________________
(૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન
૧૭૯ કરજો. તો તમે જ્યાં સદા નિરઉપાધિમય ત્રિવિધતાપથી રહિત સંપૂર્ણ સુખ રહેલું છે એવા મોક્ષપદને પામી સર્વકાળને માટે ત્યાં જ નિવાસ કરશો. એવા શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામવા અર્થે હે ભવ્યો! શ્રી જિનેશ્વર પ્રભુ સાથે સાચો ભક્તિનો રંગ જમાવો અને સર્વદુઃખથી સર્વથા મુક્તિ પામો. IIણા
(૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીત વિહરમાન વીશી (અરજ અરજ સુણોને રડા રાજી હોજી.....એ દેશી) નમિપ્રભ નમિપ્રભ પ્રભુજી વીનવું હોજી, પામી વર પ્રસ્તાવ; જાણો છો જાણો છો વિણ વીનવે હોજી, તો પણ દાસ સ્વભાવ. ન૦૧
સંક્ષેપાર્થ:- હે નમિપ્રભ પ્રભુજી ! હું આપને વર એટલે શ્રેષ્ઠ, પ્રસ્તાવ એટલે ભક્તિનો પ્રસંગ પામી, પ્રેમ સહ વિનંતિ કરું છું. જો કે આપ તો પ્રભુ વગર જણાવ્યું સર્વ જાણો છો. તો પણ આપના આ દાસને આપની સમક્ષ મન ખાલી કરવાનો સ્વભાવ હોવાથી સપ્રેમ વિનવું છું. I/૧ાા
હું કરતા હું કરતા પરભાવનો હોજી, ભોક્તા પુદ્ગલરૂપ; ગ્રાહક ગ્રાહક વ્યાપક એહનો હોજી, રાચ્યો જડ ભવભૂપ. ૧૦૨
સંક્ષેપાર્થ:- હે પ્રભુ! હં અનાદિકાળથી પર એવા રાગદ્વેષાદિભાવોનો કર્તા છું. અને તેના ફળસ્વરૂપ પર પુદ્ગલમાં જ સુખદુઃખ માની તેનો ભોક્તા બનું છું. માટે હું પરપદાર્થનો જ ગ્રાહક છું. તેમજ પરપદાર્થમાં જ તન્મયપણે વ્યાપેલો છું. તેથી ભવભૂપ એટલે સંસારમાં રાજા જેવા મુખ્યપણે દ્રષ્ટિગોચર થતા એવા જડ પુદ્ગલ પરમાણુઓમાં જ હું સર્વદા રાચી રહ્યો છું, તેમાં જ મોહ પામી રહ્યો છું. /રા
આતમ આતમ ધર્મ વિસારિયો હોજી, સેવ્યો મિથ્યા માગ; આસ્રવ આસ્રવ બંધપણું કર્યું હોજી, સંવર નિર્જરા ત્યાગ. ન૦૩
સંક્ષેપાર્થ :- ઉપરોક્ત પર પુદ્ગલમાં અત્યંત રાચવાપણાને લીધે, મારા આત્માનો જે શુદ્ધ જ્ઞાનદર્શનમય ધર્મ છે તેને તો હું ભૂલી જ ગયો છું. અને સંસારમાં રઝળાવનાર એવા મિથ્યામાર્ગને સેવી રહ્યો છું. તેથી હમેશાં કર્મોનો
૧૮૦
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ આસ્રવ કરી, આત્માને કમથી બાંધવાનું જ કાર્ય મેં કર્યું છે, પણ જે દ્વારા આવતા કર્મ રોકાય એવા સંવર તત્ત્વને તથા જે દ્વારા કર્મોનો ક્ષય થાય એવા નિર્જરા તત્ત્વનો તો મેં ત્યાગ જ કરી દીધો છે. Ill.
જડચલ જડચલ કર્મ જે દેહને હોજી, જાયું આતમ તત્ત્વ; બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરંગે એકત્વ. ન૦૪
સંક્ષેપાર્થ:- જડ એટલે ચેતનતા રહિત અને ચલ એટલે ચલાયમાન સ્વભાવવાળા એવા કર્મના બનેલા આ દેહને મેં આત્મતત્વ જાણ્યું. તથા દેહમાં આત્મબુદ્ધિ કરવાથી હું બહિરાત્મપણાને ગ્રહણ કરીને રહેલો છે. તે કારણે હું પુદ્ગલના ચતુરંગી એવા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શમાં એકમેકપણે રહીને પ્રવર્તી રહ્યો છું. l૪ll
કેવલ કેવલ જ્ઞાનમહોદધિ હોજી, કેવલ દંશણ બુદ્ધ; વીરજ વીરજ અનંત સ્વભાવનો હોજી, ચારિત્ર ક્ષાયિક શુદ્ધ. ૦૫
સંક્ષેપાર્થ:- આપ તો હે પ્રભુ! કેવળજ્ઞાનરૂપ મહોદધિ એટલે મહાન સમુદ્ર સમાન છો. તથા કેવળ દર્શનથી પણ યુક્ત છો. અને બુદ્ધ એટલે બોધની જ મૂર્તિ છો. તેમજ સ્વભાવથી ઉત્પન્ન થતું અનંતવીર્ય પણ આપને પ્રગટ છે તથા શુદ્ધ એવું ક્ષાયિક ચારિત્ર પણ આપનામાં સંપૂર્ણપણે ઝળકી ઊર્યું છે. એમ અનંત ચતુર્યથી યુક્ત હોવાથી આપ ખરેખર પરમાત્મા છો. //પા.
વિશ્રામ વિશ્રામી નિજભાવના હોજી, સ્યાદ્વાદી પ્રમાદ; પરમાતમ પરમાતમ પ્રભુ દેખતાં હોજી, ભાગી ભ્રાંતિ અનાદ. ૧૦૬
સંક્ષેપાર્થ – પોતાના શુદ્ધ અનંત જ્ઞાન, દર્શન, સુખાદિ ગુણોમાં જ હે પ્રભુ ! આપ સદા વિશ્રામ કરો છો. આપ સ્યાદ્વાદની રીતે તત્ત્વના બોધક છો. સ્વરૂપમાં સર્વકાળ રમો છો, માટે અપ્રમાદી છો. એવા આપ વીતરાગ પ્રભુના દર્શન થતાં મારી અનાદિની આત્મભ્રાંતિનો ભંગ થયો અને આત્મસ્વરૂપ વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. IIકા
જિનસમ જિનસમ સત્તા ઓળખી હોજી, તસુ પ્રાગુભાવની ઈહ; અંતર અંતર આતમતા લહી હોજી, પ૨ પરિણતિ નિરીહ. ૧૦૭
સંક્ષેપાર્થ:- મારું સ્વરૂપ પણ જિનસમ એટલે આપ જિનેશ્વર સમાન જ સત્તા અપેક્ષાએ છે, તેની હે પ્રભુ ! આપના બોધવડે મને ઓળખાણ થઈ.