________________
૧3
પ્રાતઃકાળની સ્તુતિ
શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા છૂટ થવાથી, ચક્કર આવવાથી, પિત્તને લીધે મૂર્છા આવવથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂક્ષ્મ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દ્રષ્ટિ સૂક્ષ્મ રીતે ફરકી જવાથી તથા અગ્નિસ્પર્શ, શરીરછેદન અથવા સન્મુખ થતો પંચેન્દ્રિય-વધ, ચોર કે રાજાની દખલગીરી અને સર્પદંશ એ કારણો ઉપસ્થિત થવાથી જે કાયવ્યાપાર થાય, તેનાથી મારો કાયોત્સર્ગ ભાંગે નહિ કે વિરાધિત થાય નહિ, એવી સમજ સાથે હું ઊભો રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને ધ્યાનમાં જોડું છું અને જ્યાં સુધી “નમો અરિહંતાણં’ એ પદ બોલીને કાયોત્સર્ગ પારું નહિ, ત્યાં સુધી મારી કાયાનો સંપૂર્ણ ત્યાગ કરું છું.
(એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરવો, પછી “નમો અરિહંતાણં'' કહી કાઉસગ્ગ પારી પ્રગટ લોગસ્સ નીચે પ્રમાણે કહેવો.)
શ્રી લોગસ્સ સૂત્રો લોગસ્સ ઉજ્જઅગરે, ધમ્મતિથયરે જિશે.
અરિહંતે કિgઇટ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિસં ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ;
પઉમખહં સુપાસ, જિર્ણ ચ ચંદખણં વંદે.૨ સુવિહિં ચ મુફદંત, સીઅલ-સિર્જસ-વાસુપૂરું ચ;
વિમલમહંતં ચ જિ, ધર્મ સંર્તિ ચ વંદામિ. ૩ કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ;
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ શબ્દાર્થ– લોગસ્સ-લોકનો. ઉજ્જો અગરે–પ્રકાશ કરનારાઓને. ધમ્મતિવૈયરેધર્મરૂપી તીર્થની સ્થાપના કરનારાઓને. જિણે-જિનોને. અરિહંતેઅહંતોને. કિન્નઈમ્સ–દું સ્તવું છું. ચઉવસં–ચોવીશને. પિ-પણ. કેવલી-કેવળજ્ઞાન મેળવનારાઓને. ઉસભં–શ્રી ઋષભદેવ નામના પ્રથમ તીર્થકરને. અજિઅં–શ્રી અજિતનાથ નામના બીજા તીર્થકરને. ચ–અને. વંદે–વંદુ છું. સંભવં–શ્રી સંભવનાથ નામના ત્રીજા તીર્થંકરને. અભિગંદણં–શ્રી અભિનંદન નામના ચોથા તીર્થકરને. સુમંઇ–શ્રી સુમતિનાથ નામના પાંચમા તીર્થંકરને. પઉમપહં–
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શ્રી પડાપ્રભ નામના છઠ્ઠા તીર્થંકરને. સુપાસ–શ્રી સુપાર્શ્વનાથ નામના સાતમા તીર્થકરને, ચંદuહં–શ્રી ચંદ્રપ્રભ નામના આઠમા તીર્થકરને. સુવિહિં–શ્રી સુવિધિનાથ નામના નવમાં તીર્થકરને. ચ-અથવા. પુફદંતં- પુષ્પદંતને. શ્રી સુવિધિનાથનું આ બીજાં નામ છે. સીઅલ-
સિક્વંસ-વાસુપૂજ઼– શ્રી શીતલનાથ નામના દસમા તીર્થકરને, શ્રી શ્રેયાંસનાથ નામના અગિયારમા તીર્થકરને તથા શ્રી વાસુપૂજ્ય નામના બારમા તીર્થંકરને. વિમલ–શ્રી વિમલનાથ નામના તેરમાં તીર્થકરને અણતં–શ્રી અનંતનાથ નામના ચૌદમા તીર્થકરને. ધર્મા–શ્રી ધર્મનાથ નામના પંદરમા તીર્થંકરને. સંતિ–શ્રી શાન્તિનાથ નામના સોળમા તીર્થંકરને. વંદામિ–વંદુ છું. કુંથું–શ્રી કુંથુનાથ નામના સત્તરમા તીર્થંકરને. અરં–શ્રી અરનાથ નામના અઢારમા તીર્થકરને. મલ્લિં–શ્રી મલ્લિનાથ નામના ઓગણીસમા તીર્થકરને. મુણિસુન્વયં–શ્રી મુનિસુવ્રતસ્વામી નામના વીસમા તીર્થકરને. વંદેવાંદું છુ. નમિજિર્ણ-શ્રી નમિનાથ નામના એકવીસમા તીર્થંકરને. રિટ્ટનેમિંશ્રી અરિષ્ટનેમિ અથવા નેમિનાથ નામના બાવીશમાં તીર્થકરને. પાસ–શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમા તીર્થંકરને. વંદામિ–વાંદું છું. તહ–તથા વદ્ધમાણુંશ્રી વર્ધમાનસ્વામી અથવા મહાવીરસ્વામી નામના ચોવીસમા તીર્થકરને. અર્થ-સંકલના
ચૌદ રાજ લોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગ-દ્વેષના વિજેતા અને ત્રિલોક પૂજ્ય એવા ચોવીશ કેવલી ભગવંતોની હું સ્તુતિ કરું છું. ૧
શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી ચન્દ્રપ્રભ જિનને હું વંદન
શ્રી સુવિધિનાથ કે પુષ્પદન્ત, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનન્તનાથ, શ્રી ધર્મનાથ તથા શ્રી શાન્તિનાથ જિનને હું વંદન કરું છું. ૩
શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી નમિનાથ, શ્રી અરિષ્ટનેમિ, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી વર્ધમાન જિન (શ્રી મહાવીર સ્વામી) ને હું વંદન કરું છું. ૪ એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજ૨મરણા;
ચઉવસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. ૫