________________
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શબ્દાર્થ
ઇચ્છાકારેણ-આપની ઇચ્છાએ કરી. સંદિસહ-આજ્ઞા આપો. ભગવનું - પૂજ્ય! ચૈત્યવંદન કરું?-હું ચૈત્યવંદન કરું? ઇચ્છે–આપની આજ્ઞા મને માન્ય છે.
ચૈત્યવંદનો
પ્રાતઃકાળની સ્તુતિ કિરિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા;
આરુગ્ન-બોરિલાભ, સમાણિવરમુત્તમ દિંતુ. ૬ ચંદેસુ નિમલયરા, આઇએસ અહિય પયાસયરા;
સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭ શબ્દાર્થ
એવં—એ પ્રકારે. મએ-મારા વડે. અભિથુઆ-નામપૂર્વક સ્તવાયા. વિહુયરય-મલા–રજ અને મલરૂપી કર્મને દૂર કરનારા. વિહુય-દૂર કરાયેલા. રય-બંધાતા કર્મ. મલ-પૂર્વે બંધાયેલા કર્મ. પહીણ-જર-મરણા-જરા અને મરણથી મુક્ત થયેલા. નાશ પામેલા. જરા-બુઢાપો. મરણ-મૃત્યુ. ચકવીસ પિચોવીસે પણ જિણવરા-જિનવરો. તિસ્થયરા- તીર્થકરો. મે—મારા ઉપર, પસીયંતુ- પ્રસન્ન થાઓ. જે એ-જે, એ લોગસ્સ-લોકને વિષે. ઉત્તમ-ઉત્તમ. સિદ્ધા-સિદ્ધ (કૃતકૃત્ય) થયેલા. આરુગોહિ-લાભ-કર્મ ક્ષય તથા જિન ધર્મની પ્રાપ્તિને. આરુગ્ગ-રોગ ન હોય તેવી સ્થિતિ એટલે કર્મક્ષય. બોહિ-લાભ-જિનધર્મની પ્રાપ્તિ. સમાણિવરં–ભાવસમાધિ ઉત્તમ-શ્રેષ્ઠ. હિંદુ-આપો. ચંદેસુ-ચંદ્રોથી નિમલપરા-વધારે નિર્મલ-સ્વચ્છ, આઈચ્છેસુ-સૂર્યોથી. અહિયં–વધારે. પયાસયરા-પ્રકાશ (અજવાળું) કરનારા સાગર-વર-ગંભીરા શ્રેષ્ઠ સાગરવર એટલે સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ વધારે ગંભીર, સિદ્ધા-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયેલા. સિદ્ધિ-સિદ્ધિ, મમ-મને. દિસનુ-આપો. અર્થ-સંકલના
એવી રીતે મારા વડે સ્તવાયેલા, કર્મરૂપી કચરાથી મુક્ત અને (જન્મ) તથા મરણનો ક્ષય કરી ચૂકેલા ચોવીશે પણ જિનવરો—તીર્થકરો મારા પર પ્રસન્ન થાઓ. ૫.
જેઓ લોકોત્તમ છે, સિદ્ધ છે, મન-વચન-કાયાથી સ્તવાયેલા છે, તેઓ મારા કર્મનો ક્ષય કરો, મને જિન ધર્મની પ્રાપ્તિ કરાવો તથા ઉત્તમ ભાવ સમાધિ આપો. ૬
ચન્દ્રો કરતાં વધારે નિર્મલ, સૂર્યો કરતાં વધારે પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. ૭
(પછી ત્રણ ખમાસમણ દઈ બેસી ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો હીંચણ નીચે રાખીને બેસવું અને નીચે પ્રમાણે કહેવું)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરું? Iઇચ્છે !
સકલકુશલવલી પુષ્પરાવર્તમેળો દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિ હેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથઃ
શ્રેયસે પાર્શ્વનાથ અર્થ_શ્રી શાંતિનાથ પ્રભુ કે શ્રી પાર્શ્વનાથ પ્રભુ આદિ સર્વ, સકલકુશલ એટલે સર્વ પ્રકારે કુશળ એટલે આત્માનું કલ્યાણ કરવા માટે વલી એટલે વેલ સમાન છે. વેલ જેમ આશ્રય પામી ઉપર ચઢે તેમ સગુરુનો આશ્રય પામી જીવ મનુષ્ય દેવાદિ ભવોમાં આરાધના કરતો ઠેઠ મોક્ષ સુધી પહોંચી જાય છે. પુષ્કરાવર્ત મેઘ જેમ ધોધમાર વરસાદ વરસાવી પરમ શીતળતા આપનાર છે તેમ પ્રભુની ભક્તિ અથવા વચનામૃત, વિષયકષાયની બળતરાને શમાવી પરમ શીતળતા આપનાર છે. દુરિતતિમિર એટલે ભયંકર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે પ્રભુનો બોધ ભાનુઃ એટલે સૂર્ય સમાન છે. ભગવાન કલ્પવૃક્ષોપમાનઃ એટલે કલ્પવૃક્ષની ઉપમાને યોગ્ય છે. કેમકે તેમની ભક્તિના બળે પુણ્યબંધ થઈ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.
ભવજલનિધિ એટલે સંસારરૂપી સમુદ્ર તરવા માટે ભગવાન સ્વયં તરી, બીજાને પણ તારનાર હોવાથી પોતઃ એટલે જહાજ સમાન છે. સર્વ સંપત્તિ એટલે સર્વ પ્રકારની ભૌતિક તેમજ આત્મિક સંપત્તિ પ્રાપ્ત કરવાના હેતુ એટલે કારણરૂપ પ્રભુ છે. એવા શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ આદિ પરમાત્માઓ સતત એટલે હમેશાં મારા શ્રેયસે એટલે કલ્યાણના કરનાર ભવતુ એટલે થાઓ; એવી આપ પ્રભુ પ્રત્યે મારી ભક્તિભરી પ્રાર્થના છે.
(૨) પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહ;