________________
(૧૫) શ્રી આસ્તાગ જિન સ્તવન
૧૫ શ્રી નયવિજય વિબુધનો શિષ્ય, વાચક યશ કહે પુરો જગીશ. સ્વા૦૫
સંક્ષેપાર્થ:- હે પ્રભુ!તું જ મોક્ષસુખને જન્મ આપનાર હોવાથી મારી ખરી માતા છો, તથા મોક્ષનો માર્ગ બતાવનાર હોવાથી તમે જ મારા ખરા બાંધવ એટલે ભાઈ છો. તેમજ મારા આત્માનું સર્વદા રક્ષણ કરનાર હોવાથી તમે જ મારા સાચા પિતા છો. તમારાથી મારી કઈ વાત ગુંજ એટલે છૂપી રહેલ છે? કંઈ જ નહીં. કેમકે આપ તો સર્વજ્ઞ છો. તેથી સર્વ જાણો છો.
પંડિત શ્રી નવિજયના શિષ્ય ઉપાધ્યાય એવા શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે જગીશ! અર્થાતુ હે જગતમાં રહેલ ઈશ્વર તમે મારી ઉપરોક્ત જણાવેલ ઇચ્છાને પૂરી કરો. તે શું છે ? તો કે આપના શુદ્ધ સ્વરૂપ સાથે મારો પણ અંતરંગ મેળાપ થઈ જાય, જેથી સર્વકાળને માટે શોક અને વિરહ વગેરેના દુઃખોનો અંત આવી જાય. એવી મારી પ્રબળ અભિલાષા છે તે પૂર્ણ થાઓ, પૂર્ણ થાઓ. //પા.
૧૭૬
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ કામકુંભ ઘર આવે, દારિદ્ર કિમ ૨હે રે; કે દાવ વન વિચરે જો સિંહ તો, બીક ન ગજ તણી રે, કે બી. કર્મ કરે શું જોર, પ્રસન્ન જો જગધણી રે. કે પ્રલ ૨
સંક્ષેપાર્થ :- જેમકે ગયણાંગણ એટલે આકાશના આંગણામાં રવિ કહેતા સૂર્યનો ઉદય થતાં જ તિમિર અર્થાત્ અંધકાર રહી શકે નહીં. કામકુંભ તે દેવતાઈ કુંભ છે. જે ઇચ્છિતની પૂર્તિ કરે એવો ઘરમાં આવે તો દારિદ્રને ક્યાં સ્થાન રહે, ગરીબાઈ તો તુરંત નાશ પામે. વળી જે વનમાં સિંહ વિચરતો હોય ત્યાં હાથીની બીક હોય નહીં. તેમ જગધણી એવા ધર્મનાથ પ્રભુ જો મારા પર પ્રસન્ન છે તો કર્મ શું જોર કરી શકે ? અર્થાત્ કાંઈ જ કરી શકે નહીં. રા
સુગુણ નિર્ગુણનો અંત૨, પ્રભુ નવિ ચિત્ત ધરે રે, કે પ્ર નિર્ગુણ પણ શરણાગત, જાણી હિત કરે રે; કે જાવ ચંદ્ર ત્યજે નવિ લંછન, મૃગ અતિ શામળો રે, કે મૃ યશ કહે હિમ તુમ જાણી, મુજ અરિબળ દળો રે. કે મુળ ૩
સંક્ષેપાર્થ :- સુગુણી હો કે નિર્ગુણી, તેનું અંતર પ્રભુના ચિત્તમાં હોતું નથી. તે તો નિર્ગુણીને પણ પોતાને શરણે આવેલો જાણી તેનું હિત કરે છે અર્થાત્ કલ્યાણ કરે છે.
જેમ ચંદ્રમા પોતે સ્વચ્છ, ઉજવળ હોવા છતાં, પોતામાં રહેલ અતિ શ્યામ એવા મૃગના લંછનને છોડતો નથી તેમ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મને પણ કમની કાલિમાથી શ્યામ થયેલો જાણી છોડશો નહીં. પણ મારા કર્મરૂપી શત્રુઓના બળને દળી નાખી મને શુદ્ધ કરજો એવી મારી અભિલાષાને પૂર્ણ કરવા આપ પ્રભુ પ્રત્યે મારી ભાવભરી વિનંતિ છે. all
(૧૫) શ્રી ઘર્મનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીકૃત વર્તમાન બીજી ચોવીશી
ધરમનાથ તુજ સરિખો, સાહિબ શિર થકે રે, કે સાવ ચોર જોર જે ફોરવે, મુજશું હક મને રે; કે મુળ ગજનિમિલિકા કરવી, તુજને નવિ ઘટે રે, કે તુ જે તુજ સન્મુખ જોતાં, અરિનું બળ મિટે ૨. કે અ- ૧
સંક્ષેપાર્થ - હે ધરમનાથ પ્રભુ! આપ જેવા મોટા સાહિબ મારે માથે હોવા છતાં કર્મરૂપી ચોર ઇક મને કહેતા બધા એક સાથે મળીને નિર્ભયપણે મારા ઉપર જોર ફોરવી રહ્યાં છે. એવા સમયે આપ જેવાને મારા માટે ગજનિમિલિકા એટલે આંખમિંચામણા કરવા તે ઘટિત નથી. આપ માત્ર કર્મોની સન્મુખ એક નજર કરો તો પણ તે કર્મરૂપી શત્રુઓનું બળ નષ્ટ થઈ જાય એમ છે. માટે જરૂર તેમ કરવા વિનંતિ છે. પા.
રવિ ઊગે ગયણાંગણ, તિમિર તે નવિ રહે રે, કે તિ
(૧૫) શ્રી આસ્તાગ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી
(મન મોલું અમારું પ્રભુગુણે-એ દેશી) કરો સાચા રંગ જિનેશ્વરુ, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તો દુરગંધી કદન્ન રે. ક૦૧