવને પામે છે. માટે હે ભવ્યો! શ્રી જિનેશ્વર પ્રભુના ગુણોમાં એકતાનપણું લાવો. ।।૫।।
ગુણ ક૨ણે નવ ગુણ પ્રગટતા, સત્તાગત રસ થિતિ છેદ રે; સંક્રમણે ઉદય પ્રદેશથી, કરે નિર્જરા ટાળે ખેદ રે. ક૬
સંક્ષેપાર્થ :– પ્રભુભક્તિના બળે સમ્યજ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણ કરણે એટલે ભાવોવડે કરી આગળ વધતાં વધતાં જેમ જેમ નવીન ગુણો પ્રગટે તેમ તેમ સત્તામાં રહેલ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય આદિ કર્મોની રસ અને સ્થિતિ છેદાતી જાય છે, અને કર્મો પ્રદેશ ઉદયથી સંક્રમી નિર્જરવા લાગે છે. જેથી મિથ્યાત્વ, કષાય તથા જન્મમરણાદિના ભયને ટાળી તે પુરુષ નિષ્પદ બને છે. એવી સ્થિતિના મૂળભૂત કારણ શ્રી જિનેશ્વર પ્રભુ પ્રત્યે સાચો ભક્તિનો રંગ પ્રગટ કરો. IISના
સહજસ્વરૂપ પ્રકાશથી, થાએ પૂર્ણાનંદ વિલાસ રે;
દેવચંદ્ર જિનરાજની, કરજ્યો સેવા સુખવાસ રે. ક૦૭ સંક્ષેપાર્થ :– આત્મામાં રહેલા સહજ આત્મસ્વરૂપના સંપૂર્ણ પ્રકાશથી અનંત શાશ્વત પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ તેમાં જ સર્વકાળને માટે જીવ વિલાસ કરે છે. એવા શુદ્ધાત્મપદને પામવા માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે શ્રી જિનરાજ પ્રભુની સેવા સદા કરજો અર્થાત્ તેમની આજ્ઞા ઉઠાવવાનો સદા પ્રયાસ